back to top
Homeગુજરાતરાજકોટમાં સાસુ-વહુ પર ખૂની હુમલો, CCTV:પાણી ઢોળવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા...

રાજકોટમાં સાસુ-વહુ પર ખૂની હુમલો, CCTV:પાણી ઢોળવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા રોષે ભરાયેલ મહિલાના પુત્રએ પાડોશી બે મહિલા પર છરી ઉગામી

રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ રામનગર શેરી નંબર-2માં આજે સવારના સમયે ઘરની બહાર રાખવામાં લાદી તોડવા અને પાણી ઢોળવા જેવી નજીવી બાબતે બે મહિલાને ઉગ્ર બોલાચાલી બાદ બંને વચ્ચે ઝપાઝપી થવા પામી હતી. આ દરમિયાન રોષે ભરાયેલ મહિલાના પુત્રએ ઘરમાંથી બહાર આવી તેની માતા સાથે ઝઘડો કરતા સાસુ-વહુ પર છરી વડે હુમલો કર્યો હતો, જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. હાલ બનાવ અંગે ઈજાગ્રસ્ત મહિલા નીતા ઠુંમરે ફરિયાદ આપતા આજીડેમ પોલીસે મહિલા અને તેના પુત્ર વિરુદ્ધ BNS કલમ 109(1), 118(1), 115(2), 351(2), 352, 54 તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી મહિલાના પુત્ર સાથે આરોપી મહિલાના પ્રેમ લગ્ન થયા હતા અને સાતેક વર્ષ પછી છૂટાછેડા થઇ જતા આરોપી અલ્પા જોશી બાજુમાં જ તેને ભરણપોષણ પેટે આપવામાં આવેલ મકાનમાં તેના પુત્ર સાથે રહેતી હોવાનું સામે આવ્યું છે. દીકરાએ પહેલા લવ મેરેજ કરેલા હતા
ફરિયાદી નીતાબેન ઠુંમરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા દીકરા દિવ્યેશ અને તેની પત્ની વૃંદા તેમજ પૌત્ર સાથે રહું છું. મારા દીકરા દિવ્યેશે અગાઉ અલ્પા જોશી સાથે લવ મેરેજ કરેલ હતા. અલ્પાએ અગાઉના લગ્નથી એક દીકરો વિનીત ઉર્ફે વિવેક છે, જે પણ તેની સાથે લઈને આવી હતી. અમારી સાથે તે 7 વર્ષ દિવ્યેશના પત્ની તરીકે રહી હતી. આ પછી દિવ્યેશ તથા અલ્પા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી બંને રાજીખુશીથી કોર્ટમાંથી છૂટાછેડા લીધા હતા અને કોર્ટમાં થયેલ સમાધાન મુજબ અમારી બાજુમાં જે બે મકાનો આવેલ હતા, તે મકાનો આ અલ્પાને કાયમી ખાધા ખોરાકી સ્વરૂપે તેમના નામે કરી દેવામાં આવ્યા હતા. મેં પાણી ન ઢોળવા કહેતા ઉશ્કેરાઈને ઝઘડો કર્યો
ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, અલ્પા તેનો દીકરો વિનીત ઉર્ફે વિવેક અને બીજો દીકરો ક્રીશ સાથે રહે છે. આજરોજ સવારના 8 વાગ્યા આસપાસ હું તથા મારો દીકરો દિવ્યેશ તથા તેની પત્ની વૃંદા ઘરે હતા દરમિયાન હું ઘરની બહાર ગયેલ અને જોયું તો આ અલ્પાના ભાડુંઆતના દીકરાએ પટમાં અમે રાખેલ ટાઈલસમાંથી બે ત્રણ લાદી તોડેલ હતી જેથી મેં મારા દીકરાની પત્ની વૃંદાને આ બાબતે કહેતા તેઓએ કહેલ કે આપણે કાંઈ બોલવું નથી ભલે તોડી નાખી. થોડીવાર બાદ અલ્પા અમારા ઘર પાસે પાણી ઢોળતા મેં પાણી ન ઢોળવા કહેતા અલ્પા તથા તેનો દીકરો વિનીત ઉર્ફે વિવેક એકદમ ઉશ્કેરાઈ ગયેલ અને મને અને મારા દીકરાની પત્ની વૃંદાને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલા હતા. દીકરાની પૂર્વ પત્નીના દીકરાએ છરીથી અમારી પર હુમલો કર્યો
મેં ગાળો બોલવાની ના પાડતા બંને જણા મને ઢીંકા પાટુનો માર મારવા લાગેલા અને વિવેક ઘરમાંથી છરી લઈને આવ્યો હતો. અલ્પાએ મારા દીકરાની પત્નીને પકડી રાખેલ અને દરમિયાન આ વિનિત ઉર્ફે વિવેકએ વૃંદાને મારી નાખવાના ઇરાદે પેટની ડાબી બાજુ તથા જમણી બાજુ છાતીના ભાગે છરીના ઘા માર્યા હતા અને અલ્પાએ તેના દીકરા વિવેકને કહ્યું હતું કે, આજે આ બંને સાસુ વહુને મારી જ નાખવાના છે અને મારી વહુને આ વિનિત ઉર્ફે વિવેક બીજા છરીના ઘા મારવા જતો હતો તો હું વચ્ચે પડતા તે છરી મને ડાબા હાથની પ્રથમ આંગળીમાં વાગી હતી. જેથી, બંને સાસુ વહુને લોટસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા જેમાં સાસુ નીતાબેનને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી હતી જ્યારે વહુ વૃંદાને પેટની ડાબી બાજુ હોજરીમાં તથા આતરડીના ભાગે તથા જમણી બાજુ છાતીના ભાગે ગંભીર ઈજા થતા બેભાન હાલતમાં સારવાર આપવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments