back to top
Homeગુજરાતહોટલ સળગાવવા પ્રયાસ મામલે CCTV:નકળંગ હોટલના સંચાલકે પ્રથમ યુવકને ઝાપટ મારી હુમલો...

હોટલ સળગાવવા પ્રયાસ મામલે CCTV:નકળંગ હોટલના સંચાલકે પ્રથમ યુવકને ઝાપટ મારી હુમલો કર્યો, યુવકે રીલ જોઈ પેટ્રોલ બોમ્બ બનાવી હોટેલ પર ફેંક્યો; પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું

રાજકોટ શહેરમાં આવેલ નકળંગ હોટલ પર પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલ સળગાવવા પ્રયાસ કરવા મામલે વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રૂપિયાની લેતી દેતી મામલે બોલાચાલી થતા હોટલ સંચાલક દ્વારા પ્રથમ યુવકને ઝાપટ મારી બાદમાં લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપવામાં આવે છે ત્યારે હાલ પોલીસે જયદેવ રામાવતની ફરિયાદ આધારે પોલીસે હોટલ સંચાલક મુન્નાભાઈ ભરવાડ અને સાહિલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થઈ હતી
શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલ ભગતસિંહ ગાર્ડન પાસે નકળંગ ટી સ્ટોલ ખાતે 3 દિવસ પૂર્વે પેટ્રોલ બોમ્બ ફેંકી હોટલ સળગાવી દેવા પ્રયાસ થયા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે સમગ્ર મામલે એક સગીર સહિત 3 આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, સમગ્ર મામલે જયદેવ રામાવત અને ચિરાગને હોટલ સંચાલકને રૂપિયા 100 આપવામાં આવ્યા હતા અને હોટલ સંચાલકે 100 નહિ પરંતુ, 50 રૂપિયા આપ્યાનું કહી બોલાચાલી કરી હતી. જેમાં CCTV કેમેરા ચેક કરવાનું કહી CCTV જોતા હતા ત્યારે અચાનક હોટલ સંચાલક થડા પરથી ઉભા થઇ યુવકને ઝાપટ મારી બાદમાં પાસે રહેલ લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ મારી મૂંઢ ઇજા પહોંચાડવામાં આવી હતી. હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો
પોલીસને આપેલી આરોપીઓની કબૂલાત બાદ પોલીસે સમગ્ર મામલે હોટલના CCTV ફૂટેજ ચેક કરતા સામે આવ્યું હતું કે, હોટલ સંચાલક દ્વારા જ યુવક ઉપર પ્રથમ હુમલો કરી માર મારવામાં આવેલ છે. જેથી જયદેવ રામાવતની ફરિયાદ પરથી હોટલ સંચાલક મુન્નાભાઈ ભરવાડ અને સાહિલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મારામારી, મદદગારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પંચોની હાજરીમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું
હોટલ સંચાલક દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ યુવક ત્યાંથી નાસી જઇ બાદમાં રોષે ભરાયેલ યુવાનો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ પેટ્રોલ બોમ્બ બનાવવાનું શીખી બાદમાં વાહનમાંથી પેટ્રોલ કાઢી પેટ્રોલ બોમ્બ બનાવી હોટલ પર ફેંકી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આજરોજ બંને આરોપીને હોટલ ખાતે ઘટના સ્થળ પર લઇ જઈ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગે પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.. સગીર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકાશવાણી ચોક નજીક ભગતસિંહ ગાર્ડન પાસે 3 દિવસ પૂર્વે નકળંગ ટી સ્ટોલ ખાતે 100 રૂપિયાની લેતીદેતી મામલે બોલાચાલી કરી બાદમાં પેટ્રોલ બોમ્બ મારફત દુકાન સળગાવવા પ્રયત્ન કરવા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઇકાલે આરોપી ચિરાગ શૈલેષભાઇ જલાલજી (ઉ.વ.20)ની ધરપકડ કરી યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જયારે અન્ય એક આરોપી જયદેવ રામાવત અને તેની સાથે એક સગીર આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે હજુ એક અન્ય આરોપી ફરાર હોય જેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામમાં રીલમાંથી પેટ્રોલ બોમ્બ બનાવવાનું શીખ્યા હતા
પોલીસ તપાસમાં આરોપી પ્રથમ નકળંગ હોટલ ખાતે ગયા હોય જ્યાં રૂપિયાની લેતીદેતી મામલે બોલચાલ થતા હોટલ સંચાલકે તેને માર માર્યો હોવાથી યુવક રોષે ભરાયા હતા. બાદમાં ત્યાંથી નાસી જઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ મારફત પેટ્રોલ બોમ્બ બનાવવાનું શીખ્યા હતા અને વાહનમાંથી પેટ્રોલ કાઢી બોટલમાં ભરી હોટલની સામે ઉભા રહી હોટલ પર ફેંકવામાં આવી હતી. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ આજ રોજ બપોરના સમયે યુનિવર્સિટી પોલીસ બંને આરોપી જયદેવ અને ચિરાગને ઘટના સ્થળ પર લઇ જઇ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો? તે અંગે પંચોની હાજરીમાં રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આરોપીઓની પુછપરછ કરતા તેમને કબૂલાત આપી હતી કે, સમગ્ર ઘટનામાં બોલાચાલી થયા બાદ હોટલના સંચાલક દ્વારા માર મારી પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી, આ મામલે નકળંગ હોટલ સંચાલક મુન્નાભાઈ ભરવાડ અને સાહિલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મારામારી, મદદગારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં હોટલ સંચાલક આરોપીઓ દ્વારા જયદેવ રામાવતને ટી સ્ટોલ ખાતે લોખંડના પાઇપ તેમજ ઢીકા પાટુ વડે માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments