મહારાષ્ટ્રના મુંબઈમાં ફરી એકવાર સ્પીડમાં દોડતી કારનો કહેર જોવા મળ્યો. નવી મુંબઈના તલોજા MIDC વિસ્તારમાં મંગળવારે સવારે 9.46 કલાકે એક પુરુષ અને એક મહિલાને કારે ટક્કર મારી હતી. આ ઘટનામાં એક ઘાયલ વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બીજાની હાલત ગંભીર છે. અથડામણની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. તેનો 25 સેકન્ડનો વીડિયો સામે આવ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક મહિલા મોબાઈલ ફોન પર વાત કરતી કરતી ચાલી રહી છે. જેવી તે થોડી આગળ વધે છે, ત્યારે તેની પાસેથી એક યુવક ક્રોસ કરતો જોવા મળે છે. આ દરમિયાન સ્પીડમાં આવતી કારે મહિલા-પુરૂષને ટક્કર મારી દે છે. દુર્ઘટના એટલી ભયાનક હોય છે કે મહિલા અને પુરૂષ અનેક ફૂટ દૂર જઈને પડે છે. કાર આગળ જઈને અન્ય કાર સાથે અથડાય છે અને અટકી જાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે કાર ડ્રાઇવરે ગાડીથી કંટ્રોલ ગુમાવ્યો હોવાના કારણે દુર્ઘટના બની હોવાનું જાણવા મળે છે. જેમાં એકનું મોત થયું છે જ્યારે બીજાની સારવાર ચાલી રહી છે. 3 તસવીરોમાં જાણો દુર્ઘટના… 12 જાન્યુઆરી: મહારાષ્ટ્રના નાશિકમાં 8નાં મોત, 8 ઘાયલ:આઇશરની પાછળ અથડાઇ પીકઅપ; નાસિક-મુંબઈ-આગ્રા હાઈવે પર 4 કિલોમીટર લાંબો જામ મહારાષ્ટ્રના નાશિકમાં રવિવારે સાંજે લગભગ 7 વાગ્યે એક પીકઅપ વાહન લોખંડના સળિયાથી ભરેલા આઇશર વાહન સાથે અથડાયું હતું. આ ઘટનામાં પીકઅપમાં મુસાફરી કરી રહેલા 8 લોકોનાં મોત થયા. જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક છે. તેમને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…