back to top
Homeગુજરાતકમલેશ શાહ પર IT દરોડાનો મામલો:ઝડપાયેલી રોકડ રકમ અંગે ક્લેઈમ કરતા તપાસ...

કમલેશ શાહ પર IT દરોડાનો મામલો:ઝડપાયેલી રોકડ રકમ અંગે ક્લેઈમ કરતા તપાસ કરા અન્ય રાજ્યો સુધી લંબાઈ, CBDTએ પણ તપાસમાં ઝંપલાવ્યું

સામાન્ય રીતે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ સર્ચ કરે અને ત્યાંથી મળેલી રોકડ રકમ માટે કોઇ દાવો કરતું નથી પરંતુ અમદાવાદ શહેરના સાયન્સ સીટી રોડ પર રહેતા કમલેશ રંજનીકાંત શાહ દરેક દરોડા વખતે પહોંચી જઇને પકડાયેલી રોકડ તેમની હોવાનો કલેઈમ કરતા હતા. કમલેશ શાહની આ મોડસ ઓપરેન્ડી અમદાવાદમાં જ નહીં સમગ્ર ગુજરાત, દિલ્હી, ચેન્નાઇ, રાચી, મુંબઇ જેવી અનેક જગ્યાએ તેમણે રોકડા તેમના હોવાનો કલેઈમ કર્યો હતો. આ હકીકતને ધ્યાનમાં લઈને જ ઈન્કમટેકસ વિભાગે તેમને ત્યાં તેમ જ તેમની સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી રોકડ, દર દાગીના સહિતની વસ્તુઓ કબજે કરીને તપાસ આગળ ચલાવી હતી. આ તપાસ દેશના અન્ય રાજ્યો સુધી લંબાતા સીબીડીટીની દેખરેખ હેઠળ તપાસ ચાલી રહી છે. જો કે આ અંગે ભારે ગુપ્તતા જાળવવામાં આવી હોવાથી વિગતો ઉપલબ્ધ થઈ શકી નથી. અમદાવાદ ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે તાજેતરમાં પહેલી વખત નવીન પ્રકારની મોડસ ઓપરેન્ડી આચરતા એકમો અને તેમના સંચાલકો પર દરોડા પાડ્યા છે. શુક્રવાર સવારે શહેરમાં 15 જગ્યાઓ પર ડિપાર્ટમેન્ટના 60થી 70 અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે. ઇન્કમટેકસના દરોડા દરમિયાન મળતી રોકડ રકમ માટે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર રહેતા કમલેશ રંજનીકાંત શાહ પહોંચી જઇને તે રોકડ તેમની અથવા તેમની કંપનીની હોવાનો કલેઇમ કરતા હતા. સામાન્ય રીતે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ સર્ચ કરે અને ત્યાંથી મળેલી રોકડ રકમ માટે કોઇ દાવો કરતું નથી પરંતુ શહેરના સાયન્સ સીટી રોડ પર રહેતા કમલેશ રંજનીકાંત શાહ દરેક દરોડા વખતે પહોંચી જઇને પકડાયેલી રોકડ તેમની હોવાનો કલેઈમ કરતા હતા. કમલેશ શાહની આ મોડસ ઓપરેન્ડી અમદાવાદમાં જ નહીં સમગ્ર ગુજરાત, દિલ્હી, ચેન્નાઇ, રાચી, મુંબઇ જેવી અનેક જગ્યાએ તેમણે રોકડા તેમના હોવાનો કલેઈમ કર્યો હતો. ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે ગુજરાત, દિલ્હી, ચેન્નાઇ, રાચી, મુંબઇમાં કમલેશ રંજનીકાંત શાહએ કલેઈમ કરેલી બોગસ મોડસ ઓપરેન્ડી પકડવા માટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. કમલેશ રંજનીકાંત શાહ, મીના કમલેશકુમાર શાહ, દેવાંગ જગદીશ વ્યાસ, ગોરાંગ પંચાલ, રમેશભાઇ ઠક્કર, એન.આર એન્ડ કંપની ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા કમલેશ રંજનીકાંત શાહના અને પ્રગતીનગરમાં આવેલા ગૌરાંગ પંચાલના રહેઠાણ પર ઇન્કમટેકસના અધિકારીઓના દરોડા પાડ્યા હતા. આ ઉપરાંત સી.જી. રોડ પર આવેલી એન.ડી. ગોલ્ડની ઓફિસ તેમજ રતનપોળમાં આવેલી એન.આર એન્ડ કંપનીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments