back to top
Homeગુજરાતરાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ:સરકાર પક્ષ કયા કયા સાક્ષીને તપાસવાના છે તે...

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસ:સરકાર પક્ષ કયા કયા સાક્ષીને તપાસવાના છે તે જાહેર કરી લેખિતમાં કેસ ઓપન કરવાની આરોપી ધવલ ઠક્કરની માંગ

રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં કાનૂની જંગ શરૂ થયો છે. ગેમઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠકકરે રાજકોટ સેશન્સ કોર્ટમાં એક અરજી કરી છે જેમાં તેને માંગ કરી છે કે, સરકાર પક્ષ કયા કયા સાક્ષીને તપાસવાના છે તે જાહેર કરી લેખિતમાં કેસ ઓપન કરે. જયારે ગેમઝોનના મેનેજર નીતિન લોઢાએ પણ ડિસ્ચાર્જ અરજી કરી અને માંગ કરી છે કે કયા કયા પુરાવા સરકાર પક્ષ રજૂ કરશે તે જાહેર કરે. આ કેસમાં અત્યાર સુધીમાં 15 પૈકી 6 આરોપીએ બિનતોહમત છોડી મુકવા કોર્ટમાં અરજી કરી છે. માટે આ અરજી થતા હવે કોર્ટે આગામી 30 જાન્યુઆરીની મુદ્દત નક્કી કરી છે. ગત તા.25 મે 2024ની સાંજે રાજકોટના નાના મવા રોડ પર સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા 27 લોકોના મોત થયા હતા. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં 16 આરોપી સામે ગુનો દાખલ થયો છે. જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલિત રાઠોડ, ગેમઝોન મેનેજર નીતિન મહાવીરપ્રસાદ લોઢા, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ ગૌતમ દેવશંકર જોષી, આસિસ્ટન્ટ ટીપીઓ મુકેશ રામજી મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર રોહીત આસમલ વિગોરા, ટીપી શાખાના આસિસ્ટન્ટ એન્જીનીયર જયદીપ બાલુ ચૌધરી, રાજેશ નરશી મકવાણા, ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવા ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો હતો. જેમાં અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતા અને હાલ તમામ આરોપી જેલમાં બંધ છે. આ કેસમાં ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ચાર્જ ફ્રેમ થાય તે પહેલા 6 આરોપી મનસુખ સાગઠીયા, ભીખા ઠેબા, ગૌતમ જોશી, રાજેશ મકવાણા, જયદીપ ચૌધરી અને છેલ્લે નીતિન લોઢાએ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી એટલે કે પોતાનો કોઈ વાંક ગુનો નથી. તેની સામે ચાર્જશીટમાં જે કલમો લાગી છે તે મુજબ તેમનો કોઈ રોલ નથી એટલે બિન તોહમત છોડી મુકવા માંગ કરી છે. આ અરજી થતા તેની આજે મુદ્દત નક્કી કરાઈ હતી. પરંતુ આ મુદ્દતે કેસને લંબાવવા માટે આરોપી ધવલ ઠક્કરે કોર્ટમાં એવી અરજી કરી કે, સરકાર પક્ષ (પ્રોસિક્યુશન) પોતાનો કેસ લેખિતમાં ઓપન કરે, ક્યાં પુરાવા મુકવાના, ક્યાં સાક્ષીને તપાસવાના વગેરે વિગત સાથે લેખિત કેસ ઓપન કરે. ઉલ્લેખનીય છે કે, આરોપી દ્વારા આ અરજી કરવામાં આવતા હવે કોર્ટે આગામી 30 જાન્યુઆરીની મુદ્દત નક્કી કરી છે. જે બાદ ડિસચાર્જ અરજી અંગે સુનવણી હાથ ધરવામાં આવશે. આ કેસમાં સ્પેશલ પી.પી. તુષાર ગોકાણી, ભોગ બનનાર પરિવાર વતી રાજકોટ બાર એસો. તરફથી એડવોકેટ સુરેશ ફળદુ, અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજા રોકાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments