back to top
Homeદુનિયારિપોર્ટ- ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદ ચીન જશે:ચીની રાષ્ટ્રપતિ સાથે ગઈકાલે ફોન...

રિપોર્ટ- ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લીધા બાદ ચીન જશે:ચીની રાષ્ટ્રપતિ સાથે ગઈકાલે ફોન પર વાત કરી; ભારતના પ્રવાસે પણ આવી શકે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ શપથ લીધા બાદ ચીનની મુલાકાત લેશે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ટ્રમ્પ ચીન સાથેના સંબંધોને ગાઢ બનાવવા માટે બેઈજિંગની મુલાકાત લેવા ઈચ્છે છે. તેમણે પોતાના કાર્યકાળના 100 દિવસમાં આ પ્રવાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારવાની વાત કરી હતી. ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ટ્રમ્પે જિનપિંગને તેમના શપથ ગ્રહણ માટે આમંત્રણ પણ આપ્યું છે. જિનપિંગે ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગને શપથ ગ્રહણમાં મોકલવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પે તેમના સલાહકારો સાથે પણ ભારતની મુલાકાત અંગે વાત કરી છે. ગયા મહિને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની અમેરિકાની મુલાકાત દરમિયાન ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને પ્રાથમિક વાતચીત પણ થઈ હતી. ટ્રમ્પે જિનપિંગ સાથે વેપાર અને ટિકટોક પર વાત કરી
જિનપિંગ સાથે ફોન કોલ બાદ ટ્રમ્પે તેને ખૂબ જ સારી વાતચીત ગણાવી હતી. તેમણે ચીનના રાષ્ટ્રપતિ સાથે વેપાર TikTok અને fentanyl અને અન્ય મુદ્દાઓ પર વાત કરી. વાતચીત બાદ ટ્રમ્પે કહ્યું કે, રાષ્ટ્રપતિ શી અને હું વિશ્વને વધુ શાંતિપૂર્ણ અને સુરક્ષિત બનાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરીશું. વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ટ્રમ્પે ચીનને ફેન્ટાનીલ સપ્લાય કરતા ઉત્પાદકો પર કડક કાર્યવાહી કરવા કહ્યું છે. બીજી તરફ ટ્રમ્પ ચીનની આયાત પર નવા ટેરિફની યોજના પર પણ કામ કરી રહ્યા છે. ટ્રમ્પ ક્વાડ માટે ભારત આવશે
ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વોડ દેશોની બેઠક માટે ભારત આવશે. ભારત ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસના નેતાઓ સાથે ક્વાડ સમિટનું આયોજન કરશે. આ કોન્ફરન્સ એપ્રિલ અથવા ઓક્ટોબરમાં યોજવામાં આવી શકે છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વર્ષના અંત સુધીમાં અમેરિકા જઈ શકે છે. આ દરમિયાન તેઓ વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે ઔપચારિક બેઠકમાં ભાગ લેશે. આ પહેલા PM મોદીએ ગયા વર્ષે ડેલાવેરમાં જો બાઈડન સાથે ક્વાડ મીટિંગમાં ભાગ લીધો હતો. ક્વાડ 2024નું આયોજન ભારતમાં થવાનું હતું, પરંતુ જો બાઈડનના આગ્રહ પર ભારતે તેની યજમાની અમેરિકાને આપી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments