back to top
Homeગુજરાતગુમ થયેલી બાળકીનું 16 કલાકે પરિવાર સાથે મિલન:શ્વાન પાછળ દોડતા રિક્ષામાં બેસી...

ગુમ થયેલી બાળકીનું 16 કલાકે પરિવાર સાથે મિલન:શ્વાન પાછળ દોડતા રિક્ષામાં બેસી ગઈ હતી, જન્મદિવસ હોવાનું કહેતા પોલીસ સ્ટેશનમાં જ ઉજવણી કરવામાં આવી

સુરતમાં શ્વાન પાછળ દોડતા ગભરાઈ ગયા બાદ ગુમ થયેલી બાળકી મળી આવ્યા બાદ પોલીસે 16 કલાકના અંતે તેનો પરિવાર શોધી મિલન કરાવ્યું હતું. બાળકીને આજે જન્મદિવસ હોવાની જાણ થતા પોલીસકર્મીઓ દ્વારા પોલીસ સ્ટેશનમાં જ ઉજવણી કરવામાં આવી હતી. શ્વાન પાછળ દોડ્યા બાદ બાળકી ભૂલી પડી ગઈ હતી
કાપોદ્રા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી બાળકી રસ્તા પર આવી ગઈ હતી અને તેની પાછળ શ્વાન દોડતા નજીકમાં જ એક ધીમી પડેલી રિક્ષામાં બેસી ગઈ હતી. રિક્ષામાં સવાર લોકો આ બાળકીને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસની સી ટીમ દ્વારા આ બાળકીની સંભાળ રાખવામાં આવી હતી અને આ સાથે જ તેના માતા પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આખી રાત સહિત સોળ કલાકની જહેમત બાદ બાળકીના પિતા સુધી પહોંચ્યા હતા. પિતા સુધી પહોંચ્યા બાદ જાણ થઈ હતી કે આ બાળકીનો જન્મદિવસ છે. જેથી સી ટીમ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ બી ઓસુરા દ્વારા પોલીસ સ્ટેશનમાં જ આ બાળકીનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારબાદ બાળકીને પિતાને સોંપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં આવેલી શ્રીજી નગર સોસાયટીમાં અરવિંદભાઈ પરિવાર સાથે રહે છે. તેની સાત વર્ષની દીકરી ગતરોજ રાત્રે 11 વાગ્યા બાદ ગુમ થઈ ગઈ હતી. પરિવાર શોધ કોણે કરી રહ્યો હતો જોકે બાળકીનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન બાળકી ગુમ થયાના 16 કલાક બાદ કાપોદ્રા પોલીસ અરવિંદભાઈ સુધી પહોંચી હતી અને તેની બાળકી મળી ગઈ હોવા અંગેની જાણકારી આપી હતી. દીકરી મળી જતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો. સાત વર્ષની બાળકી રાત્રે 11:30 થી 12:00 વાગ્યા આસપાસ ઘરેથી નીકળીને સોસાયટી બહાર રોડ પર આવી ગઈ હતી. દરમિયાન તેના પાછળ શ્વાન દોડ્યાં હતા. જેથી ત્યાં નજીકમાં જ બમ્પ હોવાથી એક ધીમી પડેલી રીક્ષા માટે દોડીને બેસી ગઈ હતી. રાત્રિના સમયે રિક્ષા કરીને કેટરર્સ ના કામદારો પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન આ બાળકી મળતા તેમણે બાળકીને પૂછપરછ કરી હતી જોકે બાળકે કઈ બોલી ન હતી. જેથી આ રિક્ષામાં જ બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. આખી રાત શી ટીમે બાળકીની સંભાળ રાખી
રાત્રિનો સમય હોવાથી આ બાળકીને કાપોદ્રા પોલીસ સ્ટેશનની સી ટીમની સાથે રાખવામાં આવી હતી. સી ટીમની બે મહિલા કર્મીઓ બાળકીની સાર સંભાળ રાખી રહી હતી. રાત્રિના સમયે બાળકી મળી હોવાથી રાતથી જ પોલીસ દ્વારા બાળકીના માતા-પિતાને શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સી ટીમ સહિત કાપોદ્રા પોલીસના 20 જેટલા પોલીસકર્મીઓ આ બાળકીના માતા પિતાને શોધવાની કામગીરી કરી રહ્યા હતા. 16 કલાક બાદ પોલીસ કર્મીઓ આ બાળકીના માતા-પિતા સુધી પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં બાળકીના જન્મદિવસની ઉજવણી
પોલીસ દ્વારા પિતા પાસે આધાર કાર્ડ માંગવામાં આવતા આ બાળકીનો આજે જન્મદિવસ હોવાની પોલીસને જાણ થઈ હતી. સી ટીમ સાથે રહેલી અને પોલીસ સ્ટેશનમાં રહેલી આ બાળકી સાથે એક નાતો બંધાઈ ગયો હોય તેમ પોલીસ દ્વારા આ બાળકીનો જન્મદિવસ પોલીસ સ્ટેશનમાં જ ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી એક કેક મંગાવવામાં આવી હતી તેના પર આ બાળકીનું નામ લખાયું હતું અને એક કટ કરીને આ બાળકીને તેના પિતાને સોંપવામાં આવી હતી. પિતા દ્વારા પણ આ બાળકીને શોધી આપનાર પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments