back to top
HomeભારતLoC પાસે લેન્ડમાઈન બ્લાસ્ટ, 6 જવાન ઘાયલ:ઘૂસણખોરી રોકવા માટે લેન્ડમાઈન નાખવામાં આવી...

LoC પાસે લેન્ડમાઈન બ્લાસ્ટ, 6 જવાન ઘાયલ:ઘૂસણખોરી રોકવા માટે લેન્ડમાઈન નાખવામાં આવી હતી, પેટ્રોલિંગ દરમિયાન જવાને ભુલથી પગ મુકી દેતા બ્લાસ્ટ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં મંગળવારે LoC પાસે લેન્ડમાઈન બ્લાસ્ટમાં સેનાના 6 જવાનો ઘાયલ થયા હતા. આ બ્લાસ્ટ ભવાની સેક્ટરના મકરી વિસ્તારમાં થયો હતો. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોરખા રાઈફલ્સના જવાનોની ટુકડી રાજૌરીના ખંબા કિલ્લા પાસે સવારે 10.45 વાગ્યે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વિસ્ફોટ થયો હતો. તમામ ઘાયલોને સારવાર માટે 150 જનરલ હોસ્પિટલ (GH) રાજૌરીમાં લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. જવાનોને સામાન્ય ઈજા થઈ છે. પેટ્રોલિંગ દરમિયાન લેન્ડમાઇન પર પગ મૂક્યો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સવારે 10:45 વાગ્યે નૌશેરાના ખંભા ફોર્ટ પર પેટ્રોલિંગ દરમિયાન એક જવાને ભુલથી લેન્ડમાઈન પર પગ મૂક્યો હતો. જેના કારણે બ્લાસ્ટ થયો હતો. LoC નજીક ઘૂસણખોરી રોકવા માટે આ લેન્ડમાઈન નાખવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ લેન્ડમાઈન કેટલીકવાર પોતાની જગ્યાએથી હટી જાય છે, તેથી આવા અકસ્માતો થાય છે. ઘાયલ જવાનોના નામ… 2024માં આવી 2 ઘટનાઓ બની હતી… છત્તીસગઢમાં નક્સલી બ્લાસ્ટ, 8 જવાનો શહીદ 6 જાન્યુઆરીએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ સૈનિકોને લઈ જઈ રહેલા એક વાહનને વિસ્ફોટથી ઉડાવી દીધું હતું. આ હુમલામાં દંતેવાડા ડીઆરજીના 8 જવાન શહીદ થયા હતા. એક ડ્રાઇવરનું પણ મોત થયું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે રસ્તા પર લગભગ 10 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો અને વાહનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ગાડીના કેટલાક ભાગો 30 ફૂટ દૂર ઝાડ પર 25 ફૂટની ઊંચાઈએ જોવા મળ્યા હતા. 4 જાન્યુઆરી: જમ્મુ-કાશ્મીરમાં આર્મીની ટ્રક ખીણમાં ખાબકી જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં 4 જાન્યુઆરીએ બપોરે સેનાની એક ટ્રક ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 4 જવાનો શહીદ થયા હતા. 2 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રકમાં માત્ર 6 સૈનિકો સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટના જિલ્લાના એસકે પાયાન વિસ્તારમાં થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments