back to top
Homeમનોરંજનસૈફ અલી ખાનની આલીશાન લાઇફ સ્ટાઇલ:એમ જ નથી કહેવાતા છોટે નવાબ, નેટવર્થ...

સૈફ અલી ખાનની આલીશાન લાઇફ સ્ટાઇલ:એમ જ નથી કહેવાતા છોટે નવાબ, નેટવર્થ સાંભળી ઉડી જશે હોંશ; કાર-વોચ કલેક્શન તો જોતા જ રહી જશો

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા હતા. સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. હાલ તેઓ ખતરાથી બહાર છે. અચાનક થયેલા આ હુમલાથી છોટે નવાબ ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. સૈફ અલી ખાન એક એક્ટર હોવાની સાથે-સાથે પટૌડી પરિવારના 10માં નવાબ પણ છે. તો આવો જાણીએ ​​​​​​સૈફ અલી ખાનની આલિશાન લાઇફસ્ટાઇલ વિશે… સૈફ અલી ખાનની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયાની આસપાસ સૈફ અલી ખાનની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયાની આસપાસ છે. સૈફ પાસે ઘણા આલીશાન બંગલા છે. તેમની પાસે ગુરુગ્રામમાં પટૌડી પેલેસ અને બાંદ્રામાં બે આલીશાન મકાન છે. હરિયાણાના ગુરુગ્રામમાં બનેલો તેમનો પૂર્વજોનો પટૌડી પેલેસ સૌથી ખાસ છે. પટૌડી પેલેસની કિંમત અંદાજે 800 કરોડ રૂપિયા છે. જેમાં રાજાશાહીની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમની સંપત્તિમાં 70%નો વધારો થયો છે. સૈફે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના પિતાના મૃત્યુ બાદ પટૌડી પેલેસ નીમરાના હોટેલ્સને લીઝ પર આપવામાં આવ્યો હતો. આ મહેલ 2014 સુધી લક્ઝરી પ્રોપર્ટી તરીકે કાર્યરત હતો. જે બાદ સૈફે 800 કરોડ રૂપિયા આપીને પેલેસ પાછો લીધો હતો. પટૌડી પેલેસ સિવાય સૈફ પાસે મુંબઈના બાંદ્રામાં બે લક્ઝરી એપાર્ટમેન્ટ છે. બાંદ્રામાં લક્ઝરી એપાર્ટમેન્ટ
સૈફ અને કરીના તેમના બે પુત્રો સાથે મુંબઈના બાંદ્રા સ્થિત સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં રહે છે. ચાર માળના આ એપાર્ટમેન્ટના દરેક ફ્લોર પર ત્રણ બેડરૂમ અને એક લક્ઝુરિયસ હોલ છે. સૈફની ફ્રેન્ડ અને ફેમસ ઈન્ટિરિયર ડિઝાઈનર દર્શિની શાહે તેને ડિઝાઈન કર્યો છે. જૂના ઘરની જેમ સૈફના નવા ઘરમાં પણ લાઇબ્રેરી, આર્ટ વર્ક, સુંદર ટેરેસ અને સ્વિમિંગ પૂલ છે. રોયલ લુક આપવા માટે આ એપાર્ટમેન્ટને વ્હાઇટ અને બ્રાઉન કલરમાં સજાવવામાં આવ્યું છે. બાળકો માટે નર્સરી અને થિયેટર સ્પેસ પણ છે. જ્યાં 11 વર્ષથી રહેતા હતા તે ઘર ભાડે આપ્યું
કરીના સાથે લગ્ન કર્યા બાદ સૈફ બાંદ્રાના ફોર્ચ્યુન હાઇટ્સમાં રહેતો હતો. બંને આ ઘરમાં લગભગ 11 વર્ષ રહ્યા, પરંતુ તેમના બીજા પુત્ર જેહના જન્મ પહેલાં જ ફોર્ચ્યુન હાઇટ્સથી નવા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ ગયા. જે બાદ તેમણે પોતાનું ઘર ભાડે આપી દીધું. 1500 ચોરસ ફૂટનું આ એપાર્ટમેન્ટ 3.5 લાખ રૂપિયાના માસિક ભાડા પર 15 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ સાથે ઉપલબ્ધ છે. 2013માં આ ઘરની કિંમત અંદાજે 50 કરોડ રૂપિયા હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં 33 કરોડનું ઘર
સૈફનું સ્વિટ્ઝરલેન્ડમાં પણ એક ઘર છે, જે વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક છે. આ વૈભવી ઘર ઊંચી બરફથી ઢંકાયેલી ટેકરીઓ અને લીલાછમ મેદાનો વચ્ચે સ્વર્ગનો અહેસાસ કરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘરની કિંમત 33 કરોડ રૂપિયા છે. દિવસમાં ત્રણ વખત ઘડિયાળ બદલે છે
સૈફને બાળપણથી જ ઘડિયાળનો શોખ છે. તેમની પ્રથમ ઘડિયાળ તેમને તેમના પિતા મન્સૂર અલી ખાને આપી હતી. સૈફને ઘડિયાળોનો એટલો શોખ છે કે દરેક પ્રોજેક્ટ પહેલા તે એવી ઘડિયાળ ખરીદે છે જે ફિલ્મ અને પાત્ર પ્રમાણે હોય. સૈફે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું જ્યારે ઘરે હોવ છું ત્યારે દિવસમાં ત્રણવાર ઘડિયાળ બદલું છું. સૈફને ડાયમંડ ખૂબ પસંદ છે. સગાઈ પર કરીનાને 5 કેરેટ પ્લેટિનમ બેન્ડ ડાયમંડ રિંગ ભેટમાં આપી હતી. જેની કિંમત 75 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. માલદીવ્સમાં એક રાત્રનાં રોકાણ માટે 18 લાખ રૂપિયા ખર્ચે છે
સૈફ દર વર્ષે પરિવાર સાથે રજાઓ માણવા જાય છે. 2022માં તે કરીના અને બાળકો સાથે માલદીવ્સ ગયો હતો. સૈફ અહીં સોનેવા ફુશી નામના વિલામાં રોકાયો હતો. આ ફાઈવ સ્ટાર વિલામાં એક રાત વિતાવવા માટે તેને અંદાજે 18 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. આ સિવાય સૈફ તેના પરિવાર સાથે યુરોપમાં પણ વેકેશન કરવા જાય છે. જુલાઈ 2023માં પત્ની કરીના અને બાળકો સાથે ઈટાલી ગયો હતો. કરીનાએ તેના વિદેશી મિત્રો સાથે લંચ કરતી વખતે એક તસવીર પણ શેર કરી હતી. સૈફે અહીં એક દિવસ રહેવા માટે બે લાખ રૂપિયા ખર્ચ્યા હતા. હાલમાં જ તે પરિવાર સાથે સમર વેકેશન માટે ગ્રીસ ગયો હતો. સૈફ અલી ખાનની પહેલી પસંદ Audi R8 છે, કિંમત – 2.37 કરોડ
સૈફ અલી ખાન લક્ઝરી અને ફાસ્ટ કારનો શોખીન છે. તેના ગેરેજમાં ઘણી અદ્ભુત કાર છે. ઓડી આર8 સ્પાયડર, મર્સિડીઝ બેન્ઝ એસ-ક્લાસ, રેન્જ રોવર વોગ, લેન્ડ રોવર ડિફેન્ડર, ફોર્ડ મુસ્ટાંગ અને જીપ રેંગલર જેવી કાર તેના ગેરેજમાં પાર્ક કરેલી છે. પોતાની બ્રાન્ડ બનાવી
સૈફ અલી ખાનની પોતાની એપેરલ બ્રાન્ડ પણ છે. તેણે 2018માં હાઉસ ઓફ પટૌડી નામની બ્રાન્ડ લોન્ચ કરી હતી. તે વંશીય વસ્ત્રોની ફેશનેબલ બ્રાન્ડ છે. જે Myntraના સહયોગથી ઓનલાઈન લોન્ચ કરવામાં આવી હતી. તેમાં 2500-3000થી વધુ શૈલીના કપડાં, ફૂટવેર અને ઘરની સજાવટ છે. 2022માં, કંપનીએ મુંબઈમાં તેનો પહેલો ઑફલાઇન સ્ટોર ખોલ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments