back to top
Homeગુજરાતઆજથી જેતલપુર અને લાલબાગ બ્રિજ એક મહિનો બંધ:દોઢ લાખ વાહનચાલકને અલકાપુરી ગરનાળાથી...

આજથી જેતલપુર અને લાલબાગ બ્રિજ એક મહિનો બંધ:દોઢ લાખ વાહનચાલકને અલકાપુરી ગરનાળાથી 2.3 કિમી-અકોટા બ્રિજથી 5.2 કિમીનો ફેરો પડશે

પાલિકા દ્વારા શહેરના બ્રિજ પર 32 કરોડના ખર્ચે રિસર્ફેસિંગ કરવા કરાઈ રહ્યું છે. જેતલપુર બ્રિજ અને લાલબાગ બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરીને પગલે 1 મહિના સુધી બંધ કરાશે. જેતલપુર બ્રિજ બંધ કરાતાં રોજ 1.50 લાખ વાહન ચાલકોને અલકાપુરી ગરનાળાથી 2.3 કિમી અને અકોટા-દાંડિયાબજાર બ્રિજથી જતા વાહનચાલકોને 5.2 કિમીનો ફેરો કરવો પડશે. પોલીસે બ્રિજ બંધ રહેવા અંગે જાહેરનામું બહાર પાડી વૈકલ્પિક રૂટ જાહેર કર્યા છે. શહેરમાં આવેલા ફ્લાય ઓવર અને રેલવે ઓવર બ્રિજ પર ડામરના થરને ઉખાડવા સાથે રિસર્ફેસિંગ કરવાનું કામ સ્થાયીએ મંજૂર કરતાં વિવિધ બ્રિજ પર કામગીરી કરાઈ રહી છે. જેમાં શુક્રવારથી જેતલપુર અને લાલબાગ બ્રિજના બંને એપ્રોચ પર રિસર્ફેસિંગ કરાશે. જેને કારણે 1 મહિના સુધી બંને બ્રિજને વાહનો માટે બંધ કરાયા છે. જેતલપુર બ્રિજ પર આરસીસી બેઝ હોવાથી આખા બ્રિજ પર ડામર પાથરાશે. જેથી બ્રિજ બંધ કરાતાં રોજના 1.50 લાખથી વધુ વાહનચાલકોને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો પડશે. બ્રિજ બંધ થતાં જેતલપુર અન્ડરપાસ અને અલકાપુરી ગરનાળાનો વાહનચાલકો ઉપયોગ કરી શકે છે. જોકે વાહનચાલકો દાંડિયાબજાર-અકોટા બ્રિજનો ઉપયોગ કરશે તો 5.2 કિમી અને અલકાપુરી ગરનાળાથી જતા વાહનચાલકોને 2.3 કિમીનો ફેરો પડશે. બીજી તરફ અવધૂત ફાટકથી લાલબાગ બ્રિજ ઉપર અને લાલબાગ બ્રિજ પર ટી પોઇન્ટથી પ્રતાપનગર તરફ જઈ નહીં શકાય. પ્રતાપનગર જવા માટે મોતીબાગથી લાલબાગ બ્રિજ ઉપર થઈને શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તાથી નીચે તરફ જઈ શકાશે
લાલબાગ બ્રિજના અવધૂત ફાટક તરફના અને પ્રતાપનગર તરફના બંને એપ્રોચ બંધ હોવાથી પ્રતાપનગર જવા મોતીબાગથી લાલબાગ બ્રિજ પર થઈ શ્રેયસ સ્કૂલ ત્રણ રસ્તાથી નીચે તરફ જઈ શકાશે. વાહનચાલકો અવધૂત ફાટક લાલબાગ બ્રિજ નીચે થઈ મોતીબાગ તરફ જઈ શકશે. તદુપરાંત અવધૂત ફાટકથી માંજલપુર સ્મશાન, માંજલપુર ગામ તુલસીધામ ચાર રસ્તા તરફ વાહન ચાલકો જઈ શકશે. પહેલા તબક્કામાં નવાયાર્ડ સહિતના બ્રિજનું કામ કરાયું
પાલિકા દ્વારા વિવિધ બ્રિજ પર રિસર્ફેસિંગ કરાય છે. 12 બ્રિજ પૈકી સોમા તળાવ બ્રિજનું રિસર્ફેસિંગ 20મીએ પૂર્ણ થશે. ત્યારબાદ લાલબાગ, જેતલપુર સહિત અન્ય બ્રિજ પર ડામર પાથરાશે. પહેલા તબક્કામાં વડસર બ્રિજ, નવાયાર્ડ બ્રિજ અને લાલબાગ બ્રિજ પર કાશીવિશ્વનાથ મંદિરથી માંજલપુર નાકા તરફના ભાગ પર ડામર પાથર્યો હતો. સોમા તળાવ બ્રિજ પર રિસર્ફેસિંગનું કામ 20મીએ પૂર્ણ થશે
સોમા તળાવથી તરસાલી તરફના બ્રિજ પર રિસર્ફેસિંગની કામગીરી 20 તારીખે પૂર્ણ થશે. બીજી તરફ સમા તળાવ ખાતે નવા ફ્લાય ઓવરની કામગીરીને કારણે શહેર પોલીસે 2 મહિના પહેલાં નો એન્ટ્રી અને વૈકલ્પિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. 21 નવેમ્બરથી પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ તમામ પ્રકારનાં ભારદારી વાહનો, એસટી બસ, વિટકોસ બસો દુમાડ બ્રિજ નીચેથી ગોલ્ડન બ્રિજ થઇ, હરણી રોડ, ગદા સર્કલ, હરણી જૂના જકાતનાકા સર્કલ, માણેકપાર્ક સર્કલ, અમિતનગર બ્રિજ થઈ જવાનું હોય છે, પરત જતી વખતે તે જ રૂટ પર અવર-જવર કરશે. દુમાડ બ્રિજથી સમા કેનાલ ત્રણ રસ્તા થઇ, એબેકસ સર્કલ થઇ અમિતનગર બ્રિજ નીચે અવર-જવર કરતાં ફક્ત GSRTCનાં વાહનો માટે પ્રતિબંધિત રસ્તાઓ જાહેર કરાયા છે. જાહેરનામાની વિગત
(1) જેતલપુર બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકાર વાહનો માટે
પ્રતિબંધિત રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા (2) લાલબાગ બ્રિજ ઉપરથી અવર-જવર કરતાં તમામ પ્રકાર વાહનો માટે
પ્રતિબંધિત રસ્તો વૈકલ્પિક વ્યવસ્થા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments