ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય પર એક મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, કોહલીનો સમય હવે પૂરો થઈ ગયો છે. કોહલી તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને તેણે છેલ્લી ટેસ્ટ સિઝનમાં કોઈ યાદગાર પ્રદર્શન કર્યું ન હતું. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરિઝમાં કોહલીએ 190 રન બનાવ્યા હતા. ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન કિંગ કોહલી ટીકાઓનો સામનો કરી રહ્યો છે. તેણે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં પર્થ ટેસ્ટમાં સદી ફટકારી હતી, જ્યારે તેના બેટે 9 ઇનિંગ્સમાં 23ની સરેરાશથી 190 રન બનાવ્યા હતા. 8 વખત કોહલી ઓફ સાઇડ બોલ પર રમવાનો પ્રયાસ કરતી વખતે સ્ટમ્પ પાછળ કેચ આઉટ થયો હતો. આ ખરાબ પ્રદર્શન પછી કોહલીને નિવૃત્તિ લેવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. આ દરમિયાન ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે એક મોટું નિવેદન આપ્યું છે. ડેવિડ લોયડે વિરાટ કોહલીના ભવિષ્ય અંગે મોટું નિવેદન આપ્યું
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ડેવિડ લોયડે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટ ભવિષ્ય પર એક મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, કોહલીનો સમય હવે પૂરો થઈ ગયો છે. કોહલી તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે અને તેણે છેલ્લી ટેસ્ટ સિઝનમાં કોઈ યાદગાર પ્રદર્શન કર્યું ન હતું. પર્થમાં ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટમાં તેણે સદી ફટકારી હોવા છતાં, તે પોતાનું ફોર્મ ચાલુ રાખી શક્યો નહીં. કારણ કે ઓસ્ટ્રેલિયન બોલરોએ તેની ઓફ સ્ટમ્પની બહાર તેની નબળાઈનો ફાયદો ઉઠાવ્યો હતો. ભારતીય ટેસ્ટ ટીમમાં તેના સ્થાન અંગે સવાલો- લોયડ
કોહલીના ખરાબ ફોર્મને કારણે ભારતીય ટેસ્ટ ટીમમાં તેના સ્થાન અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. તાજેતરમાં લોયડે કોહલીના ખરાબ ફોર્મ પર પોતાનો અભિપ્રાય શેર કર્યો છે. ઓફ સ્ટમ્પની બહારની નબળાઈ અંગે તેમણે કહ્યું કે, જ્યારે તે ઈંગ્લેન્ડ આવશે ત્યારે તે નબળાઈ પર ફરી એકવાર હુમલો થશે. તેનું પ્રદર્શન તેને નુકસાન પહોંચાડી શકે- લોયડ
લોયડે ટોકસ્પોર્ટ ક્રિકેટને કહ્યું કે, વિરાટ કોહલી જાણે છે કે તે હવે તેના શ્રેષ્ઠ કરતાં અનેક ગણો આગળ નીકળી ગયો છે અને આ પ્રકારનું પ્રદર્શન તેને ફરીથી નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ આવશે, ત્યારે તમને ખબર હશે કે તેનું લક્ષ્ય ક્યાં હશે. ઑફ સ્ટમ્પની બહાર, અને પછી સ્લિપ્સ પર. 36 વર્ષની ઉંમરે તે જાણે છે કે તેણે શું કરવું જોઈએ. તમારા રિફ્લેક્સ ધીમે ધીમે ઘટવા લાગે છે. પોન્ટિંગે કહ્યું હતું કે, તે થોડો વધુ સમય રમ્યો. પસંદગીકારોએ આ સમજવું જોઈએ. તે આપણા મહાન ખેલાડીઓમાંથી એક છે પણ તેનો સમય હવે પૂરો થઈ ગયો છે. કોચ ગૌતમ ગંભીરનો આ પર મોટો પ્રભાવ રહેશે કારણ કે તે ડ્રેસિંગ રૂમમાં રહ્યા છે. તેઓએ સમય ગુમાવ્યો છે. તેમનો સમય પૂરો થયો. 13 વર્ષ પછી વિરાટ કોહલી રણજી ટ્રોફી રમતા જોવા મળશે
વિરાટ કોહલી છેલ્લે 2012માં રણજી ટ્રોફી રમ્યો હતો. હવે 13 વર્ષ પછી વિરાટ કોહલી રણજી ટ્રોફી રમતો નજરે પડી શકે છે. રણજી ટ્રોફી 2024-25 માટે દિલ્હીની 41 સભ્યોની સંભવિત યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી ટીમ દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, અંતિમ ટીમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો સમાવેશ તેની ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે. દિલ્હીની વર્તમાન ટુર્નામેન્ટમાં બે મેચ બાકી છે. 23 જાન્યુઆરીથી શરૂ થનારા બીજા રાઉન્ડની પહેલી મેચમાં તે સૌરાષ્ટ્ર સામે ટકરાશે. આવી સ્થિતિમાં જો કોહલી રણજી ટ્રોફી રમવાનું નક્કી કરે છે, તો તે ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરિઝ પહેલા સૌરાષ્ટ્ર સામે રમી શકે છે.