back to top
Homeસ્પોર્ટ્સગુજરાત ટાઇટન્સની જુનિયર ટાઇટન્સની બીજી સિઝનનો પ્રારંભ:'Let’s Sport Out' પહેલ હેઠળ 14...

ગુજરાત ટાઇટન્સની જુનિયર ટાઇટન્સની બીજી સિઝનનો પ્રારંભ:’Let’s Sport Out’ પહેલ હેઠળ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યે રસ જગાવશે

પહેલી સિઝનની જ્વલંત સફળતાના પગલે ગુજરાત ટાઇટન્સ ‘જુનિયર ટાઇટન્સ’ની બીજી સિઝનની જાહેરાત કરી છે. જુનિયર ટાઇટન્સ એ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવા માટે સમર્પિત એક અનોખી પહેલ છે. ‘Let’s Sport Out’ના સિદ્ધાંતો ધરાવતી જુનિયર ટાઇટન્સ નાના બાળકો માટે આઉટડોર સ્પોર્ટ્સ પ્રત્યે તેઓને એક્સપોઝર મળે અને તેઓ આઉટડોર ગેમ રમવા પ્રેરાય, તે માટે આની જાહેરાત થઈ છે. જુનિયર ટાઇટન્સની આ ઇવેન્ટ્સ ગુજરાતના પાંચ મહત્વના શહેરો અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ અને પાલનપુર ખાતે યોજાશે. LALIGA એ આ પ્રોગ્રામની બીજી સિઝન માટે તેનો સહયોગ ચાલુ રાખ્યો
ટોચની સ્પેનિશ ફૂટબોલ લીગ LALIGA એ આ પ્રોગ્રામની બીજી સિઝન માટે તેનો સહયોગ ચાલુ રાખ્યો છે અને આ ઇવેન્ટ્સમાં તે ફૂટબોલ વર્કશોપ્સ યોજશે. આ સિઝનમાં LALIGAના એક્સપર્ટ ટેક્નિકલ કોચ યુવા પ્રતિભાઓને ફિલ્ડના શ્રેષ્ઠ લોકો પાસેથી શીખવાની તક પૂરી પાડશે. આ સહયોગ ભાગ લઈ રહેલા બાળકોને ટ્રેનિંગ પૂરી પાડશે. પોકેમોન પણ જોવા મળશે!
બીજી સિઝનમાં જાપાનની ખૂબ જ લોકપ્રિય બ્રાન્ડ્સ પૈકીની એક પોકેમોન પણ જોવા મળશે. તેઓ જુનિયર ટાઇટન્સ સાથે જોડાયા છે. તે બાળકોને તેમના પ્રિય પોકેમોન કેરેક્ટર્સ સાથે મળવાની, સ્થળ ખાતે રોમાંચક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની અને સુંદર મર્ચેન્ડાઇઝ ઘરે લઈ જવાની તક આપશે. બાળકોને વિશ્વ કક્ષાના કોચ પાસેથી શીખવાની તક મળશે
ગુજરાત ટાઇટન્સના COO કર્નલ અરવિંદર સિંહે જણાવ્યું હતું કે ‘જુનિયર ટાઇટન્સની બીજી એડિશન સાથે અમે સમગ્ર ગુજરાતમાં નાના બાળકોને પ્રેરણા આપવાના અમારા મિશનને ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ. આ પહેલ ન કેવળ રમતગમત પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપે છે પરંતુ ટીમ વર્કના મહત્વ પર પણ ભાર મૂકે છે. LALIGA સાથેની અમારી સતત ચાલુ રહેલી ભાગીદારી આ અનુભવને વધારે છે, જે બાળકોને વિશ્વ કક્ષાના કોચ પાસેથી શીખવાની અને એક્સપોઝર મેળવવાની અનન્ય તકો પૂરી પાડે છે. પોકેમોનના જુનિયર ટાઇટન્સ સાથે જોડાવાથી આ પ્રિય કેરેક્ટર્સ બાળકોને પ્રેરણા આપશે અને પ્રોત્સાહિત કરશે. અમે આ સિઝનમાં ભાગ લઈ રહેલી શાળાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓના આભારી છીએ અને દરેક શહેરના બાળકો માટે અવિસ્મરણીય અનુભવો બનાવવા માટે આતુર છીએ.’ દર શનિવારે આ પાંચ શહેરોમાં યોજાશે
આજથી જૂનાગઢમાં પ્રારંભ થવા સાથે દરેક શહેર આઉટડોર પ્લે અને સ્પોર્ટ્સમેનશિપના આનંદની ઉજવી કરવા માટે બનાવાયેલી એક દિવસની કમ્યૂનિટી સ્પોર્ટ ઇવેન્ટ યોજશે. આ ઇવેન્ટ્સમાં વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓ હશે જેમાં ગુજરાત ટાઇટન્સના ઇતિહાસનો વોક થ્રૂ, ક્રિકેટ અને ફૂટબોલ ચેલેન્જીસ અને ક્વિઝ સમાવિષ્ટ હશે. ભાગ લેનાર બાળકોને આકર્ષક ગિવઅવે પણ મળશે. ‘જુનિયર ટાઇટન્સ’ ઇવેન્ટ 18મી જાન્યુઆરી, 2025થી દર શનિવારે ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાશે. આ ઇવેન્ટ આજે જૂનાગઢમાં, 25મી જાન્યુઆરીએ ભાવનગરમાં, પહેલી ફેબ્રુઆરીએ ભરૂચમાં, 8મી ફેબ્રુઆરીએ પાલનપુરમાં અને 15મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments