‘શાળાનો કોઇપણ કાર્યક્રમ હોય પણ એ હંમેશાં તેમાં ભાગ લેવા તત્પર રહેતો, કંઇ ન સમજાય તો વિના સંકોચે પૂછી લેવાનું, વિચારો ન મળે તો ચર્ચા પણ કરવાની…’ આ શબ્દો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરમાં શિક્ષણ આપનાર શિક્ષકા હીરાબેન મોદીના. હીરાબેને નરેન્દ્ર મોદીને બાળપણમાં તેમના જીવનનું ઘડતર કર્યું અને આજે જ્યારે એ વિદ્યાર્થી દેશના વડાપ્રધાન છે. ત્યારે બન્ને શિક્ષક ગૌરવની લાગણી અનુભવી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરની મુલાકાતે આવશે. જ્યાં તેઓ જે સ્કૂલમાં નરેન્દ્ર મોદીએ અભ્યાસ કર્યો હતો તે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદી એક વિદ્યાર્થી તરીકે કેવા હતા અને તેમની સાથેના સંસ્મરણો વડાપ્રધાનના શિક્ષકાએ ત્રણ વર્ષ પહેલાં દિવ્યભાસ્કર સાથે વાગોળ્યા હતા. નરેન્દ્ર મોદી હંમેશાં કહેતા કે મારું નામ નહીં હોય તો પણ હું સ્પર્ધામાં ભાગ લઇશ, જોગીદાસ ખુમાણના પાત્ર માટે હરહંમેશ તેને જ યાદ કરવામાં આવતા હતા. મોદી બાળપણમાં પણ સમયના પાક્કા હતાઃ શિક્ષિકા
હીરાબેન મોદી વડનગર ખાતે રહેતા અને પીએમ મોદીને બાળપણમાં પ્રાથમિક શિક્ષણનું જ્ઞાન આપનાર 85 વર્ષીય શિક્ષિકા હીરાબેન મૂળચંદદાસ મોદીની દિવ્ય ભાસ્કરે મુલાકાત કરી હતી. એ દરમિયાન તેઓ નરેન્દ્ર મોદી વિશેની કેટલીક રસપ્રદ વાતો અમને જણાવી હતી. પીએમ મોદીને ધો.4માં અભ્યાસ કરાવનાર હીરાબેને જણાવ્યું હતું કે, વડનગર કુમાર શાળામાં ધોરણ ચારમાં મોદી મારી પાસે ભણ્યા હતા. જોકે જે સમયે મને નોકરી મળી એ સમયે મે મોદીને ભણાવ્યા છે. મોદીએ સમયગાળા દરમિયાન પ્રાથમિક શિક્ષણમાં ભણવામાં સારા હતા. જેમ નાના બાળકો નાનપણમાં કેવા મસ્તીખોર હોય તેમ એ પણ મસ્તીખોર હતા પણ સમયસર શાળાએ આવતા હતા. મોદી પરિવાર સાથે પહેલાંથી જ સારા સંબંધ
નરેન્દ્ર મોદીના શિક્ષિકા હીરાબેને જણાવ્યું હતું કે મારું ઘર મોદીના ઘર સામે જ હતું. અમે પાડોશી હતા. એ સમયગાળા દરમિયાન અમારા અને મોદીની માતાના સંબંધો ખૂબ સારા હતા. મોદી ધોરણ ચારમાં સમયસર શાળાએ આવતા. હાલમાં PM મોદી દેશના વડાપ્રધાન છે. તો અમે ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. મહાદેવની આરતીનો સ્પર્શ હાથમાં લઇ માતા-પિતાના ચહેરા પર ફેરવતા ‘
હીરાબેને જણાવ્યું હતું કે, મોદી નાનપણમાં શાળા છૂટ્યા બાદ ઘરે આવીને નજીકમાં આવેલા મહાદેવ મંદિરે સાંજે આરતીમાં ભાગ લેતા હતા. ત્યારે આરતીને સ્પર્શ કરીને દોડીને સીધા ઘરે જતા હતા અને માતા-પિતાના ચહેરા પર હાથ ફેરવીને આરતીનો ગરમાવો તેમને આપતા હતા, આજે પણ મને એ પળ યાદ છે.