શેરબજારમાં સાર્વત્રિક લેવાલીના માહોલ જોવા મળીયો હતો. અમેરિકામાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળવા જઈ રહ્યા છે. જેના પગલે શેરબજારમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. કોર્પોરેટ સારા પરિણામોએ અમેરિકી શેર બજારોમાં ગઈકાલે ડાઉ જોન્સમાં અને નાસ્દાકમાં ઉછાળાની સાથે આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં સુધારો આગળ વધ્યો હતો. બેન્કિંગ શેર્સમાં તેજીના સથવારે સેન્સેક્સ 646 પોઈન્ટ ઊછળ્યો છે. જ્યારે નિફ્ટી 150 પોઈન્ટથી વધુના ઊછાળા સાથે 23449 પર પહોંચ્યો હતો. સેન્સેક્સ પેકમાં સામેલ કોટક બેન્ક આજે 9% થી વધુ ઉછળ્યો છે. રોકાણકારોની મૂડી 3 લાખ કરોડ વધી છે. જ્યારે બીજી તરફ આઈટી શેર્સમાં સાવચેતીનું વલણ જોવા મળ્યું હતું. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ જોવા મળી હતી. નાણાકીય વર્ષ 2024-25 ના ત્રીજા ત્રિમાસિક માટે મોટાભાગે સકારાત્મક પરિણામો જાહેર થઈ રહ્યા છે. અમેરિકામાં પણ ફુગાવો ઘટ્યો છે. અને રોજગારીના ડેટા મજબૂત બન્યા છે. બીજી તરફ આગામી મહિને રજૂ થનારા કેન્દ્રીય બજેટમાં મધ્યમવર્ગ, આવકવેરા સંબંધિત મોટા સુધારાઓ થવાની અપેક્ષા વધી છે. આગામી સમયમાં આ પરિબળોની અસર શેરબજાર પર જોવા મળી શકે છે. વર્લ્ડ બેન્ક તથા ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને જાળવી રાખ્યા છે. નાણાં વર્ષ 2026માં ભારતના આર્થિક વિકાસ દરના 6.70%ના ટાર્ગેટને વર્લ્ડ બેન્કે જાળવી રાખ્યો છે અને આગામી બે વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાના અંદાજને પણ જાળવી રખાયો છે. આજ રીતે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના 7%ના પોતાના અંદાજને ઘટાડી 6.50% કર્યો છે પરંતુ નાણાં વર્ષ 2026 તથા 2027 માટેના 6.50%ના અંદાજને જાળવી રાખ્યા છે. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ગ્લેનમાર્ક ફાર્મા 2.40%, ઓરબિંદો ફાર્મા 2.07%, હેવેલ્સ 1.81%, ટાટા કમ્યુનિકેશન 1.71%, ડીએલએફ 1.31%, જેએસડબ્લ્યુ સ્ટીલ 1.16%, ગ્રાસીમ 1.13%, એચડીએફસી બેન્ક 1.0% વધ્યા હતા, જયારે વોલ્ટાસ 3%, એસબીઆઈ લાઈફ 2.71%, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 1.85%, અદાણી પોર્ટસ 1.14%, ટીસીએસ 1.0%, સન ફાર્મા 0.47, બાટા ઇન્ડિયા 0.47% ઘટ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4228 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1556 અને વધનારની સંખ્યા 2504 રહી હતી, 168 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 259 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 380 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23400 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23202 પોઈન્ટના પ્રથમ અને 23088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23474 પોઈન્ટ થી 23533 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23088 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49512 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49202 પોઈન્ટ પ્રથમ અને 49009 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49606 પોઈન્ટ થી 49737 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49737 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એચસીએલ ટેકનોલોજી ( 1795 ) :- એચસીએલ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1770 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1747 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1818 થી રૂ.1823 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1830 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એચડીએફસી બેન્ક ( 1655 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1626 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1616 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1673 થી રૂ.1680 ભાવ નોંધાવે તેવી સંભાવના છે.
કોટક બેન્ક ( 1924 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1944 આસપાસ વેચવાલી થકી રૂ.1898 થી રૂ.1880 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1950 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
ઇન્ફોસિસ લિ. ( 1817 ) :- રૂ.1838 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1844 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1797 થી રૂ.1780 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1850 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, ઈઝરાયેલ-હમાસ યુદ્વ અંતની સંમતિના કારણે વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થવાના પોઝિટીવ પરિબળ અને અમેરિકામાં ડોનાલ્ડ ટમ્પ સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે રોજગારીમાં વૃદ્વિ સાથે યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા આગમી દિવસોમાં ફરી વ્યાજ દરમાં ઘટાડાના સંકેત અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકતાં પોઝિટીવ પરિબળોએ વૈશ્વિક બજારોમાં ઉડાઉડ અટકી હતી. ભારતીય શેરબજારમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં કેશમાં સતત નેટ વેચવાલીના આવી રહેલાં આંકડા અને અમેરિકામાં નાસ્દાકમાં ધોવાણ સાથે ઘર આંગણે કોર્પોરેટ પરિણામોમાં સપ્તાહના અંતે ઈન્ફોસીસના રિઝલ્ટ પાછળ આઈટી શેરોમાં ધબડકો થયો છે. બજારમાં પાછલા દિવસોમાં મોટા ધોવાણ બાદ રોકાણકારોનો વિશ્વાસ ડગમગ્યો છે. નવી ખરીદીમાં સાવચેતી જોવાઈ રહી છે. હવે આગામી સપ્તાહમાં અમેરિકાના નવા રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની થનારી તાજપોશી પર વિશ્વની નજર મંડાયેલી હોઈ ઓવરનાઈટ તેજીનો વેપાર જાળવવાથી ખેલંદાઓ દૂર રહ્યા છે. જ્યારે ઘર આંગણે હવે નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રિય બજેટ રજૂ કરવાની કવાયત શરૂ થઈ ગઈ હોઈ નવી કેવી જોગવાઈ આવશે એની અનિશ્ચિતતાએ પણ તેજીનો વેપાર હળવો થતો જોવાઈ રહ્યો છે. કોર્પોરેટ પરિણામો, અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે 20, જાન્યુઆરી સુકાન સંભાળનાર હોઈ એના પર નજર સાથે ક્રુડ ઓઈલના ભાવ અને અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ પર નજર વચ્ચે આગામી દિવસોમાં નિફટી અને સેન્સેક્સમાં અફડા – તફડી જોવાઈ શકે છે.