back to top
Homeસ્પોર્ટ્સગુજરાતમાં પહેલીવાર સિનિયર નેશનલ-ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે:પાટીલના હસ્તે ઉદ્ધાટન, હર્ષ...

ગુજરાતમાં પહેલીવાર સિનિયર નેશનલ-ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ યોજાશે:પાટીલના હસ્તે ઉદ્ધાટન, હર્ષ સંઘવી મુખ્ય મહેમાન બનશે; ઓલિમ્પિયન પણ ભાગ લેશે

સુરત શહેરમાં આવતીકાલથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય (PDPU) ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યુટીટી 86મી ઇન્ટર સ્ટેટ જુનિયર અને યુથ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો આરંભ થઇ રહ્યો છે. ગુજરાત પહેલી વાર આ પ્રકારની સિનિયર નેશનલ અને ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની યજમાની કરશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) અને ટેબલ ટેનિસ એસોસિયેશન ઓફ સુરત (ટીટીએએસડી)ના સંયુક્ત ઉપક્રમે રમાઈ રહેલી આ ચેમ્પિયનશીપમાં ગુજરાતના હરમિત, માનવ અને માનુષની ત્રિપુટીની ઘરઆંગણે જ ટાઇટલ જીતવા પર નજર છે. ટીમ અને વ્યક્તિગત ઇવેન્ટ્સથી ભરપૂર આઠ દિવસની રોમાંચક રમત રમાશે. ટુર્નામેન્ટની સિંગલ્સ ઇવેન્ટમાં હરમિત ફેવરિટ તરીકે શરૂઆત કરશે
આ ચેમ્પિયનશીપમાં તમામની નજર ભારતના ત્રીજા ક્રમના તથા વર્તમાન ચેમ્પિયન સ્થાનિક ખેલાડી હરમિત દેસાઈ પર રહેશે. તે હાલમાં પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટની સિંગલ્સ ઇવેન્ટમાં હરમિત ફેવરિટ તરીકે શરૂઆત કરશે. બીજી તરફ હરમિત દેસાઈના જ શહેરનો તેનો સાથીદાર માનવ ઠક્કર પીએસપીબીનું પ્રતિનિધિત્વ કરશે તે હાલમાં પાંચમા ક્રમે છે. જ્યારે વડોદરાનો માનુષ શાહ ભારતમાં ત્રીજા ક્રમે છે અને તે રિઝર્વ બેંક માટે રમશે. 15 બ્લૂ બેજ અમ્પાયર અને 45 નેશનલ-ઇન્ટરનેશનલ અમ્પાયર ફરજ બજાવશે
જીએસટીટીએના પ્રમુખ પ્રમોદ ચોધરીએ જણાવ્યું હતું કે, આ ચેમ્પિયનશિપ 16 સ્ટિગા ટેબલ પર રમાશે, જ્યારે DHS બોલ ઓફિશિયલ ઇક્વિપમેન્ટ રહેશે. ટુર્નામેન્ટ મેનેજર એન. ગણેશને સર્વશ્રેષ્ઠ અધિકારીની ટીમની ખાતરી આપી છે. જેમાં એ. એસ. ક્લેર ચીફ રેફરી રહેશે, જેમને પી. બી. ભાસ્કર, નલીન સોમાણી અને મનીષ હિંગોરાણીની ટીમ સહયોગ કરશે. 15 બ્લૂ બેજ અમ્પાયર અને 45 નેશનલ તથા ઇન્ટરનેશનલ અમ્પાયર આ ટુર્નામેન્ટમાં ફરજ બજાવશે. સી આર પાટીલના હસ્તે ટુર્નામેન્ટનું ઉદ્ધાટન થશે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલી વાર આ ટુર્નામેન્ટ યોજી રહ્યા છીએ ત્યારે 1200 કરતા વધુ પ્રવેશ નોંધાયા છે. કેન્દ્રીય પ્રધાન જય શક્તિ (નવસારીના સાંસદ) સી.આર. પાટીલ 19મીએ સાંજે 4.00 કલાકે ટુર્નામેન્ટનું ઉદઘાટન કરશે. તે પ્રસંગે રાજ્યકક્ષાના ગૃહ, ઉદ્યોગ, સાંસ્કૃતિક (પરિવહન, યુવા અને રમતગમત) પ્રધાન હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે વિશેષ હાજરી આપશે. હું આ પ્રસંગે સુરતીઓને સ્ટેડિયમમાં હાજર રહીને ટેબલ ટેનિસનો રોમાંચ માણવા અરજ કરું છું. સમગ્ર દેશમાંથી 800 કરતા વધારે પેડલર ભાગ લેશે
હરમીત દેસાઈએ જણાવ્યું હતું કે, આ તમામ ખેલાડીઓ ટાઇટલ માટે આશાસ્પદ છે કારણ કે, તેઓ સ્થાનિક ગુજરાતી પ્રેક્ષકો સામે રમવાના છે. પ્રેક્ષકો ઉત્સાહ વધારશે અમને વિશ્વાસ છે. ભારતના મોખરાના ક્રમનો જી. સાથિયાન અને બીજા ક્રમનો અંકુર ભટ્ટાટાર્ય પણ પ્રમુખ દાવેદાર છે અને તેઓ ગુજરાતના ખેલાડીઓ સામે અપસેટ માટે સજ્જ છે. આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં સૌથી વધુ 180 રેન્કિંગ પોઇન્ટ આપનારી આ ટુર્નામેન્ટમાં મેન્સ અને વિમેન્સ સિંગલ્સ, ટીમ ચેમ્પિયનશિપ, મેન્સ અને વુમેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં હરિફાઈ થશે જ્યાં સમગ્ર દેશમાંથી 800 કરતા વધારે પેડલર ભાગ લેનારા છે. ઓલિમ્પિયન અને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂકેલા ખેલાડીઓ પણ સામેલ
આ ખેલાડીઓમાં ઓલિમ્પિયન અને ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લઈ ચૂકેલા ખેલાડીઓ પણ સામેલ છે જેમે કે, અચંતા શરથ કમાલ, વિશ્વમાં 25મા ક્રમની શ્રીજા અકુલા, ભારતની મોખરાના ક્રમની સ્વસ્તિકા ઘોષ, અહિકા મુખરજી અને સુતિર્થા મુખરજીનો સમાવેશ થાય છે. ટીમ ઇવેન્ટમાં મેન્સ અને વુમેન્સ કેટેગરીમાં પેટ્રોલિયમ સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડ (પીએસપીબી)ની ટીમ ફેવરિટ મનાય છે. યજમાન ગુજરાત માટે અનુભવી ચિત્રાક્ષ ભટ્ટ, જયનિલ મહેતા અને જન્મેજય પટેલ પર સૌની નજર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments