ઉત્તરાયણના બે દિવસમાં વન વિભાગ અમારી હોસ્પિટલમાં 100થી વધુ ઘાયલ પક્ષી લાવ્યા હતા. આ પૈકી બે કબૂતરની પાંખો બચાવવી મુશ્કેલ હતી અને બે કબૂતરને બચાવી શકાયા ન હતા. દરમિયાન અભ્યાસમાં એવું આવ્યું હતું કે, જો વધુ પડતું લોહી વહી ગયું ન હોય અને ઈજા થયાની 30 મિનિટમાં ઓપરેશન કરાય તો કબૂતરનાં અંગોનું સફળ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે, જેથી અમે બે મૃત કબૂતરોની પાંખો લઈને તરત જ ઘાયલ કબૂતરોમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. હાલમાં બંને કબૂતરો પાંખ ફફડાવતા થઈ ગયાં છે. તેમની પાંખોમાં હાડકાનો બોલ સારી સ્થિતિમાં હતો, જેથી તરત જ સર્જરી કરી હતી. પક્ષીઓમાં બ્લડગ્રુપ મેચ કરવાની જરૂર હોતી નથી. બ્લડ લોસ ઓછો હોવાથી તેમજ હાડકાનો બોલ બચી ગયો હોવાથી ટ્રાન્સપ્લાન્ટ શક્ય બન્યું દક્ષિણ ગુજરાતની પહેલી ઘટના સુરત અંગદાન માટે દેશભરમાં પ્રખ્યાત છે, જેમાં દેશ-વિદેશમાં અનેકને નવાં જીવન મળ્યાં છે. સામાન્ય રીતે વ્યક્તિના અંગદાનની ઘટનાઓ જોવા મળતી હોય છે, પરંતુ સુરતમાં પક્ષીઓનાં અંગદાનની ઘટના પહેલીવાર બની છે. મૃત પક્ષીઓના કારણે ઘાયલ પક્ષીઓને નવી ઉડાન મળી છે. ઉતરાયણમાં પતંગના ધારદાર દોરાના કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થયાં હતાં અને કેટલાક મૃત્યુ પણ પામ્યાં હતાં, પાલની બર્ડ્સ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.