જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની એક કોર્ટે અલકાદિર ટ્રસ્ટ કેસમાં ઈમરાન ખાનને 14 વર્ષની જેલની સજા ફટકારી છે. આ કેસમાં ઈમરાનની પત્ની બુશરા બીબીને પણ 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અલકાદિર યુનિવર્સિટી પ્રોજેક્ટ ટ્રસ્ટ સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન અને તેની પત્નીને આ સજા આપવામાં આવી છે. આ કેસમાં, ઈમરાન સત્તાના દુરુપયોગ માટે પણ દોષિત છે. કોર્ટે ઈમરાન અને તેની પત્નીને 190 મિલિયન પાઉન્ડનો દંડ પણ ફટકાર્યો છે. રાવલપિંડીની અદિયાલા જેલ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન ઓગસ્ટ 2023થી રાવલપિંડીની આ જેલમાં બંધ છે. આ કેસમાં પાકિસ્તાની કોર્ટે ડિસેમ્બર 2024માં જ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આજે ચુકાદો જાહેર થાય તે પહેલાં, તેને ત્રણ વખત મુલતવી રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ચુકાદા પછી તરત જ બુશરા બીબીને કસ્ટડીમાં લેવામાં આવી હતી. 50 અબજનું સ્કેમ છે અલકાદિર ટ્રસ્ટ કેસ પત્નીના ઓડિયો લીકના કારણે ફસાયા ઈમરાન ખાન ——————————————- ઈમરાન સંબંધિત આ સમાચાર પણ વાંચો…. પાકિસ્તાનમાં સેના પ્રમુખને મળ્યા પીટીઆઈ ચેરમેન: સમજૂતીના દાવા પર ઈમરાન ખાને કહ્યું- હું નવાઝ શરીફ નથી, સરકાર સાથે ડીલ નહીં કરું પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈના વડા ગૌહર અલી ખાને સ્વીકાર્યું છે કે તેઓ આર્મી ચીફ અસીમ મુનીરને મળ્યા છે. પીટીઆઈના નેતાઓ સતત આ વાતનો ઇનકાર કરી રહ્યા હતા. હકીકતમાં, ઇમરાન ખાને ગુરુવારે ખુલાસો કર્યો કે ગૌહર અને જનરલ મુનીર મળ્યા હતા.વાંચો સંપૂર્ણ સમાચાર