કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. કંગનાએ આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં કંગના રનૌત સાથે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, વિશાક નાયર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન અને સતીશ કૌશિક મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની લંબાઈ 2 કલાક 28 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે તેને 5માંથી 3.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. શું છે ફિલ્મની સ્ટોરી?
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ ભારતીય રાજકારણના અંધકારમય પ્રકરણને સ્ક્રીન પર લાવે છે, જેણે 1975 અને 1977 વચ્ચે ભારતીય લોકશાહીના મૂળને હચમચાવી નાખ્યા હતા. આ ફિલ્મ તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીના કડક શાસન અને સરમુખત્યારશાહી નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સ્ટોરી 21 મહિનાની લાંબી કટોકટી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં નાગરિક સ્વતંત્રતાઓ પર કાપ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં બાંગ્લાદેશ સ્વતંત્રતા યુદ્ધ, ઓપરેશન બ્લુ સ્ટાર, ખાલિસ્તાની ચળવળ અને ઈન્દિરા ગાંધીની હત્યા જેવી ઐતિહાસિક ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ ઘટનાઓ વચ્ચે, સ્ટોરી કટોકટીના સમયગાળાના રાજકીય અને ભાવનાત્મક પાસાઓ પર વધુ ભાર મૂકે છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
કંગના રનૌતે ઈન્દિરા ગાંધીના પાત્રમાં પ્રાણ પૂર્યા છે. તેનો લુક, એક્સપ્રેશન અને ડાયલોગ ડિલિવરી ઉત્તમ છે. વિશાક નાયરે સંજય ગાંધીના વિવાદાસ્પદ વ્યક્તિત્વને ખૂબ જ સચોટ રીતે ભજવ્યું છે. અનુપમ ખેરે જયપ્રકાશ નારાયણના સંઘર્ષશીલ વ્યક્તિત્વને ખૂબ જ અસરકારક રીતે રજૂ કર્યું છે. મહિમા ચૌધરીએ આ ફિલ્મમાં ઈન્દિરા ગાંધીના નજીકના મિત્ર પૂપુલ જયકરનું પાત્ર ભજવ્યું છે. તેણે તેના અભિનયમાં ભાવનાત્મક ઊંડાણ ઉમેર્યું છે. મિલિંદ સોમને ફિલ્ડ માર્શલ સામ માણેકશાની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે. તે જ સમયે, સતીશ કૌશિકે જગજીવન રામના પાત્રમાં અદભૂત છાપ છોડી છે. ડિરેક્શન કેવું છે?
આ ફિલ્મને કંગના રનૌતે પોતે ડિરેક્ટ કરી છે. તેમણે ઐતિહાસિક ઘટનાઓ અને માનવીય પાસાઓ વચ્ચે ઉજ્જવળ સંતુલન સાધ્યું છે. ફિલ્મની દરેક ફ્રેમમાં 1970ના દાયકાના ભારતની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે. કંગનાએ સ્ટોરીમાં નિષ્પક્ષ રહીને ભારતીય રાજકારણના જટિલ પાસાઓ રજૂ કર્યા છે. જો કે ફિલ્મ થોડી લાંબી છે, જેના કારણે તે કેટલીક જગ્યાએ ધીમી લાગે છે, પરંતુ પ્રભાવશાળી સામગ્રીની તુલનામાં આ ખામી નાની લાગે છે. કંગનાના નિર્દેશન ઉપરાંત ફિલ્મની સિનેમેટોગ્રાફી પણ અદભૂત છે. જે તે યુગને જીવંત કરવામાં સંપૂર્ણ રીતે સફળ રહ્યો છે. તેમાં ઉત્તમ સિનેમેટોગ્રાફી અને ઐતિહાસિક ઘટનાઓની સચોટ રજૂઆત જોવા મળશે. ફિલ્મનું સંગીત કેવું છે?
ફિલ્મનું સંગીત ખૂબ જ પ્રભાવશાળી છે. ખાસ કરીને ‘સિંહાસન ખલી કરો’ અને ‘સરકાર કો સલામ હૈ’ જેવા ગીતો અસરકારક રીતે ફિલ્મનો મેસેજ દર્શકો સુધી પહોંચાડે છે. બેકગ્રાઉન્ડ સ્કોર સ્ટોરીના ઊંડાણને જોડે છે ઉમેરે છે. અંતિમ ચુકાદો, જોવી જોઈએ કે નહીં?
ભારતીય ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ સમયગાળાની ઝલક મેળવવા માટે આ ફિલ્મ જોઈ શકાય છે. ખાસ કરીને રાજકારણમાં રસ ધરાવતા લોકોને આ ફિલ્મ ગમશે.