back to top
Homeગુજરાતશાહ અસલ અમદાવાદી મૂડમાં, લપેટ...લપેટ...ની બૂમો પાડી:બે પતંગો કાપ્યા બાદ પોતાનો પતંગ...

શાહ અસલ અમદાવાદી મૂડમાં, લપેટ…લપેટ…ની બૂમો પાડી:બે પતંગો કાપ્યા બાદ પોતાનો પતંગ કપાતા હસી પડ્યા, જગન્નાથ મંદિરે સહપરિવાર દર્શન કરી ગૌમાતાની પૂજા કરી

ઉત્તરાયણના પર્વની ઉજવણી અમિત શાહ મોટેભાગે અમદાવાદમાં કરતા હોય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ અમદાવાદમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવેલા શાહે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. શાહે પતંગ ચગાવ્યો હતો જ્યારે પત્નીએ ફીરકી પકડી હતી. શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ ચગાવતા પહેલાં અમિત શાહનું અને મુખ્યમંત્રીનું સ્થાનિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી. પત્નીએ ફિરકી પકડી, અમિત શાહે પતંગ ચગાવી
અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરવા આવેલા અમિત શાહે પરિવાર સાથે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટમેન્ટના ધાબા પરથી પતંગ ચગાવી હતી. આ સમયે પત્નીએ ફિરકી પકડી રાખી હતી. અમિત શાહે બે પતંગો કાપી લપેટ…લપેટ…ની બૂમો પાડી હતી. આ સમયે મુખ્યમંત્રી સહિતના ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિતશાહે સહપરિવાર જગન્નાથ મંદિરે દર્શન કર્યા
અમદાવાદ શહેરમાં બે કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ સહપરિવાર જગન્નાથજી મંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરમાં આરતી અને દર્શન કર્યા બાદ ગૌપૂજન પણ કરવામાં આવ્યું હતું. શાહ દ્વારા મંદિરમાં ઉપસ્થિત અન્ય દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલવામાં આવ્યું હતું. અમદાવાદમાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં હવે શહેરની સૌથી મોટી પોલીસ લાઈન બનવા જઈ રહી છે. જે પોલીસ લાઈનમાં 13 માળનાં કુલ 18 ટાવર બનવાનાં છે. જેમાં બેઝમેન્ટ બે માળ સુધીનું હશે, જેમાં વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. 16મીએ વડનગરમાં અમિત શાહ હસ્તે પ્રેરણા સંકુલનું ઉદઘાટન
14થી 16 જાન્યુઆરી એમ ત્રણ દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાં રહેશે. 14 તારીખે સવારે થલતેજમાં કાર્યકર્તાના ત્યાં ઉત્તરાયણની ઉજવણી કરશે. ઉજવણી બાદ ઘાટલોડિયામાં પોલીસ સ્ટેશન અને આવાસનાં વિકાસ કાર્યોના કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ન્યુ રાણીપ આર્યવિલા ફ્લેટ અને સાબરમતીમાં અર્હમ ફ્લેટ ખાતે ઉત્તરાયણની ઉજવણી કરશે. 15 તારીખે કલોલ, માણસા ખાતે સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. 16 તારીખે વડનગરમાં પી. એમ. મોદી જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તે સ્કૂલમાં પ્રેરણા સંકુલનું ઉદઘાટન કરશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેર કર્યો નો ડ્રોન ફ્લાય ઝોન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમની સુરક્ષાના ભાગરૂપે તથા જાહેર જનતાને કોઈપણ નુકસાન ન પહોંચે તે માટે માનવરહિત રિમોટ સંચાલિત ડ્રોન, નાના વિમાન જેવા ઉપકરણો સંશોધન અથવા એરોસ્પોટમાં ઉપયોગમાં લેવાતાં સાધનોના ઉડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને આમ જનતાની સુરક્ષાના હેતુથી પોલીસ કમિશનર દ્વારા અમદાવાદ શહેરની હદને નો ડ્રોન ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જે દરમિયાન રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન, ક્વાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર-પેરાગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ જેવી પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ આ પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો કાયદેસરની કાર્યવાહી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments