back to top
Homeમનોરંજનસૈફના હુમલાખોરની પોલીસ સાથે સંતાકૂકડી:કપડાં બદલી-બદલીને બચી રહ્યો છે આરોપી, એક્ટરની હાલત...

સૈફના હુમલાખોરની પોલીસ સાથે સંતાકૂકડી:કપડાં બદલી-બદલીને બચી રહ્યો છે આરોપી, એક્ટરની હાલત પર રિક્ષાચાલકે કહ્યું- આખું શરીર લોહીથી લથપથ હતું

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં 2 દિવસ થયા પણ હજુ સુધી આરોપી પકડાયો નથી. અત્યારસુધી બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આરોપીએ રાતે 1.36એ એન્ટ્રી કરી અને 2.33એ એક્ઝિટ કરી હતી. લગભગ 57 મિનિટમાં તેને આ સંપૂર્ણ ધટનાને અંજામ આપ્યો. આ હાઇપ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવાઈ છે. ચાલો… જાણીએ કે આ કેસને લઈને અન્ય કયાં નવાં અપડેટ્સ સામે આવ્યાં છે. બાંદ્રા પોલીસ બે લોકોની પૂછપરછ કરી રહી છે
બાંદ્રા પોલીસ હાલમાં આ કેસમાં બે લોકોની પૂછપરછ કરી રહી છે. બંનેનો દેખાવ સૈફ પર હુમલો કરનાર વ્યક્તિ જેવો જ હોવાનું કહેવાય છે. પોલીસે ગુનાના સ્થળેથી એકત્રિત કરાયેલા ફિંગરપ્રિન્ટ્સ પણ ફોરેન્સિક લેબમાં મોકલી દીધા છે. તપાસમાં જાણવા મળ્યું કે બુધવારે રાત્રે લગભગ 2 વાગ્યે સૈફ પર હુમલો થયા પછી, ગુરુવારે સવારે લગભગ 8 વાગ્યે શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા સ્ટેશન પર જોવા મળ્યો હતો. ‘સૈફ હાલમાં નિવેદન નોંધવાની સ્થિતિમાં નથી’
લીલાવતી હોસ્પિટલના ડોક્ટરે કહ્યું કે સૈફને ખાનગી વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે, પરંતુ તે હાલમાં નિવેદન નોંધવાની સ્થિતિમાં નથી. હુમલાખોરની નવી તસવીર આવી સામે
સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપીનો નવો ફોટો સામે આવ્યો છે. જેમાં તે પીળા શર્ટમાં જોવા મળી રહ્યો છે. સૈફ પર હુમલો કરનાર શખ્સ કપડાં બદલી-બદલી પોલીસ સાથે સંતાકૂકડી રમી રહ્યો છે. રિક્ષાચાલક સૈફની હાલત જોઈને ગભરાઈ ગયો
સૈફ અલી ખાનને હોસ્પિટલ સુધી પહોંચાડનાર રિક્ષાચાલક ભજન સિંહ રાણાએ જણાવ્યું હતું કે, જ્યારે ઘરના ગેટ પાસે પહોંચ્યો ત્યારે એક મહિલાએ તેને રિક્ષા-રિક્ષા કહીને બોલાવ્યો. ડ્રાઈવર ગભરાઈ ગયો અને તેણે યુ-ટર્ન લીધો અને ગેટ પાસે રિક્ષા રોકી દીધી. સૈફ અલી ખાનને જોતાં જ તે સંપૂર્ણપણે ચોંકી ગયો. ડ્રાઈવરે કહ્યું, સૈફ અલી ખાનનું આખું શરીર લોહીથી લથપથ હતું, તેના પેન્ટ અને કુર્તા પર પણ લોહીના ડાઘ હતા. શરીર પર ઘણી ઇજાઓ હતી અને ઘણું લોહી વહી રહ્યું હતું. આ જોઈને મને ખૂબ જ આઘાત લાગ્યો. સૈફ પર હુમલો કરનાર આરોપી હજી પણ ફરાર
મુંબઈ પોલીસ સવારે જે વ્યક્તિની અટકાયત કરી હતી તેનું નામ શાહિદ છે. પોલીસે ગિરગાંવના ફોકલેન્ડ રોડ પરથી ધરપકડ કરી હતી. શાહિદ વિરુદ્ધ અગાઉ હાઉસબ્રેકિંગના ચારથી પાંચ કેસ નોંધાયેલા છે, જોકે આ વ્યક્તિની પૂછપરછ એક્ટરના કેસ સાથે જોડાયેલી નથી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે એક્ટરના કેસ મામલે જ આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, જોકે મુંબઈ પોલીસે આ દાવાને ફગાવી દીધો છે અને સ્પષ્ટતા કરી છે કે ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે શુક્રવારે સવારે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના સંબંધમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે હુમલાખોર જેવા દેખાતા ઘણા લોકોની પૂછપરછ કર્યા પછી તેની અટકાયત કરવામાં આવી હતી, જોકે અટકાયત કરાયેલી વ્યક્તિ વાસ્તવિક ગુનેગાર નથી અને હાલ તેને છોડી દેવામાં આવી છે. ભાનમાં આવતા જ સૈફે ડોક્ટરોને પૂછ્યા બે સવાલ
ડોક્ટરોએ કહ્યું હતું કે સૈફની બે સર્જરી કરવામાં આવી હતી. પહેલા કરોડરજ્જુ અને પછી કોસ્મેટિક સર્જરી કરવામાં આવી હતી. તેમની સર્જરી લગભગ 6 કલાક સુધી ચાલી. સર્જરી બાદ ભાનમાં આવતા જ સૈફે ડોક્ટરોને સૌથી પહેલા પૂછ્યું – શું હું શૂટિંગ કરી શકીશ? શું હું જિમમાં જઈ શકીશ? જવાબમાં ડોક્ટરોએ એક્ટરને ખાતરી આપી કે બે અઠવાડિયાં પછી ફરીથી શૂટિંગ શરૂ કરી શકશે અને જિમમાં વર્કઆઉટ કરી શકશે. ત્યાં સુધી તેણે યોગ્ય બેડ રેસ્ટ કરવો પડશે. હુમલાખોરની એન્ટ્રી CCTVમાં કેદ
સૈફ કેસમાં નવા CCTV સામે આવ્યા છે. રાત્રે 1.37 વાગ્યાના CCTV ફૂટેજ છે, જેમાં આરોપી સીડીથી ઉપર ચઢતો જોઈ શકાય છે. ચહેરો સ્કાર્ફથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે. સૈફની સુરક્ષામાં કચાશ!
સૈફ અલી ખાન પર હુમલાની તપાસમાં પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું કે એક્ટરના ઘરે કોઈ સર્વેલન્સ કેમેરા નહોતા. ઘરમાં યોગ્ય સુરક્ષા પગલાંનો અભાવ પણ જોવા મળ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લેટના એન્ટ્રન્સમાં કે અંદર મુલાકાતીઓ પર નજર રાખવા અથવા કોઈપણ ઈમર્જન્સીનો સામનો કરવા માટે કોઈ પ્રાઈવેટ સિક્યોરિટી તહેનાત નહોતી. બિલ્ડિંગમાં આવતી અને જતી વ્યક્તિઓ પર નજર રાખવા માટે કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નહોતા અને વિઝિટર્સના રજિસ્ટર માટે કોઈ લોગબુક પણ નહોતી. સૈફ પર કેવી રીતે હુમલો થયો?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments