વિશ્વમાં ફરી યુદ્વના અંત તરફી ડેવલપમેન્ટમાં ઈઝરાયેલની યુદ્વ અંત માટેની ડિલને હમાસે સ્વિકાર્યા બાદ ફરી ઈઝરાયેલે હમાસ આ વિરામને જોખમમાં મૂકી રહ્યાના આક્ષેપ છતાં ટ્રમ્પ હવે ચાઈનાને દુશ્મનને બદલે દોસ્ત બનવા તરફી મળી રહેલા સંકેતે વિશ્વનું અર્થતંત્ર ફરી રિકવરીના પંથે આગળ વધવાની અપેક્ષામાં તેમજ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને સારા કોર્પોરેટ પરિણામોએ સપ્તાહની શરૂઆતમાં આવેલી તેજી બાદ સપ્તાહના અંતિમ દિવસે મોટાપાયે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો શેરોમાં સતત મોટાપાયે વેચવાલ રહેતાં અને લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની વિશ્વાસની કટોકટી સાથે એશીયાના બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં ફુગાવાના આંકડા અપેક્ષાથી ઓછા આવતાં ત્યાં હવે પછી વ્યાજ દર ઘટવાની આશા વધતાં તેના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ થતા રૂપિયા સામે ડોલરના ભાવ ઉંચા મથાળેથી ઝડપી ઘટાડા તરફ રહ્યા હતા, જયારે હમાસ, ગાઝાના સંદર્ભમાં યુદ્ધ વિરામના પ્રશ્ને ઈઝરાઈલના વડાપ્રધાને શંકા બતાવતાં ત્યાંની કેબીનેટ યુદ્ધ વિરામના નિર્ણય પાછો ઠેલ્યાના અહેવાલે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.04% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.01% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ફોકસ્ડ આઇટી, આઈટી, ટેક, બેન્કેકસ, ફાઈનાન્સીયલ સર્વીસીસ અને ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4065 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1886 અને વધનારની સંખ્યા 2056 રહી હતી, 123 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 2 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 14 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ઝોમેટો લિ. 2.79%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.57%, નેસ્લે ઇન્ડિયા 2.26%, ટાટા સ્ટીલ 1.96%, એશિયન પેઈન્ટ 1.95%, આઈટીસી 1.70%, પાવર ગ્રીડ કોર્પોરેશન 1.65%, લાર્સેન લી. 1.60% અને સન ફાર્મા 1.28% વધ્યા હતા, જયારે ઇન્ફોસિસ લી. 5.77%, એકસિસ બેન્ક 4.71%, કોટક બેન્ક 2.58%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.11%, ટીસીએસ લી. 1.96%, આઈસીઆઈસીઆઈ બેન્ક 1.91%, ટેક મહિન્દ્ર 1.81%, બજાજ ફાઈનાન્સ 1.11% અને એચડીએફસી બેન્ક 0.97% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23267 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23303 પોઈન્ટના પ્રથમ અને 23404 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23202 પોઈન્ટ થી 23088 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23404 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48685 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48880 પોઈન્ટ પ્રથમ અને 49090 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48606 પોઈન્ટ થી 48474 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49090 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
લ્યુપિન લિ. ( 2117 ) :- ફાર્મા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2098 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2080 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2144 થી રૂ.2150 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2150 ઉપર તેજી તરફી ધ્યાન. સન ફાર્મા ( 1787 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1770 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1747 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1808 થી રૂ.1820 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
એચસીએલ ટેકનોલોજી ( 7190 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કોમ્પ્યુટર સોફ્ટવેર એન્ડ કન્સલ્ટીંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1808 આસપાસ વેચવાલી થકી રૂ.1773 થી રૂ.1760 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1820 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. ટેક મહિન્દ્રા ( 1663 ) :- રૂ.1693 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1707 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1633 થી રૂ.1616 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1720 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ 2025માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે. સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.