વર્લ્ડ નંબર-1 ટેનિસ ખેલાડી જેનિક સિનર ઓસ્ટ્રેલિયન ઓપનમાં મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇટાલીના સિનરે ડેનમાર્કના હોલ્ગર રુનને 6-3, 3-6, 6-3, 6-2થી હરાવ્યો હતો. 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાનમાં રમાયેલી આ મેચમાં અમ્પાયરને મેડિકલ ટાઈમઆઉટ લેવો પડ્યો હતો. સિનરને મેડિકલ હેલ્પ લેવી પડી
રોડ લેવર એરિનામાં સોમવારે સિનર અને રૂની ગરમીનો સામનો કરવા ચહેરા પર ઠંડો ટુવાલ રાખતા દેખાયા. બંનેએ ઘણી વખત પાણી પણ છાંટ્યું. ત્રીજા સેટમાં સિનરને 10 મિનિટથી વધુ સમય માટે મેડિકલ હેલ્પ લેવી પડી. લોરેન્ઝો સોનેગો પણ ક્વાર્ટર ફાઇનલમાં
મેન્સ સિંગલ્સમાં ઇટાલીના લોરેન્ઝો સોનેગોએ અમેરિકાના લેર્નર ટિએનને 6-2, 6-3, 3-6, 6-1થી હરાવ્યો હતો. હવે તેનો મુકાબલો અમેરિકાના બેન શેલ્ટન સાથે થશે. અન્ય ક્વાર્ટર ફાઈનલ મેચમાં નોવાક જોકોવિચનો મુકાબલો કાર્લોસ અલ્કારાઝ અને એલેક્ઝાન્ડર ઝવેરેવનો ટોમી પોલ સામે થશે.