ગ્રામીણ વિસ્તારોમાં મિલકતોના માલિકી હક્ક આપવા માટે ભારત સરકાર દ્વારા સ્વામિત્વ યોજના અમલી છે. જે અંતર્ગત રોજ મુખ્યદંડક બાળકૃષ્ણ શુકલના અધ્યક્ષ સ્થાને BAPS સ્વામિનારાયણ મંદિર હોલ, ડભોઇ ખાતે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ માટે પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. નાગરિકોનો વિશ્વાસ જીતવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી
જિલ્લા કક્ષાના પ્રોપર્ટી કાર્ડ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત વિધાનસભાના મુખ્યદંડક બાળકૃષ્ણ શુકલે જણાવ્યું કે, દેશને આઝાદ થવા સાથે જ ગાંધીજીના ભારતમાં સ્વરાજ્ય સ્થાપવાના સંકલ્પને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખરા અર્થમાં પરિપૂર્ણ કરી રહ્યા છે. ગરીબોને વંચિતોને સમર્પિત આ યોજના થકી જમીનના ચોક્કસ સીમાંકન આધારિત પ્રોપર્ટી કાર્ડ થકી ગામડાઓના લોકોના અસ્તિત્વને સ્થાયિત્વ પ્રદાન કરી રહ્યું છે. આ સાથે આ કાર્ડ મિલકતોની ચોક્કસ માપણી જ નહિ પરંતુ, નાગરિકોનો વિશ્વાસ જીતવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. એરોબેટિક ટીમનો હવાઇ પ્રદર્શન શો યોજશે
ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ કે જેને SKAT પણ ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 2025નો પ્રારંભ તેમના ગુજરાત પ્રવાસ સાથે કરવાની તૈયારી કરી લીધી છે. તેઓ 21 અને 22 જાન્યુઆરી 2025ના રોજ વડોદરામાં મંત્રમુગ્ધ કરી દેનારું એરોબેટિક પ્રદર્શન કરશે.1996માં SKAT ટીમની સ્થાપના કરવામાં આવી હતી. આ ટીમ એશિયામાં એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ હોવાનું પ્રતિષ્ઠિત બિરૂદ ધરાવે છે અને તે વિશ્વની અમુક શ્રેષ્ઠ ટીમોમાંથી એક ગણવામાં આવે છે. આ અસાધારણ ટીમે ભારતમાં તેમજ વિદેશમાં ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા દેશોમાં 700 કરતાં વધુ પ્રદર્શનો કર્યાં છે. આ ટીમ તેમના સૂત્ર “સર્વદા સર્વોત્તમ” દ્વારા માર્ગદર્શિત છે જેનો અર્થ છે ‘હંમેશા શ્રેષ્ઠ’ જે ઉત્કૃષ્ટતાની ભાવનાને સાકાર કરે છે.