અમરેલી લેટરકાંડમાં બરાબરનો રાજકિય રંગ લાગ્યો છે. મામલો ગાંધીનગર સુધી પહોંચતાં તપાસ SMCને સોંપાતા SMCના વડા ગમે ત્યારે અમરેલી આવી શકે છે. જેને લઇને ‘વર્સચ્ચવ’ની લડાઈ લડતા નેતાઓમાં ચિંતાનો માહોલ છવાઇ ગયો છે. આ વચ્ચે આરોપી અને જશવંત ગઢના સરપંચ અશોક કનુભાઈ માંગરોળીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તારીખ 27-12-2024 ના રોજ કોઈ અજાણ્યા વ્યક્તિઓએ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયામાં નામનો બનાવટી લેટરપેડ કપટ પૂર્વક બનાવી જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશીક વેકરીયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના ઇરાદે લેટરપેડમાં કૌશિક વેકરીયા રેતી, દારૂના 40 લાખનો હપ્તો પોલીસ પાસેથી લેતા હોવાનો ગંભીર આરોપ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આ લેટર પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરને સંબોધી વાયરલ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. જશવંત ગઢ સરપંચ સસ્પેન્ડ
અમરેલી લેટરકાંડમાં ત્રીજા નંબરનો આરોપી જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા સામે ગુનો નોંધાયા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખુલાસા અંગે નોટિસ પણ ફટકારવામાં આવી હતી, હાલ જેલવાસ ભોગવનાર અશોક માંગરોળીયાને હોદા પરથી સસ્પેન્ડ કરવાનો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કર્યો છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59 હેઠળ હોદાપરથી મોકુફ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મુખ્ય આરોપીની તપાસ હજુ બાકી હોવાનો ગણગણાટ
પ્રથમ તારીખ 27-12-2024 અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયા દ્વારા ફરીયાદ આપતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. પોલીસએ ઊંડાણ પૂર્વક તપાસ કરતા 4 વ્યક્તિની ધરપકડ કરી જેમાં મુખ્ય આરોપી પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીશ ચતુરભાઈ વઘાસીયા, પાયલ અશ્વિનભાઈ ગોટી, જશવંત ગઢ સરપંચ અશોક કનુભાઈ માંગરોળીયા અને જીતુભાઇ બાવચંદભાઈ ખાતરાની ધરપકડ કરી પોલીસએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયા પાસેથી પોલીસને 10 જેટલા કોરા લેટરપેડ પણ મળી આવ્યા હતા. જેમાં ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યોના લેટરપેડ પણ કબ્જે લેવામાં આવ્યા હતા. આ મુખ્ય આરોપી પાછળની તપાસ હજુ બાકી હોવાનો ગણગણાટ અમરેલીમાં ચાલી રહ્યો છે, વિવાદના કારણે તપાસ આગળ વધી શકી ન હોવાની પણ સુત્રોપાસેથી માહિતી મળી રહી છે. પોલીસ તપાસમાં કેટલા ખુલાસા થયા હતા?
પોલીસ તપાસમાં પ્રથમ મનીષ વઘાસિયાએ કાગળ ઉપર કાચું લખાણ અને તાલુકા પંચાયત પ્રમુખ લેટરહેડ પાયલ ગોટીને આપેલું હતું, જે લખાણ પાયલ ગોટીએ કોમ્પ્યુટરરાઈઝ કરી તેની નકલ લેટરપેડ વાળા પેડમાં પ્રિન્ટ કાઢી તેની PDF બનાવીને મનીષ વઘાસિયાને વોટ્સએપથી મોકલી બાદ મનીષે જે પીડીએફ અશોક માંગરોળીયાને મોકલી હતી. અશોકે મનીશના કહેવાથી PDF કરેલા લેટરપેડમાં લખાણ ખોટું હોવાનું જાણતા હોવા છતાં કોઈપણ જાણ્યા વગર પોતાનો બદ ઈરાદો પાર પાડવા માટે લેટરપેડ PDF સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યું હતું. મુખ્ય આરોપી મનીષ વઘાસિયાએ બનાવટી લેટરપેડનું લખાણ ભાજપ પક્ષના મહામંત્રી ગુજરાત પ્રદેશ સંગઠન અને ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી દિલ્હીને કુરિયરથી મોકલવા પાયલ ગોટીને કહ્યું હતું. જેથી પાયલ ગોટીએ લેટરપેડ વાળી બે પ્રિન્ટ કાઢી કુરિયર કરવામાં માટે તેના સરનામા વિશે મનીષેને પુછતાં મનીષે મોબાઈલથી સર્ચ કરી એડ્રેસ મેળવી બંને સરનામા પાયલ ગોટીને આપ્યા હતા અને કુરિયર દ્વારા પોસ્ટ કર્યા હતા. ગુનો કરવાનું મનિષ વઘાસિયાનું કારણ શું હતું?
પોલીસ તપાસ દરમ્યાન ખુલાસો થયો હતો કે આ ગુનો કરવા પાછળનું કારણ મુખ્ય આરોપી મનીષ વઘાસીયા પોતે વર્ષોથી પક્ષમાં કાર્યકર હતો અને તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયા અને વિધાનસભાના નાયબ દંડક કૌશીક વેકરીયા દ્વારા ભાજપ અમરેલી પક્ષ પ્રમુખ બનાવવામાં અવરોધ બની રહ્યા હતા, જેના કારણે છબી ખરડાવવા બને બદનક્ષી કરવા માટે ગુનાને અંજામ આપ્યો હતો. આ તપાસ દરમ્યાન પોલીસ મુખ્ય આરોપીને કોણ મદદ કરતું હતું કોણ માર્ગદર્શન સતત આપી રહ્યું હતું તે દિશામાં ટેક્નિકલ પુરાવાના આધારે તપાસ તે દિશામાં શરૂ કરવાનો પ્રારંભ કરે તે પહેલા પાયલ ગોટીનો આક્રમણ રીતે વિવાદ વધતા પોલીસ તપાસ અટકી હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. તપાસ દરમિયાન વિવાદ વચ્ચે કેમ આવ્યો?
તપાસ દરમિયાન પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં યુવતી પાયલ ગોટીનો પણ સમાવેશ થતા કેટલાક લોકોએ આ યુવતીનો વરઘોડો પોલીસએ જાહેરમાં કાઢ્યો તેવા આક્ષેપો કર્યા હતા. ત્યારબાદ કેટલાક પાટીદાર સમાજના લોકો અને કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આક્રમણ રીતે સરકાર સુધી વરઘોડાનો મુદ્દો પહોંચાડયો હતો, જેના કારણે વધુ રાજકારણ ગરમાયુ હતું અને અમરેલી પોલીસની કામગીરી સામે સાવલો ઉઠાવી કાર્યવાહી કરવા માટેનો સુર ઉભો થયો હતો અને સૌરાષ્ટ્રભરમા ઘેરાપ્રત્યાઘાતો પડ્યા હતા. ખોડલ ધામના ટ્રષ્ટીઓ અને કેટલાક પાટીદાર આગેવાનો અમરેલી પહોંચી ધારાસભ્ય કૌશીક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા સાથે પાયલ ગોટીને મુક્તિ અપવાવ હકારાત્મક બેઠક મળી હતી. આ વચ્ચે પાયલ ગોટીને અમરેલી કોર્ટએ જામીન આપ્યા બાદ કોંગ્રેસના મહિલા નેતા જેની ઠુમર જેલ પર પહોંચી જેલમુક્તિ બાદ કારમાં બેસાડી વિઠલપુર પહોંચીયા હતા. જેલ મુક્તિ બાદ પાયલ ગોટીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી આક્ષેપો કર્યા
પાયલ ગોટી જેલમુક્તિ બાદ 2 દિવસ પછી તેમના નિવાસસ્થાન વિઠલપુરમાં પ્રેસ યોજી પોલીસએ પટ્ટા વડે માર મારવાના આક્ષેપો કર્યા હતા. આ ઉપરાંત વઘરોડો કાઢી ઈજ્જત કાઢી તેનું શું? સરકાર મુખ્યમંત્રી મને ન્યાય આપે જવાબદારો સામે કાર્યવાહી કરી પત્રની FSL કરવાની માંગણીઓ કરવામાં આવી હતી, તેના કારણે બીજા દિવસે આ આક્ષેપોને લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા એક તપાસ સમિતિ SITની નિમણૂક કરી હતી. જેમાં DYSP કક્ષાના અધિકારીના નેતૃત્વ હેઠળ મહિલા અધિકારીઓ તેમના નિવાસસ્થાને પહોંચી નિવેદન લીધા બાદ મેડિકલ ચેકઅપ કરવા માટે અમરેલી હોસ્પિટલમાં પાયલ ગોટી તેનો પરિવાર પોલીસ સાથે આવી રહ્યો હતો. પરેશ ધાનાણીએ મેડિકલ ટીમને અટકાવી હતી
આ દરમિયાન વચ્ચે પરેશ ધાનાણી આવતા પાયલ ગોટીએ ફરી ઘરે જવાનું કહેતા પોલીસ પાયલ ગોટીને ઘરે મુકવામાં આવી હતી. આ બાદ ફરીવાર મેડીકલ ટીમ પાયલ ગોટીના નિવાસસ્થાને પહોંચી હતી તેમ છતાં પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપનો ઇનકાર કર્યો હતો. બીજા દિવસે હાઇકોર્ટના એડવોકેટ આનંદ યાજ્ઞિક પહોંચીયા હતા અને પાયલ ગોટી સાથે જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી રજૂઆતો બાદ મીડિયા સમક્ષ એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા એસપી સહિત પોલીસકર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સામાજિક મુદ્દા બાદ કોંગ્રેસે આક્રમણ રીતે મુદ્દો રાજ્યમાં ઉછાળ્યો
અમરેલીમાં પ્રથમ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિત નેતાઓ દ્વારા પાયલ ગોટીને ન્યાય આપવા માટે સરકાર પાસે મંગણીઓ કરી પ્રદશનો કરવામા આવ્યા હતા. આ ઉપરાંત પરેશ ધાનાણી મેદાનમાં આવી પ્રેસ કરી સરકાર સમક્ષ વિવિધ માંગો સાથે ચીમકી ઉચારી 24 કલાકનો સમય આપી 48 કલાક સુધી અમરેલી રાજકમલ ચોકમાં ધરણાં પ્રદશન કરી વિરોધ નોંધાવ્યો હતો, તેમ છતાં કોઈ કાર્યવાહી નહિ કરતા ધરણાં પૂર્ણ કરી સુરત ધરણાં કરવાની જાહેરાત કરી હતી. સુરતમાં ધરણાં કરે તે પહેલાં 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધા
સુરત શહેરમાં કોંગ્રેસ ધરણાં કરવા માટેના કાર્યક્રમની જાહેર કરતા કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને લઇ મંજૂરીઓ નહોતી મળી. જોકે, આ વચ્ચે આગલી રાતે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા 3 પોલીસકર્મચારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યના પોલીસ વડાએ તપાસ SMCને સોંપી
સમગ્ર આક્ષેપો વિવાદો વધતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સમગ્ર તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલના આઈજી નિરલિપ્ત રાયને સોંપવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અમરેલી લેટરકાંડ મુદ્દે હવવા તપાસ કરશે. પાયલ ગોટીનું નિવેદન લઈ શકે છે. ઉપરાંત ફરજ પરના બેદરકારી દાખવનારાની તપાસ કરી શકે છે. હાલ તો સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને તપાસ સોંપ્યા બાદ આક્ષેપ બાજીઓ હાલ પૂરતી બંધ થય છે, પરંતુ અંદરખાને કાનાફુસી ગણગણાટ રાજનેતાઓમાં ચાલી રહ્યો છે. SMC અમરેલી પહોંચે તે પહેલાં કેટલાક નેતાઓની ચિંતા વધી
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજી નિરલિપ્ત રાય અમરેલી તપાસ માટે પહોંચે તે પહેલા કેટલાક ભાજપના જ નેતાઓની ચિંતા અને ગભરાટ વધ્યો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે, બીજી તરફ પાયલ ગોટીની તપાસ બાદ લેટરકાંડ મુદ્દે મુખ્ય આરોપી મનીષ વઘાસીયાની પાછળ કોણ હતું? મૂળ સુધી તપાસ પહોંચે તો કેટલાક રાજકીય કાવતરા કરનારા નેતાઓની મુશ્કેલી વધે તેવી પુરી શકયતા જોવા મળી રહી છે તેવો કાર્યકરોમાં ગણગણાટ ચાલી રહ્યો છે. અમરેલીમા શા માટે વર્ચસ્વની લડાઈ?
અમરેલીમાં વર્ષોથી જૂથવાદ ચાલતો આવે છે. અનેક ચૂંટણીઓમાં જુથવાદના કારણે ભૂતકાળમાં અનેક વખત પાર્ટીને નુકસાન પણ થયા છે. જોકે આ બધા રાજકારણમાં ખેલ પાડવા વાળા દિગજ્જ નેતાઓ જ હોય છે, પરંતુ પડદા પાછળ હોવાને કારણે સીધી રીતે સામે આવી શકતું નથી. પરંતુ હવે ધીરે ધીરે પાર્ટીના પ્રોટોકોલ તોડી સામે આવી રહ્યા છે. 2022ની ચૂંટણીઓ બાદ નવા ચહેરાઓ પ્રતિનિધિત્વ કરવાની શરૂઆત બાદ જૂથવાદ વધ્યો હતો. અંતે 2024 લોકસભા ચૂંટણી સમયે તો ઉમેદવારની જાહેરાત થતા સીનયર નેતાઓ આક્રોશમાં આવી જાહેરમાં ધમાલો મચાવી વિરોધના પોસ્ટરો લગાવી ચુક્યા હતા.