back to top
Homeદુનિયાગાઝામાં 15 મહિના બાદ ઇઝરાયલ-હમાસ યુદ્ધ બંધ:આજે ઇઝરાયલના 3 બંધકોને મુક્ત કરવામાં...

ગાઝામાં 15 મહિના બાદ ઇઝરાયલ-હમાસ યુદ્ધ બંધ:આજે ઇઝરાયલના 3 બંધકોને મુક્ત કરવામાં આવશે; નેતન્યાહુએ કહ્યું- જરૂર પડ્યે ફરીથી યુદ્ધ શરૂ કરવાનો અધિકાર છે

ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલું યુદ્ધ આજથી બંધ થશે. યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો રવિવાર, 19 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે, હમાસ ઇઝરાયલના 3 બંધકોને મુક્ત કરશે. તેમને સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગ્યે મુક્ત કરવામાં આવશે. હમાસે હજુ સુધી મુક્ત કરવામાં આવનાર બંધકોના નામ જાહેર કર્યા નથી. ઇઝરાયલની કેબિનેટે શનિવારે હમાસ સાથેના યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી હતી. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના કાર્યાલયે એક નિવેદન જાહેર કરીને આની પુષ્ટિ કરી છે. બંધકોના નામ જાહેર ન કરવા પર ઇઝરાયલના વડાપ્રધાને કહ્યું કે જો નામ જાહેર નહીં થાય તો અમે યુદ્ધવિરામને આગળ વધારી શકીશું નહીં. નેતન્યાહુએ જરૂર પડ્યે ફરીથી યુદ્ધ શરૂ કરવાની વાત પણ કરી હતી. યુદ્ધવિરામ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે આ ડીલ 3 તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં હમાસ ઇઝરાયલમાંથી અપહરણ કરાયેલા 33 બંધકોને મુક્ત કરશે. તેમજ ઇઝરાયલની સેના ગાઝા બોર્ડરથી 700 મીટર દૂર પાછળ હટશે. ઇઝરાયેલમાં ન્યાય મંત્રાલયે 95 પેલેસ્ટિનિયન કેદીઓની યાદી પણ જાહેર કરી છે, જેમને પ્રથમ તબક્કામાં મુક્ત કરવામાં આવશે. જેમાં 69 મહિલાઓ, 16 પુરૂષો અને 10 સગીરોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલ 700થી વધુ પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કરશે. તેમના નામની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સામેલ ઘણા લોકો હમાસ અને પેલેસ્ટિનિયન ઈસ્લામિક જેહાદના સભ્યો સહિત હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસ ઇઝરાયલમાં ઘૂસીને 1200 લોકોની હત્યા કરી હતી અને 251ને બંધક બનાવી હતી. તેના થોડા કલાકો બાદ ઇઝરાયલી સેનાએ ગાઝા પર હુમલો કર્યો. યુદ્ધવિરામ ડીલ ત્રણ તબક્કામાં પૂર્ણ થશે 15 જાન્યુઆરીએ જો બાઈડને કહ્યું કે આ ડીલ 19 જાન્યુઆરી રવિવારથી ત્રણ તબક્કામાં શરૂ થશે. આમાં 42 દિવસ સુધી બંધકોની આપ-લે કરવામાં આવશે. પ્રથમ તબક્કો: બીજો તબક્કો: ત્રીજો તબક્કો: નેતન્યાહુની પાર્ટીના 2 મંત્રીઓએ યુદ્ધવિરામનો વિરોધ કર્યો હતો
પીએમ નેતન્યાહુના લિકુડના મંત્રીના મંત્રી ડેવિડ અમ્સલેમ અને અમીચાઈ ચિકલી એ આઠ મંત્રી​​​​​​​ઓમાં સામેલ હતા જેમણે યુદ્ધવિરામની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ સિવાય સરકારમાં સામેલ ઓત્ઝમા યેહુદિત પાર્ટીના 6 મંત્રીઓએ પણ યુદ્ધવિરામના વિરોધમાં મતદાન કર્યું હતું. આ પહેલા શુક્રવારે ઇઝરાયલના સુરક્ષા મંત્રી અને નેતા બેન-ગવીર ઈટામારે હમાસ સાથેના યુદ્ધવિરામ કરારનો વિરોધ કર્યો હતો. જો ડીલ મંજૂર થશે તો સરકાર પાસેથી ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપી હતી. આ ડીલ અંગે કતારમાં કેટલાય અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી કતારની રાજધાની દોહામાં છેલ્લા ઘણા અઠવાડિયાથી યુદ્ધવિરામ માટેની વાટાઘાટો ચાલી રહી હતી. આ વાતચીતમાં ઈજિપ્ત અને અમેરિકા પણ સામેલ હતા. અલ જઝીરાના અહેવાલ મુજબ, કતારના પીએમ થાનીએ બુધવારે હમાસ અને ઇઝરાયલના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ આ ડીલ પૂર્ણ થઈ હતી. પ્રથમ તબક્કાના બંધકોને મુક્ત કર્યાના 15 દિવસ બાદ હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષો કાયમી સીઝફાયર અંગે વાત કરશે. ડીલ કતાર અને અમેરિકા દ્વારા કરવામાં આવી હતી ઇજિપ્ત, કતાર અને અમેરિકાની મદદથી કતારની રાજધાની દોહામાં આ સમજુતી પર વાટાઘાટો કરવામાં આવી હતી. ઇઝરાયલનું પ્રતિનિધિત્વ મોસાદ ચીફ ડેવિડ બાર્નિયા અને શિન બેટ ચીફ રોનેન બારે કર્યું હતું. તેમજ, યુએસ તરફથી ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને બાઈડનના દૂત બ્રેટ મેકગર્ક અહીં હાજર હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments