ભાજપે દિલ્હી ચૂંટણી માટે તેમના મેનિફેસ્ટોનો પહેલો ભાગ જાહેર કર્યો છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે જ્યારે અમારી સરકાર સત્તામાં આવશે ત્યારે અમે વર્તમાન દિલ્હી સરકારની યોજનાઓને બંધ નહીં કરીએ. અમે તેમને ચાલુ રાખીશું, પરંતુ તેમનો ભ્રષ્ટાચાર દૂર કરીશું. નડ્ડાએ જાહેરાત કરી હતી કે દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ હેઠળ 2500 રૂપિયા આપવામાં આવશે. ગેસ સિલિન્ડર પર 500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. તેમજ હોળી-દિવાળી પર એક સિલિન્ડર ફ્રી આપવામાં આવશે. ગર્ભવતી મહિલાઓને 21 હજાર રૂપિયા આપવામાં આવશે. આ પહેલા દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે સવારે જાહેરાત કરી હતી કે ચૂંટણી જીત્યા બાદ AAP સરકાર વિદ્યાર્થીઓ માટે બસ સેવા ફ્રી કરશે. એટલે કે કોઈપણ વિદ્યાર્થી બસમાં મફત મુસાફરી કરી શકશે. સાથે જ વિદ્યાર્થીઓને મેટ્રોમાં 50% ડિસ્કાઉન્ટ પણ મળશે. જાહેરાત કરતા પહેલા કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રમાં આ વાતનો સંકેત આપ્યો હતો. તેમણે પીએમ મોદીને કહ્યું હતું કે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર મેટ્રો પ્રોજેક્ટમાં 50-50 સહયોગ કરે છે. એટલાં માટે ભાડામાં છૂટ આપવા માટે કેન્દ્ર સરકાર સહયોગ કરે. દિલ્હીમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. 5 ફેબ્રુઆરીએ તમામ 70 બેઠકો પર મતદાન થશે. જ્યારે 8મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે. દિલ્હી ચૂંટણી સંબંધિત આજના અપડેટ્સ જાણવા માટે બ્લોગ પર જાઓ…