મુંબઈમાં બુધવારે મોડી રાત્રે એક્ટર સૈફ અલી ખાન પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બુધવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે મુંબઈના ખારમાં ગુરુ શરણ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે બની હતી. આ હુમલામાં એક્ટરની ગરદન, પીઠ, હાથ અને માથા સહિત છ જગ્યાએ છરીના ઘા મારવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત સૈફને રાત્રે જ લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મેઇડ સર્વન્ટે પોલીસને જણાવ્યું કે ઘરમાં ચોર ઘૂસ્યો. જ્યારે અવાજ આવ્યો ત્યારે સૈફ તૈમૂર-જેહના રૂમમાં આવી પહોંચ્યો, જ્યારે સૈફે ચોરને રોક્યા ત્યારે તેણે તેના પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટના દિવ્ય ભાસ્કરના સ્કેચ આર્ટિસ્ટ દ્વારા કેદ કરવામાં આવી હતી. સંદીપ પોલના 6 ગ્રાફિક્સ સાથે સમજો… આરોપી સીડી પરથી ઊતરીને ભાગતો CCTVમાં કેદ થયો આ કલમો હેઠળ કેસ નોંધાયો
સૈફ પર હુમલો અને હત્યાના પ્રયાસના કેસમાં બાંદ્રા પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ BNS કલમ 311 (લૂંટ), 312 (ઘાતક હથિયાર વડે લૂંટ), 331(4), 331(6), 331(7)ના આધારે કેસ નોંધાયો છે. આરોપી ઘરમાં કેવી રીતે ઘૂસ્યો?
મુંબઈ પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે સૈફ અલી ખાન હવે ખતરાની બહાર છે. પોલીસે FIRમાં મેડને ફરિયાદી બનાવી છે, મેડની ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં અતિક્રમણનો પણ સમાવેશ થાય છે.