back to top
Homeભારતકેરળમાં 24 વર્ષની મહિલાને ફાંસીની સજા:યુવતીએ 2022માં બોયફ્રેન્ડને આયુર્વેદિક ટોનિકમાં ઝેર ભેળવીને પીવડાવ્યું...

કેરળમાં 24 વર્ષની મહિલાને ફાંસીની સજા:યુવતીએ 2022માં બોયફ્રેન્ડને આયુર્વેદિક ટોનિકમાં ઝેર ભેળવીને પીવડાવ્યું હતું, કોર્ટે કહ્યું- આ રેયરેસ્ટ ઓફ ધ રેર કેસ

કેરળના તિરુવનંતપુરમની જિલ્લા અદાલતે સોમવારે 24 વર્ષીય યુવતીને મૃત્યુદંડની સજા સંભળાવી છે. ઓક્ટોબર 2022માં યુવતીએ તેના બોયફ્રેન્ડને આયુર્વેદિક ટોનિકમાં ઝેર ભેળવીને પીવડાવી દીધું અને તેને મારી નાખ્યો હતો. યુવતીના લગ્ન બીજે નક્કી થયા હતા, એટલે તેણે બોયફ્રેન્ડથી પીછો છોડાવવા માટે તેને મારી નાખ્યો. તેના કાકા નિર્મલાકુમારણ નાયરને હત્યામાં સાથ આપવા અને પુરાવા નષ્ટ કરવાના મામલે દોષી ઠરાવવામાં આવ્યો છે, તેને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. પુરાવાના અભાવે યુવતીની માતાને છોડી દેવામાં આવી છે. સજા ફટકારતા કોર્ટે કહ્યું- આ રેયરેસ્ટ ઓફ ધ રેર કેસ છે. યુવતીએ તે વ્યક્તિને દગો આપ્યો જે તેને પ્રેમ કરતો હતો અને તેનાથી સમાજમાં સારો મેસેજ નથી ગયો. ગ્રીષ્માના વકીલે કહ્યું- તે શિક્ષિત છે અને તેનાં માતા-પિતાની એકમાત્ર પુત્રી છે. તેનો અત્યાર સુધી કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. આવી સ્થિતિમાં સજા ઘટાડવી જોઈએ. કોર્ટે 586 પાનાંના પોતાના નિર્ણયમાં કહ્યું કે ગુનાની ગંભીરતાને જોતા આરોપીની ઉંમર અને અન્ય સંજોગોને ધ્યાનમાં લેવાની જરૂર નથી. ગ્રીષ્માએ પ્લાનિંગ સાથે શેરોનની હત્યા કરી હતી. ધરપકડ બાદ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેથી તપાસને વાળવામાં આવે. છોકરો સંબંધ ખતમ કરવા માંગતો ન હતો, તેથી તેણે હત્યા કરી
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર વીએસ વિનીત કુમારના જણાવ્યા અનુસાર, દોષી ગ્રીષ્માના લગ્ન નાગરકોઈલના રહેવાસી આર્મી સૈનિક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. આ કારણે તે તેના બોયફ્રેન્ડ શેરોન રાજનને સંબંધ તોડવા માટે કહી રહી હતી, પરંતુ શેરોન ગ્રીષ્મા સાથેનો સંબંધ ખતમ કરવા માંગતો ન હતો. 14 ઓક્ટોબર 2022ના રોજ, ગ્રીષ્માએ શેરોન રાજનને કન્યાકુમારીના રામવર્મનચિરાઈમાં તેના ઘરે બોલાવ્યો. ત્યાં, ગ્રીષ્માએ આયુર્વેદિક ટોનિકમાં પેરાક્વેટ (ખતરનાક હર્બિસાઇડ) ભેળવીને ઝેર આપ્યું. ગ્રીષ્માના ઘરેથી નીકળતાની સાથે જ શેરોનની​ તબિયત બગડવા લાગી અને તેને સતત ઊલટી થવા લાગી. પરિવારજનોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. 23 વર્ષનો શેરોન 11 દિવસ પછી 25 ઓક્ટોબરે હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો. શેરોન તિરુવનંતપુરમના પરસાલાનો રહેવાસી હતો. અગાઉ પણ મારવાનો પ્રયાસ કર્યો હતો
VS વિનીત કુમારે કહ્યું- ગ્રીષ્મા પહેલાં પણ ઘણી વખત શેરોનને મારવાની કોશિશ કરી ચૂકી છે. ગ્રીષ્માએ શેરોનને જ્યૂસમાં ભેળવી પેરાસીટામોલની ગોળીઓ આપી. જ્યારે શેરોને જ્યૂસ પીધો ત્યારે તેનો સ્વાદ કડવો લાગ્યો અને તેણે તે થૂંકી નાખ્યો. જેના કારણે તેને કોઈ અસર થઈ ન હતી. શેરોનનાં માતા-પિતા જયરાજ અને પ્રિયાએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જોકે, ગ્રીષ્માની માતા સિંધુને નિર્દોષ જાહેર કરવાથી તેઓ નિરાશ છે. તેમનું કહેવું છે કે શેરોનના મૃત્યુમાં સિંધુ પણ એટલી જ જવાબદાર હતી અને તે ચુકાદા સામે અપીલ કરવા માટે પોતાના વકીલ સાથે વાત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments