back to top
Homeગુજરાતઓવરબ્રિજથી 50 ફૂટ નીચે પહેલાં એક્ટિવા, પછી બે યુવક પટકાયા:ચાલકે મોપેડ પરથી...

ઓવરબ્રિજથી 50 ફૂટ નીચે પહેલાં એક્ટિવા, પછી બે યુવક પટકાયા:ચાલકે મોપેડ પરથી કાબૂ ગુમાવ્યો ને ડિવાઈડરે અથડાઈને ફંગોળાયા, પાછળ બેસનારનું મોત ને ચાલક ગંભીર, CCTV

ગઈકાલે મોડીરાતે સુરતના કતારગામ વિસ્તારના ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલા બે યુવકને અકસ્માત નડ્યો હતો. ચાલકે એક્ટિવા પરનો કાબૂ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાયું હતું. ત્યાર બાદ પહેલા એક્ટિવા પડ્યું હતું અને પછી બે યુવક 50 ફૂટ નીચે ખાબક્યા હતા. આ અકસ્માતમાં એક્ટિવાની પાછળ બેઠેલા યુવક સાજિદ હુસૈન સૈયદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ચાલક યુસુફ ઇમરાન શાહની હાલત ગંભીર છે. આ અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે. એક્ટિવાના હેન્ડલનો કાબૂ ગુમાવતાં 50 ફૂટ નીચે પટકાયા
CCTVમાં દેખાતાં દૃશ્યો મુજબ સુરતના કતારગામ દરવાજા વિસ્તારમાં ઓવરબ્રિજ પરથી એક્ટિવા પર બે યુવક પસાર થઈ રહ્યા હતા. એક્ટિવાચાલક ઓવરબ્રિજ પર પૂરઝડપે એક્ટિવા ચલાવી રહ્યો હતો, એના કારણે એકાએક તેણે એક્ટિવાના હેન્ડલ પરનો કાબૂ ગુમાવતાં ડિવાઈડર સાથે અથડાઈને સીધું જ 50 ફૂટ નીચે ઓવરબ્રિજ પર પટકાયું હતું. આ એક્ટિવા સાથે ચાલક અને તેની પાછળ બેઠેલો યુવક પણ ઓવરબ્રિજ નીચે પટકાયા હતા. આ બંને યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી, જોકે એક્ટિવા પાછળ બેસેલા સાજિદ હુસૈન સૈયદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક યુસુફ ઇમરાન શાહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની પણ સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક યુવકને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક રોજગારી મેળવવા માટે 7 દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો
કતારગામ પોલીસે હાલ આ ઘટના અંગે માહિતી મેળવીને આકસ્મિક મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મૃતક કતારગામ વિસ્તારના સાબરીનગરમાં રહેતો હતો અને મૂળ બિહારનો વતની છે. તેના બનેવી સુરતમાં રહેતા હોવાથી અહીં આવ્યો હતો. વતનમાં કામ ન હોવાને કારણે રોજગારી મેળવવા માટે 7 દિવસ પહેલાં જ સુરત આવ્યો હતો. ઇજાગ્રસ્ત ભાઠેના વિસ્તારનો રહેવાસી છે. રાત્રે વેડરોડથી ભાઠેના વિસ્તાર તરફ આવી રહ્યા હતા, એ દરમિયાન આ ઘટના બની છે. ઓવરબ્રિજ પર વાહનચાલકોની સંખ્યા ઓછી હોય છે ત્યારે કેટલાક યુવકો માત્ર ને માત્ર મોજ મસ્તી માટે જ પોતાનું વાહન ઝડપથી હંકારતા હોય છે ત્યારે આ વાહનચાલકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments