ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે.મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી કાર્તિક પટેલ ફરાર હતો.આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે તબક્કાવાર અનેક આરોપીઓની ધરપકડ કરી હતી.આ કેસમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો.જે વિદેશમાં એક દેશથી બીજા દેશમાં ભાગ તો ફરતો હતો.જેની આખરે ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. કાર્તિક વિરુદ્ધ લુક આઉટ નોટિસ જારી કરાઈ હતી અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષના મોત બાદ ખ્યાતિ ગ્રુપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ ચાલી રહી હતી જેમાં કાર્તિક પટેલ કેટલાક સમયથી વિદેશ ભાગી રહ્યો હતો આ સમયે તેની સામે લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી સતત તેને પકડવા માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા તેના દ્વારા જામીન માટેના પ્રયાસો પણ કરવામાં આવ્યા પરંતુ જામીન મંજૂર ન થતા આખરે તેણે શરણાગતિ સ્વીકારી હોય તેમ ભારત આવ્યો છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી તેની ધરપકડ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કાર્તિક પટેલ પહેલા ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ દુબઈ ભાગી ગયો હતો હવે તેને આરોપીની જેમ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવશે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવાઈ હતી ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનવણી યોજાઈ ગઈ હતી.જેમાં કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલ બંનેની દલીલો સાંભળ્યા બાદ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. જેની ઉપર આજે ચુકાદો જાહેર કરતા કોર્ટે કાર્તિક પટેલના આગોતરા જામીન નકારી નાખ્યા છે. ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન અને મોત મામલે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ અને ડાયરેક્ટરો સામે વસ્ત્રાપુર પોલીસ મથકે ત્રણ ફરિયાદો નોધાઇ છે. પરંતુ કાર્તિક પટેલ અત્યારે વિદેશમાં છે. જેને પોતાના જમાઈ મારફતે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ…