જનરેટિવ એઆઇ 2030 સુધીમાં 3.8 કરોડ નોકરીમાં પરિવર્તન લાવશે તેમજ નોંધપાત્ર આર્થિક વૃદ્ધિને વેગ આપશે તેવો આશાવાદ EY ઇન્ડિયાના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. જેન એઆઇના ઉપયોગથી સંગઠિત ક્ષેત્રમાં આર્થિક ઉત્પાદકતામાં 2.61%નો વધારો થશે અને જો અસંગઠિત ક્ષેત્ર દ્વારા પણ વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી વધુ 2.82%ની ઉત્પાદકતા હાંસલ કરી શકાય છે. રિપોર્ટ અનેકવિધ ઇન્ડસ્ટ્રીઝમાં જેન એઆઇની ક્ષમતા પર ભાર મૂકે છે જેમાં 24% કામકાજ સંપૂર્ણપણે સ્વચાલિત છે અને 42% કામગીરીમાં એઆઇ ઑગમેન્ટેન્સન મારફતે સુધારો કરી શકાય છે. તેનાથી પ્રોફેશનલ્સ માટે 8-10 કલાકની બચત શક્ય બને છે, જેનો ઉપયોગ તેઓ અન્ય વધુ મૂલ્ય ધરાવતી ગતિવિધિ પર ફોકસ કરવા માટે કરી શકે છે.
એઆઇથી ખાસ કરીને સર્વિસ સેક્ટરને સૌથી વધુ લાભ થશે. ગ્રાહક સંપાદન, કામગીરી અને સેવા જેવી પ્રક્રિયાઓમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. IT/ITeS અને BPO સેક્ટર્સ પણ નોંધપાત્ર પરિવર્તનમાંથી પસાર થશે. જો કે, ઓટો અને ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદકતાને લઇને મર્યાદિત લાભ જોવા મળશે. બિઝનેસ પ્રક્રિયામાં, કોલ સેન્ટર મેનેજમેન્ટની ઉત્પાદકતામાં 80% જ્યારે સૉફ્ટવેર ડેવલપમેન્ટમાં 61%ની વૃદ્ધિ નોંધાશે. જ્યારે ડિસ્ટ્રીબ્યૂશમાં 45%સ કસ્ટમર સર્વિસમાં 44% અને માર્કેટિંગમાં 41%નો ગ્રોથ જોવા મળી શકે છે. જો કે આવડત ધરાવતા કર્મચારીઓની અછત પર ભાર મૂકવામાં આવ્યો હતો. દેશની માત્ર 3% કંપનીઓ AIની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તેવા કર્મચારીઓ ધરાવે છે,