back to top
Homeગુજરાતએકસાથે ત્રણ લોકોને નવજીવન:શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન કરાયું, ગ્રીન...

એકસાથે ત્રણ લોકોને નવજીવન:શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે બ્રેઇનડેડ વ્યક્તિનું અંગદાન કરાયું, ગ્રીન કોરિડોર દ્વારા મોકલાયું

અંગદાન મહાદાન છે ત્યારે વડોદરામાં ખાનગી હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા અને બ્રેઇન ડેડ દર્દીનું અંગદાન કરવમાં આવ્યુ છે. તેઓએ પોતાનાં ત્રણ અંગોનું દાન કર્યું છે અને ત્રણ લોકોને નવજીવન બક્ષ્યું છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 51 વર્ષીય દિનેશભાઇ છીતાભાઇ માયાવંશીને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટિસ્પેશિયાલિટિ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં હતાં. તેઓને બ્રેઇન ડેડ થતાં પરિવારમાં તેમના પત્ની, પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. અને જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે. આ બાબતે હોસ્પિટલના તબીબ ડો.દલપત કાતરીયાએ આવકાર્યો હતો અને અમદાવાદના યુ. એન. મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ સુરત તેમજ ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે જરુરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળી રહે તે માટેનો નિર્ણય લઇ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. આજે તેઓના અંગદાન થકી ત્રણ દર્દીઓને નવજીવન આપવામાં આવ્યુ છે. તેઓનાં અંગોમાં લીવર અને હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ અને કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડનીને ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે ગ્રીન કોરિડોર દ્વારા મોકલવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશી, મ્યુનિસિપલ કાઉન્સિલર સ્નેહલ પટેલ, ભાજપના વોર્ડ પ્રમુખ નરેશભાઇ રબારી, મારુતિધામ યુવક મંડળ તરસાલીના ભાગ્યા સહિતના આગેવાનો હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારની પહેલને બિરદાવી હતી સાથે જ તેઓને સાંત્વના પણ પાઠવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments