back to top
Homeમનોરંજનટીવી અભિનેતા અમન જયસ્વાલનું અકસ્માતમાં મોત:ટીવી સીરિયલ "ધરતીપુત્ર નંદિની"માં મુખ્ય ભૂમિકા ભજવી...

ટીવી અભિનેતા અમન જયસ્વાલનું અકસ્માતમાં મોત:ટીવી સીરિયલ “ધરતીપુત્ર નંદિની”માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, હોસ્પ્ટિલમાં છેલ્લા શ્વાસ લીધા

ટીવી અભિનેતા અમન જયસ્વાલનું મુંબઈમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. અમન 23 વર્ષનો હતો. તેણીએ ટીવી સીરિયલ “ધરતીપુત્ર નંદિની” માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. શુક્રવારે બપોરે, અમન મુંબઈના જોગેશ્વરી રોડ પર તેની બાઇક પર જઈ રહ્યો હતો. એક ટ્રકે તેની મોટરસાઇકલને ટક્કર મારી. અંબોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, જયસ્વાલને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું. ઓડિશન આપવા બાઈક પર જઈ રહ્યો હતો અમન અમન જયસ્વાલ પોતાની બાઈકથી ઓડિશન આપવા જઈ રહ્યો હતો એ સમયે તેને અકસ્માત થયો હતો. જોગેશ્વરી હાઈવે પર એક ટ્રકે તેની બાઈકને ટક્કર મારી હતી. તે એક્ટિંગમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવ્યો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અમનને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો અમન જયસ્વાલ
અમન જયસ્વાલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જોઈને અંદાજ લગાવી શકાય છે કે તેને હરવાફરવાનો ખૂબ શોખ હતો. ઈન્સ્ટાગ્રામ પર તેના 66000થી વધુ ફોલોઅર્સ છે. પોપ્યુલર ઐતિહાસિક ડ્રામા ‘પૂણ્યશ્લોક અહિલ્યાબાઈ’માં પણ મુક્તાબાઈના પતિ યશવંત રાવ ફણસેનો રોલ કર્યો હતો. આ ઉપરાંત ‘ઉદારિયાં’માં મહત્વના રોલમાં તે ચમક્યો હતો. છેલ્લે અમન ‘ધરતીપુત્ર નંદિની’માં આકાશ ભારદ્વાજની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments