back to top
Homeદુનિયાદાવો- મસ્કે ઈરાનની જેલમાંથી ઈટાલિયન પત્રકારને છોડાવી:કાયદાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી...

દાવો- મસ્કે ઈરાનની જેલમાંથી ઈટાલિયન પત્રકારને છોડાવી:કાયદાના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી; ઈટાલીએ ઈરાનના કેદીને પણ મુક્ત કર્યો

ઈરાને ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈરાનના કાયદાનો ભંગ કરવાના આરોપમાં ઈટાલીની પત્રકાર સેસિલિયા સાલાની ધરપકડ કરી હતી. ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, ટેસ્લાના માલિક ઈલોન મસ્કની મદદથી સેસિલિયાને ઈરાનની જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. સેસિલિયાની આઝાદીના બદલામાં, ઈટાલીએ ઈરાની ઈજનેર મોહમ્મદ અબેદીની નજફાબાદીને મુક્ત કર્યો છે. અબેદીની પર ઈરાન સમર્થિત વિદ્રોહી સંગઠનોને ડ્રોન ટેક્નોલોજી આપવાનો આરોપ છે. રિપોર્ટ અનુસાર, સેસિલિયા સાલાની ધરપકડ બાદ તેના બોયફ્રેન્ડ ડેનિયલ રેનેરીએ મદદ માટે એલોન મસ્કનો સંપર્ક કર્યો હતો. આ પછી, મસ્કે બંને દેશો વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવી અને કેદીઓની અદલાબદલી માટે ડીલને અંતિમ સ્વરૂપ આપ્યું. જો કે, આ ડીલમાં મસ્કની સીધી ભાગીદારીની વિગતો હજુ સુધી સામે આવી નથી. પત્રકારની મુક્તિના 4 દિવસ પછી ઇટાલીએ ઇરાનના કેદીને મુક્ત કર્યો 19 ડિસેમ્બર 2024 ના રોજ અટકાયતમાં લેવામાં આવેલ, સીસિલિયા 8 જાન્યુઆરી 2025ના રોજ ઇટાલી પરત ફરી. સાલાની મુક્તિ પછી, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મિલોનીએ X- પર લખ્યું હું દરેક વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમણે સેસિલિયાની મુક્તિને શક્ય બનાવવામાં યોગદાન આપ્યું છે. ઇટાલિયન પત્રકારની મુક્તિના ચાર દિવસ પછી, ઇરાની એન્જિનિયરને મુક્ત કરવામાં આવ્યો. ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ડીલ ઈટાલી અને ઈરાન વચ્ચેના પરસ્પર સહયોગના કારણે પૂર્ણ થઈ છે. દાવો- મસ્ક પહેલા પણ ઈરાન સાથે વાત કરી ચૂક્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી, વિશ્વભરમાં ડિપ્લોમેસી ક્ષેત્રે ઈલોન મસ્કનું કદ ઝડપથી વધ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્ક અગાઉ ઈરાન સાથે બેકડોરથી વાત કરી ચૂક્યા છે. 2024માં, તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાની ડિપેલોમેટ સાથે ગુપ્ત બેઠક કરી હતી. જો કે, બાઈડન સરકારના એક અધિકારીનું કહેવું છે કે આ મામલે યુએસ સરકાર પાસે કોઈ સલાહ લેવામાં આવી ન હતી અને ન તો બંધકોની મુક્તિ પહેલા કોઈ માહિતી આપવામાં આવી હતી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું કે શરૂઆતથી અંત સુધી આ ડીલનો દરેક નિર્ણય માત્ર ઈટાલી દ્વારા લેવામાં આવ્યો હતો. ટ્રમ્પ સરકારમાં મોટી જવાબદારી મળી
ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. મસ્ક ટ્રમ્પ સરકારમાં વિવેક રામાસ્વામીની સાથે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિએંસી (DoGE)ની જવાબદારી સંભાળશે. આ વિભાગ દેશમાં અમલદારશાહીને મર્યાદિત કરવા, ખોટા ખર્ચમાં કાપ મૂકવા, બિનજરૂરી નિયમોને દૂર કરવા સાથે સરકારને બહારથી સલાહ આપશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments