વડોદરામાં આવેલા વિશ્વામિત્રી પૂર બાદ સફાળી જાગી ગયેલી સરકાર હવે નદી ઊંડી તથા પહોળી કરવાના કામમાં જોતરાઈ ગઈ છે. આ માટે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે. જો કે અંદાજે ખર્ચ 3200 કરોડ સુધી થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 24 કિ.મી. સુધીની વિશ્વામિત્રી નદી 10 ફૂટ સુધી ઊંડી કરવા માટે કામ પણ સોંપાઈ ગયા છે, ત્યારે વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા એનઓસી મળ્યા બાદ આ કામગીરી શરૂ થઈ શકશે. વાઈલ્ડ લાઈફ બોર્ડ દ્વારા આ માટે પ્રક્રિયા કરવામાં આવી છે અને મગરની વસ્તી ગણતરી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રીમાં હાલ 441 મગર
વર્ષ-1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગર હતા. જોકે આજે વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. 16 જાન્યુઆરીએ બે મગરના મોત થયા, અસ્તિત્વ સામે સવાલ
મગરોને રિ-લોકેટ કરવાની આ તૈયારીઓ વચ્ચે 16 જાન્યુઆરીના રોજ વિશ્વામિત્રી નદીમાંથી બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરા શહેરમાં છેલ્લા 2 મહિનામાં 6 મગરના મોત થયા છે. અચાનક આ રીતે મગરના થઈ રહેલા મોતના કારણે મગરોના અસ્તિત્વ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. અમે લોકોએ કેન્દ્રમાં એક પ્રપોઝલ કરી છે: PCCF
વિશ્વામિત્રી નદીમાં રહેલા મગર વરસાદી પૂર વખતે વડોદરા શહેરમાં દોડવા લાગે છે ત્યારે નદીમાં કેટલા મગર છે તેની વસ્તી ગણતરી કરવામાં આવશે. આ અંગે એડીશનલ PCCF(પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ) ડો. જયપાલ સિંહે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, વન્ય પ્રાણી જે શિડ્યુઅલ-1માં આવે છે તેમને જો જરૂર પડે તો ટેમ્પરરી રિ-લોકેટ કરવાના થાય છે. આ સત્તા ભારત સરકારની છે એટલે અમે લોકોએ એક પ્રપોઝલ કરી છે. માનીએ કે શિડ્યુઅલ 1 પ્રાણી જેમ કે મગર કામ કરતી વખતે સામે આવી જાય અને આગળ-પાછળ ના જાય તો કામ થઈ શકે નહીં એટલે ટેમ્પરરી શિફટ કરીને વડોદરા ઝૂ કે અન્ય સુવિધામાં રાખીએ. જેવું કામ પૂરું થાય કે તરત જ તેમને ફરીથી નદીમાં પાછા છોડી દઈએ. વડોદરા કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ તરફથી પ્રપોઝલ આવ્યું હતું એટલે અત્યારે અમે ભારત સરકારમાં એક પ્રપોઝલ કર્યું છે. ‘વન્ય પ્રાણીની ગણતરી અંદાજિત હોય છે’
વધુમાં ડો.જયપાલ સિંહ જણાવે છે કે, વન્ય પ્રાણીની ગણતરી એકદમ ચોક્કસ થતી નથી એટલે અંદાજિત ગણતરી થાય છે. એ પ્રાણીઓ ખુલ્લા વાતાવરણમાં રહેતા હોય છે. કોઈ એક ચોક્કસ સમયમાં તેમની કેટલી સંખ્યા હોય છે તેનું આકલન થાય છે. જેના આધારે સંખ્યાનો અંદાજ થતો હોય છે. મગરની વસ્તી ગણતરી ગીર ફાઉન્ડેશન કરશે, હવે શરૂઆત કરશે અને અંદાજે એકાદ મહિનામાં ગણતરી કરી અને રિપોર્ટ કરશે. 24 કિમી લાંબી નદીમાં 375 મશીનો ઉતારી 10 ફૂટથી વધારે ખોદકામ કરાશે
2024ના જુલાઈમાં આવેલા વિનાશક પૂર બાદ વિશ્વામિત્રી નદી અને કાંસોને ઊંડી અને પહોળી કરવાની કામગીરી ઝડપભેર શરૂ કરવા તાજેતરમાં સ્પેશિયલ સ્ટેન્ડિગ કમિટીની બેઠક બોલાવવાનો નિર્ણય થયો છે. જેમાં 24 કિમી લાંબી નદીમાં 375 મશીનો ઉતારી 10 ફૂટથી વધારે ખોદકામ કરવામાં આવશે. 100 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને રૂ. 71 કરોડ ચૂકવવા પડશે. 4 દિવસ સુધી વરસાદી પાણી ઉતર્યા ન હતા
વિશ્વામિત્રી નદીના પૂરના કારણે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં 4 દિવસ સુધી વરસાદી પાણી ઉતર્યા ન હતા. પાલિકાએ શહેરમાં વરસાદી પાણી ભરાતા હોવાની 270 જેટલા સ્થળોને આઈડીટીફાઈ કર્યા છે. જેમાં આગામી સમયમાં રૂ. 20 કરોડના ખર્ચે 1125 જેટલા કોર્પોરેટિંગ વેલ બનાવવાની કામગીરી કરવામાં આવશે. જ્યાં વધુ પાણી ભરાતા હોય ત્યાં 8 લાખના ખર્ચે 125 પર્કોલેટિંગ વેલ તથા નાની નાની જગ્યાએ 1000 જેટલા પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવશે. 1000 પર્કોલેટિંગ વેલ માટે લોએસ્ટ કોન્ટ્રાક્ટરના ભાવે અન્ય 5 કોન્ટ્રાક્ટરને કામગીરીમાં સોંપાશે. 2004માં વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂર બાદ 2005માં નદીના પૂરને રોકી ડાઇવર્ટ કરવા, નદીને ઊંડી-સ્વચ્છ કરવા અને ટુરિઝમ વિકસાવવા સૂચન કરી સરવેે કરાયો હતો. જ્યારે 2009માં 10 ગોલ્ડન ગોલ્સમાં તેને સામેલ કરાયા હતા. તદુપરાંત 1 વર્ષ પહેલાં એજન્સીએ આ પ્રોજેક્ટમાં વિશ્વામિત્રીના પાણીને સાંઢવો-કેડવા કોતર મારફતે સાવલી જીઆઇડીસી થઈ મીની નદીની કોતરમાં ડાઇવર્ટ કરવા સૂચન કર્યું હતું. તદુપરાંત આજવા અને પ્રતાપપુરા સરોવરના પાળાને મજબૂત કરવા, વિશ્વામિત્રીમાં આજવા અને પ્રતાપપુરા સરોવર સાથે વડદલા, હરીપુરા અને ધનોરા તળાવનું પણ પાણી આવતું હોય છે. આ પાણીને રોકવા તળાવ વિયર ગેટ બનાવવા સૂચન કરાયું હતું, જેથી પૂરના સમયે પાણી રોકી શકાય. વિશ્વામિત્રી શહેર બહાર ખલીપુર પાસે જાંબુઆ નદી અને પિંગલવાડા પાસે ઢાઢર નદી સાથે મળે છે. જે બંને જગ્યાએ નદીને ઊંડી અને પહોળી કરવાનું આયોજન છે. ઢાઢર નદીમાં વિશ્વામિત્રીના પાણીનો ઝડપથી નિકાલ ન થતો હોવાથી ખલીપુર અને પિંગલવાડા નજીક નદીના જંક્શનને પહોળો કરાશે 20 વર્ષમાં 20 વખત પૂર આવ્યાં
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જન્માષ્ટમીની રાત્રે આવેલા વિનાશક પૂરે સરકારને હચમચાવી નાખી છે. 2004થી 26 ઓગસ્ટ 2024 દરમિયાન 20 વખત પૂર આવ્યા છે. જેમાં સૌથી વધુ પૂર આ વખતે આવ્યા છે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે-જ્યારે પૂર આવે છે, ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સરકારમાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ સરકાર દ્વારા ઊંઘ ઉડાડવામાં આવતી ન હતી.