back to top
Homeમનોરંજનએમરાલ્ડો સ્કેમમાં નેહા કક્કડની ધરપકડના સમાચાર અફવા છે:પોલીસ સાથે હાથકડી પહેરીને ચાલતી...

એમરાલ્ડો સ્કેમમાં નેહા કક્કડની ધરપકડના સમાચાર અફવા છે:પોલીસ સાથે હાથકડી પહેરીને ચાલતી જતી સિંગરની તસવીરો AI જનરેટેડ

છેલ્લા કેટલાક કલાકોથી સોશિયલ મીડિયા પર સતત એવા અહેવાલો આવી રહ્યા છે કે પોપ્યુલર સિંગર નેહા કક્કડની ધરપકડ કરવામાં આવી છે. તેની ધરપકડની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. એવા પણ અહેવાલ છે કે સિંગરની એમરાલ્ડો કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પરંતુ વાસ્તવમાં આ તમામ સમાચાર માત્ર અફવા છે. વાયરલ થઈ રહેલી તસવીરો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ના ઉપયોગથી બનાવવામાં આવી છે. તસવીરમાં નેહા કક્કડ હાથકડી પહેરેલી જોવા મળે છે, તે રડતી જોવા મળે છે. આ એક નકલી તસ્વીર છે, જેમાં નેહાના ચહેરાને એક મહિલાના ચહેરામાં મોર્ફ કરવામાં આવ્યો છે. નેહા કક્કરની ધરપકડના સમાચાર એક નકલી વેબસાઈટ પરથી શરૂ થયા હતા. વેબસાઇટના સોશિયલ મીડિયા પેજ પર નકલી સમાચારની લિંક સાથે તેની ધરપકડનો ફોટો પોસ્ટ કરવામાં આવ્યો હતો. એવું પણ લખવામાં આવ્યું હતું કે સિંગરની કારકિર્દી હવે પૂરી થઈ ગઈ છે. નોંધનીય છે કે, નેહા કક્કડ આ દિવસોમાં પોતાના નવા મ્યુઝિક વીડિયોને કારણે ચર્ચામાં છે. તેનું ગીત ‘મૂન કોલિંગ…’ 14 જાન્યુઆરીએ રિલીઝ થયું છે, જેમાં તે ગુર સિંધુ સાથે જોવા મળી રહી છે. નેહા કક્કરે ગઈ કાલે તેના સોશિયલ મીડિયા પેજ દ્વારા ગીત રિલીઝ કરવાની જાહેરાત કરી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે ધરપકડના સમાચાર માત્ર એક પબ્લિસિટી સ્ટંટ છે, કારણ કે આ પહેલા પણ નેહા કક્કડ ઘણી વખત અજીબોગરીબ પબ્લિસિટીના કારણે હેડલાઇન્સમાં આવી ચૂકી છે. વાસ્તવમાં, નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્નના થોડા જ અઠવાડિયા પછી, એવા અહેવાલો આવ્યા હતા કે નેહા કક્કડ ગર્ભવતી છે. આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર બેબી બમ્પ સાથેની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી. જો કે, લાઇમલાઇટમાં આવ્યા પછી, ગાયકે કહ્યું કે તેણે આ આગામી ગીત માટે કર્યું છે. ગીત રિલીઝ થયા બાદ નેહા કક્કડ અને રોહનપ્રીતની ભારે ટીકા થઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments