મંગળવારે મોડી સાંજે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં લોકપ્રિય ઈન્દ્રુનાગ પેરાગ્લાઈડિંગ સાઈટ પર અકસ્માતમાં ગુજરાતની 19 વર્ષીય યુવતીનું મૃત્યુ થયું હતું. જ્યારે પાઈલટ ગંભીર રીતે ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ ભાવસાર ખુશી (ઉં.વ.19), પુત્રી જીગ્નેશ સહજાનંદ, એવન્યુ ટોરેન્ટ પાવર લિમિટેડ પાસે નારણપુરા, અમદાવાદ તરીકે થઈ છે. ઘાયલ પાઈલટની ઓળખ ધર્મશાળાના તાહુ ચોલા નિવાસી પ્યારે લાલના પુત્ર મુનીશ કુમાર તરીકે થઈ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના સાંજે 5:55 વાગ્યે બની હતી અને ખુશી પેરાગ્લાઈડિંગ માટે નીકળી હતી. ખાસ વાત એ છે કે પેરાગ્લાઈડિંગને સાંજે 5 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવી હતી. 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી
ધર્મશાળા પોલીસ સ્ટેશનના એસએચઓ નારાયણના જણાવ્યા અનુસાર, ટેકઓફ કરતી વખતે પેરાગ્લાઈડર ન ખુલવાને કારણે યુવતી 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. પોલીસ તપાસમાં જોડાઈ
અકસ્માત બાદ પરિવારજનો તરત જ ખુશીને ઝોનલ હોસ્પિટલ ધર્મશાળા લઈ ગયા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસે લાશનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે પરિવારના સભ્યો અને પેરાગ્લાઈડરના પાઈલટના નિવેદન નોંધ્યા છે. આ ઉપરાંત અકસ્માતની ઝીણવટભરી તપાસ માટે પાઈલટને લગતી માહિતી પણ એકત્રિત કરવામાં આવી રહી છે.