ભારત અંતરિક્ષમાં બે અવકાશયાનને સફળતાપૂર્વક ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો છે. આ પહેલાં માત્ર રશિયા, અમેરિકા અને ચીન જ આ કરવામાં સફળ રહ્યા છે. ઈસરોએ કહ્યું કે ડોકિંગ પ્રયોગ 16 જાન્યુઆરીની સવારે પૂર્ણ થયો હતો. આ મિશનની સફળતા પર ચંદ્રયાન-4, ગગનયાન અને ભારતીય સ્પેસ સ્ટેશન જેવા મિશન નિર્ભર હતા. ચંદ્રયાન-4 મિશનમાં ચંદ્રની માટીના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. તો ગગનયાન મિશનમાં મનુષ્યને અવકાશમાં મોકલવામાં આવશે. ઈસરોએ 30 ડિસેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 10 વાગ્યે સ્પેસ ડોકિંગ પ્રયોગ મિશન લોન્ચ કર્યું હતું. આ અંતર્ગત PSLV-C60 રોકેટ વડે બે અવકાશયાન પૃથ્વીથી 470 કિમી ઉપર તહેનાત કરવામાં આવ્યાં હતાં. 7 જાન્યુઆરી, 2025એ આ મિશનમાં બે અવકાશયાનને કેનેક્ટ કરવાનાં હતાં, પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 9 જાન્યુઆરીએ ડોક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્પેસક્રાફ્ટને 3 મીટરની નજીક લાવ્યા બાદ ટેક્નિકલ સમસ્યાઓના કારણે ડોકિંગ થઈ શક્યું ન હતું. સમાચારમાં આગળ વધતાં પહેલાં મિશનની 4 તસવીર… સફળ ડોકિંગ પછી ઈસરોએ કહ્યું- અવકાશયાન ડોકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું! એક ઐતિહાસિક ક્ષણ. ચાલો ડોકિંગ પ્રક્રિયા જાણીએ: અવકાશયાનો વચ્ચેનું અંતર 15 મીટરથી ઘટાડીને 3 મીટર કરવામાં આવ્યું. ડોકિંગ ચોકસાઈ સાથે શરૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે અવકાશયાનને સફળતાપૂર્વક કેપ્ચર કરવામાં આવ્યું હતું. ડોકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું. ભારત સફળ સ્પેસ ડોકિંગ હાંસલ કરનાર ચોથો દેશ બન્યો. આખી ટીમને અભિનંદન! ભારતને અભિનંદન! ડોકિંગ પછી, સિંગલ ઓબ્જેક્ટના રૂપમાં બે અવકાશયાનોનો કંટ્રોલ સક્સેસફુલ રહ્યો. આગામી દિવસોમાં અનડોકિંગ અને પાવર ટ્રાન્સફર ચેક કરવામાં આવશે. સ્પેડેક્સ મિશનનો ઉદ્દેશ શું હતો: ડોકિંગ અને અનડોકિંગ ટેક્નોલોજી વિશ્વને બતાવવા સ્પેડેક્સ મિશન પ્રક્રિયા: જાણો કેવી રીતે નજીક આવ્યાં બે અવકાશયાન 30 ડિસેમ્બરે PSLV-C60 રોકેટ દ્વારા 470 કિમીની ઊંચાઈએ બે નાનાં અવકાશયાન ટાર્ગેટ અને ચેઝરને અલગ-અલગ ભ્રમણકક્ષામાં લોંચ કરવામાં આવ્યા હતા. ડિપ્લોયમેન્ટ પછી, બંને અવકાશયાનની ગતિ લગભગ 28,800 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ. આ સ્પીડ બુલેટની સ્પીડ કરતાં 10 ગણી વધારે હતી. બે અવકાશયાન વચ્ચે કોઈ સીધું કોમ્યુનિકેશન લિંક કરાયું નહોતું. તેને જમીન પરથી ગાઇડ કરાયું હતું. બંને અવકાશયાન એકબીજાની નજીક લાવવામાં આવ્યાં હતાં. 5 કિમીથી 0.25 કિમી સુધીનું અંતર ઘટાડવા માટે લેઝર રેંજ ફાઇન્ડરનો ઉપયોગ કરાયો હતો. 300 મીટરથી 1 મીટરની રેન્જ માટે ડોકિંગ કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે વિઝ્યુઅલ કેમેરા 1 મીટરથી 0 મીટરના અંતરે ઉપયોગમાં લેવાયા હતા. સફળ ડોકિંગ પછી, બે અવકાશયાન વચ્ચે ઇલેક્ટ્રિકલ પાવર ટ્રાન્સફર હવે આગામી દિવસોમાં દર્શાવવામાં આવશે. ત્યારપછી અવકાશયાનનું અનડોકિંગ થશે અને તે બંને પોતપોતાના પેલોડ્સનું સંચાલન શરૂ કરશે. આનાથી લગભગ બે વર્ષ સુધી વેલ્યુએલ ડેટા મળતો રહેશે. મિશન શા માટે જરૂરી: ચંદ્રયાન-4 જેવા મિશનની સફળતા આના પર નિર્ભર ભારતે તેની ડોકિંગ મિકેનિઝમ પર પેટન્ટ લીધી
આ ડોકિંગ મિકેનિઝમને ‘ઇન્ડિયન ડોકિંગ સિસ્ટમ’ નામ આપવામાં આવ્યું છે. ઈસરોએ આ ડોકિંગ સિસ્ટમની પેટન્ટ પણ લીધી છે. ભારતે તેની પોતાની ડોકિંગ મિકેનિઝમ વિકસાવવી પડી, કારણ કે કોઈપણ અવકાશ એજન્સી આ અત્યંત જટિલ પ્રક્રિયાની વિગતો શેર કરતી નથી. પ્રયોગ માટે મિશનમાં 24 પેલોડ પણ મોકલવામાં આવ્યાં હતાં
માઇક્રોગ્રેવિટીમાં પ્રયોગો માટે આ મિશનમાં 24 પેલોડ પણ મોકલવામાં આવ્યાં છે. આ પેલોડ્સ POEM (પીએસએલવી ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ) તરીકે ઓળખાતા PSLV રોકેટના ચોથા તબક્કામાં હતા. 14 પેલોડ્સ ISROના છે અને 10 પેલોડ બિન-સરકારી સંસ્થા (NGE)નાં છે. અમેરિકાએ 16 માર્ચ, 1966એ પ્રથમ વખત ડોક કર્યું હતું