વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને ત્રણ યુદ્ધ જહાજો INS સુરત (ડિસ્ટ્રોયર), INS નીલગીરી (સ્ટીલ્થ ફ્રિગેટ) અને INS વાઘશીર (સબમરીન) સમર્પિત કર્યા. આ ત્રણ અતિ આધુનિક યુદ્ધ જહાજોથી ભારતીય નૌકાદળની તાકાત વધુ વધશે. મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડમાં નેવી અધિકારીઓને મળ્યા અને યુદ્ધ જહાજ વિશે વાત કરી હતી. યુદ્ધ જહાજના કમિશનિંગની 3 તસવીરો… પીએમ મોદીએ કહ્યું- આપણી આત્મનિર્ભરતા વધુ મજબૂત થશે પીએમ મોદીએ મંગળવારે X પોસ્ટમાં કહ્યું, ’15 જાન્યુઆરી આપણી નૌકાદળ ક્ષમતાઓ માટે ખાસ દિવસ છે. ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળના યુદ્ધ જહાજોને સામેલ કરવાથી સંરક્ષણ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવાના અમારા પ્રયત્નોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની અમારી શોધને વધુ બળ મળશે.” INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીરની 3 તસવીરો… INS નીલગિરી (સ્ટીલ્થ ફ્રિગેટ) INS સુરત (ડિસ્ટ્રોયર) INS વાઘશીર (સબમરીન)