back to top
Homeમનોરંજનદિલજીત દોસાંઝની ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય:સેન્સર બોર્ડનો આદેશ છતાં કોઈ કટ...

દિલજીત દોસાંઝની ફિલ્મ ભારતમાં રિલીઝ નહીં થાય:સેન્સર બોર્ડનો આદેશ છતાં કોઈ કટ નહી; થોડા દિવસ પહેલા પીએમ મોદીને મળ્યો હતો એક્ટર

પંજાબના સુપરસ્ટાર દિલજીત દોસાંઝની ફિલ્મ ‘પંજાબ-95’ ભારતમાં રિલીઝ નહીં થાય. આ ફિલ્મ એક હિંમતવાન અને સમર્પિત માનવાધિકાર કાર્યકર્તા જસવંત સિંહ ખાલડાના જીવન પર આધારિત છે. ખાલડાએ 1980 અને 1990ના દાયકામાં પંજાબમાં શીખો પર થયેલા અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ ફિલ્મમાં 120 કટની માંગણી કરી હતી, પરંતુ ફિલ્મના નિર્માતા, નિર્દેશક અને ખાલડાના પરિવારના સભ્યો તેના માટે તૈયાર ન હતા. જે બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ ફિલ્મ ભારતના સિનેમાઘરોમાં જોવા નહીં મળે. આ ફિલ્મ ઓસ્ટ્રેલિયા, યુકે (યુનાઇટેડ કિંગડમ), કેનેડા અને અમેરિકામાં 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા દિલજીતે પોતે ફિલ્મની રિલીઝ ડેટ વિશે જણાવ્યું છે. દિલજીતે પોસ્ટ-ફુલ મૂવીમાં લખ્યું, કોઈ કટ નથી. દિલજીતની પોસ્ટથી સ્પષ્ટ છે કે આ ફિલ્મ હવે કટ વગર રિલીઝ થવા જઈ રહી છે. ખાલડાના પરિવારે કટ્સનો વિરોધ કર્યો હતો ગયા વર્ષે, જ્યારે આ ફિલ્મની રિલીઝ અટકાવવામાં આવી હતી, ત્યારે જસવંત સિંહ ખાલડાની પત્ની પરમજીત કૌર ખાલડાએ સેન્સર બોર્ડની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે, આ ફિલ્મ તેના પતિના જીવન પરની સાચી બાયોપિક છે, જે તેના પરિવારની સંમતિથી બનાવવામાં આવી છે અને તે કોઈપણ કટ વગર રિલીઝ થવી જોઈએ. પરમજીત કૌર ખાલડાએ એ પણ કહ્યું હતું કે લગભગ 4 વર્ષ પહેલા તેના પરિવારે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી જ ડિરેક્ટર હની ત્રેહાનને ફિલ્મ બનાવવાની મંજૂરી આપી હતી. તેણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે જસવંત સિંહ ખાલડાની ભૂમિકા ભજવવા માટે દિલજીત દોસાંજની પસંદગી કરવામાં આવી હતી અને તેનો પરિવાર આ પસંદગીથી સંપૂર્ણ સંતુષ્ટ છે. નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શીખોની વાર્તા
જસવંત સિંહ ખાલડા એક હિંમતવાન અને સમર્પિત માનવાધિકાર કાર્યકર્તા હતા. જેમણે 1980 અને 1990ના દાયકા દરમિયાન પંજાબમાં શીખો પર થયેલા અત્યાચાર અને માનવાધિકાર ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે ખુલાસો કર્યો હતો કે, તે સમયગાળા દરમિયાન હજારો શીખ યુવાનોની ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી હતી અને નકલી એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા. જસવંતે એક મોટો ખુલાસો પણ કર્યો હતો કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શીખ યુવાનોના મૃતદેહનો ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ફેક એન્કાઉન્ટર્સનો ડેટા સ્મશાનભૂમિમાંથી લેવામાં આવ્યો હતો
ખાલડાએ પંજાબ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા આ ગુમ થવા અને હત્યાઓનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે, તેમણે અમૃતસરના સ્મશાનભૂમિની મુલાકાત લીધી હતી અને માહિતી એકઠી કરી હતી કે ત્યાં 6,000 થી વધુ મૃતદેહોને ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમણે આ માહિતી આંતરરાષ્ટ્રીય મંચો પર પણ શેર કરી હતી, જેનાથી ભારતના માનવાધિકાર રેકોર્ડ પર ઘણા પ્રશ્નો ઉભા થયા હતા. પરિવારનો આરોપ – કસ્ટોડિયલ મર્ડર
ખાલડાએ શીખોના અધિકારો માટે લડવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી હતી. પરિવારનો આરોપ છે કે 6 સપ્ટેમ્બર, 1995ના રોજ પોલીસે ખાલડાનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું. આ પછી તેને પોલીસ કસ્ટડીમાં ટોર્ચર કરીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં એફઆઈઆર પણ નોંધી નથી. જે બાદ જસવંતની પત્નીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે સીબીઆઈને તપાસનો આદેશ આપ્યો હતો. નવા વર્ષ પર દિલજીત પીએમને મળ્યો હતો
1 જાન્યુઆરી, 2025ના રોજ દિલજીત પીએમ નરેન્દ્ર મોદીને મળ્યો હતો. જ્યારે દિલજીતે પીએમ મોદીને સલામ કરી તો પીએમએ પણ સત શ્રી અકાલ બોલીને દોસાંઝનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન દિલજીતે પીએમની સામે ગુરુ નાનક પર એક ગીત પણ ગાયું હતું, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. દિલજીતનું ગીત સાંભળીને પીએમ મોદી પોતે ટેબલ પર થાપ મારતા જોવા મળ્યા હતા. દિલજીતે આ મીટિંગની કેટલીક તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં તેણે તેને યાદગાર ગણાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments