કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ગઇકાલે (14 જાન્યુઆરી)એ અમદાવાદમાં ત્રણ જગ્યાએ પતંગ ઉડાડી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જ્યારે ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી. જ્યારે આજે (15 જાન્યુઆરી)એ અમિત શાહ ગાંધીનગર જિલ્લાના વિવિધ સ્થળે વિકાસ કાર્યોનું ખાતમુર્હુત-લોકાર્પણ કરશે. જેમણે સૌપ્રથમ અંબોડમાં 200 કરોડના ખર્ચે બની રહેલા નવીન બેરેજનું ખાતમુર્હુત અને માણસામાં સર્કિટ હાઉસનું લોકાપર્ણ કર્યું છે. હવે તેઓ કલોલ તાલુકાને વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે. અમિત શાહના સંબોધનના મહત્વના મુદ્દા
આજે ગોલથરામાં સગર્ભાબહેનોને લાડુનું વિતરણ અને જો કોઇ બહેનો રહી ગઇ હોય તો મને જાણ કરજો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રની બધીજ સીટો પર કમળ ખીલવવાનું કામ તમે કર્યું છે. આ વિજય યાત્રા ભારતી જનતાના આશીર્વાદ છે. નરેન્દ્રભાઇએ જે કહ્યું તે પૂરુ કર્યું. આજે રામલ્લાને મંદિરમાં બેસાડવાનું કામ નરેન્દ્ર ભાઇએ કર્યું. અગિયારમાં નંબરનું આપણું અર્થતંત્ર પાંચમાં નંબરે પહોંચ્યું. 2027માં આપણે ત્રીજા નંબર પર જવાનું છે પાક્કુ. આ દેશની અંદર આમુલચૂલ પરિવર્તન આપણે કરવાનું છે. આજે કલોલમાં 191 કરોડના વિકાસકામોના ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યા. કલોલમાં ડોળું પાણી આવે કે કોલેરા ફાટી નીકળે તો 24 કલાકમાં અહીં આવી સમસ્યાનું સમાધાન કરવાનો હર્ષભાઇનો રેકોર્ડ છે. અમિત શાહે કલોલના ગોલથરામાં સરકારી યોજનાઓના કેમ્પની મુલાકાત લીધી હતી અને સગર્ભાબહેનોને લાડુનું વિતરણ કર્યું. જે બાદ તેઓ નારદીપુરમાં 15 કરોડના ખર્ચે નવનિર્મિત રામજી મંદિરના દર્શન કરી આરતી પૂજા કરી હતી તેમજ ગામમાં ચાલતી ભજન મંડળોને ભજન કીર્તન માટે કીટ વિતરણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો નહીં આવી શક્યો પણ આજે ખાસ દર્શન કરવા આવ્યો છું. માણસામાં સર્કિટ હાઉસનું લોકાપર્ણ કર્યું
અમિત શાહ આજે કલોલ અને સાણંદ તાલુકાના સમાવિષ્ટ સાત જેટલા વિવિધ કાર્યક્રમો તેમજ વિકાસના કામોમાં હાજરી આપશે. પ્રથમ માણસા ખાતે આકાર પામેલા નવા સર્કિટ હાઉસની ભેટ આપી છે તેમજ 200 કરોડના ખર્ચે બનેલા નવીન બેરેકના ખાતમુહૂર્ત કર્યું છે. અમિત શાહ હવે કલોલ તાલુકાના ગોલથરા ગામ ખાતે સરકારી યોજના લાભાર્થી કેમ્પની મુલાકાત તેમજ સગર્ભા મહિલાઓને પૌષ્ટિક લાડુનું વિતરણ કરશે. ગુજરાતની પ્રથમ બોન બેંકનું લોકાર્પણ કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી કલોલ તાલુકામાં નારદીપુર ગામ ખાતે રામજી મંદિર ખાતે દર્શન કરશે અને ગામની ભજન મંડળી સાથે મંડળીના સાધનો વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. કલોલના બોરીસણા ગામ ખાતે કલોલ-સાણંદ 2 લેનને 4 લેન કરવામાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. કલોલ તાલુકાના વખારિયા કેમ્પસ ખાતે કલોલ તાલુકા કેળવણી મંડળ દ્વારા નવનિર્મિત ઓડિટોરિયમના લોકાર્પણ અને વિકાસલક્ષી ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. કલોલ તાલુકામાં સહીજ ગામ ખાતે અમદાવાદ-મહેસાણા હાઇવે તેમજ સહીજ ગામને જોડતા રેલવે અંડર બ્રિજને પ્રજાજનોને ભેટ આપશે. તેમજ ગામમાં આવેલા પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન-પૂજન કરશે. અમદાવાદના બોપલ ખાતે આવેલી સેલ્બી હોસ્પિટલ દ્વારા નિર્મિત દેશની સૌથી મોટી અને ગુજરાતની પ્રથમ બોન બેંકનું લોકાર્પણ કરશે. આવતીકાલે મોદીની ‘પ્રેરણા’ સ્કૂલનું લોકાર્પણ કરશે
અમિત શાહ આવતીકાલે (16 જાન્યુઆરી)એ આઠ જેટલા વિવિધ કાર્યક્રમોમાં હાજર રહેશે. પ્રથમ મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર ખાતેના મ્યુઝિકલ મ્યુઝિયમની કામગીરી સમીક્ષા કરશે. વડનગર ખાતે પુરાતત્વ પ્રાયોગિક સંગ્રહાલયનું લોકાર્પણ અને અંબા ઘાટની મુલાકાત લેશે. વડનગર ખાતેના ‘પ્રેરણા સંકુલ’ ખાતેના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. વડનગર ખાતેના રમતગમત સંકુલનું ઉદઘાટન પ્રસંગમાં હાજરી આપશે તેમજ વડનગર ખાતે જાહેર સભાને સંબોધન કરશે. ઉત્તરાયણના દિવસે શાહે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી
ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવેલા શાહે (14 જાન્યુઆરી)એ મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન એપાર્ટેન્ટના ધાબા પર મુખ્યમંત્રી અને ભાજપના કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી. શાહે પતંગ ચગાવ્યો હતો જ્યારે પત્નીએ ફીરકી પકડી હતી. શાંતિનિકેતન એપાર્ટમેન્ટમાં પતંગ ચગાવતા પહેલાં અમિત શાહનું અને મુખ્યમંત્રીનું સ્થાનિકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. અમિત શાહે સ્થાનિક લોકો અને બાળકો સાથે મુલાકાત કરી ઉત્તરાયણના પર્વની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ ઘાટલોડિયામાં બનનારી રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જગન્નાથ મંદિરે દર્શન અને આરતી બાદ ગૌમાતાની પૂજા કરી હતી.સવારે પતંગો ચગાવ્યા બાદ બપોર બાદ પણ શાહ ન્યૂ રાણીપ વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી હતી.ત્યારબાદ સાબરમતી વિસ્તારમાં પણ કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અહીં ચીકી અને બોરની પણ જયાફત માણી હતી. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો..