back to top
Homeગુજરાતગુજરાત યુનિ.ના 4 કરોડની ઉપાચતનો કેસ:સ્વજનોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાની પ્રોફેસરની કબૂલાત;...

ગુજરાત યુનિ.ના 4 કરોડની ઉપાચતનો કેસ:સ્વજનોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાની પ્રોફેસરની કબૂલાત; 60 નોલેજ પાર્ટનરની તપાસ થશે, 70%થી વધુ રકમ મળી હશે તો આરોપી

ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર કમલજિત લખતરિયા સામે યુનિવર્સિટીના 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ હતી. આ ઉપરાંત 16 કરોડ રૂપિયાના ખર્ચ થયેલો છે, તેના કોઈ હિસાબ આપવામાં આવ્યા નથી. કમલજિત લખતરિયાની તપાસમાં નોલેજ પાર્ટનરને 70 ટકા રકમ આપવાની હતી, તેનાથી વધુ રકમ આપી હોવાનું સામે આવ્યું છે. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 60 નોલેજ પાર્ટનર સામે પણ તપાસ કરવામાં આવશે. તપાસમાં નોલેજ પાર્ટનરે વધુ પૈસા લીધા હશે તો તેમને પણ આરોપી બનાવવામાં આવશે. એનિમેશન વિભાગના વ્યવહારોની તપાસમાં ગેરરીતી સામે આવી
ગત 16 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતી યુનિવર્સિટીના અધિકારી અજય દાસે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે કે, ગુજરાત યુનિવર્સિટીમાં એસોસિયએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા કમલજિત લખતરિયા વર્ષ 2015થી એનીમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડિનેટર તરીકેનો ચાર્જ સંભાળતા હતા. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ખાનગી કંપનીઓ સાથે MOU થયા હતા. ખાનગી કંપનીઓ નોલેજ પાર્ટનર તરીકે રોકવામાં આવી હતી. એનિમેશન વિભાગમાં ફીની આવકના 30 ટકા ગુજરાત યુનિવર્સિટીને આપવાના હતા અને 70% એનિમેશન વિભાગને લેવાના હતા. યુનિવર્સિટીના નાણા સમયસર આપવાની જવાબદારી કો-ઓર્ડિનેટરની હતી. વર્ષ 2023માં કાર્યકારી ચીફ એકાઉન્ટન્ટ કનૈયા ઠાકરે તપાસ કરી ત્યારે એનિમેશન વિભાગના વ્યવહારોમાં ગેરરીતી થઈ હોવાની જાણ થઈ હતી. પ્રોફેસરને ગેરરીતી બદલ ફરજ મોકુફ કરાયા
આ અંગે યુનિવર્સિટી દ્વારા નાણાકીય વ્યવહારની તપાસ માટે સીએની નિમણૂક કરવામાં આવી હતી. આ દરમિયાન કમલજિત લખતરિયાને નાણાકીય ગેરરીતી બદલ ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા. નિવૃત્ત ડીસ્ટ્રીક જજની અધ્યક્ષતામાં ઇન્કવાયરી કરવામાં આવી હતી. ઇન્કવાયરી દરમિયાન કમલજિત લખતરિયાએ પોતાના અંગત વપરાશ માટે પોતાના ખાતામાં, સંબંધીઓના ખાતામાં તથા વેપારીઓના ખાતામાં જેના આધાર પુરાવા નથી તથા નોલેજ પાર્ટનરના ખાતામાં જરૂર કરતાં વધુ એમ કુલ 4.09 કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી. આ ઉપરાંત 16.64 કરોડ રૂપિયાની રકમના ખર્ચ કર્યા છે. જે બાબતે કોઈ પરવાનગી કે આધાર પુરાવા આપ્યા નથી. પ્રોફેસરે ઉપાચતની પોલીસ સમક્ષ કબુલાત કરી
કમલજી લખતરિયાએ ઇન્કવાયરી દરમિયાન સ્વીકાર પણ કર્યો હતો કે, શરત ચૂકથી પૈસા ટ્રાન્સફર કરી દીધા છે. જે પૈકી 67.32 લાખ ટુકડે-ટુકડે પરત જમા કરાવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીને લેવાના 30 ટકા લેખેના 4.09 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા ન હતા અને યુનિવર્સિટી સાથે વિશ્વાસઘાત કરીને નાણાની ઉચાપત કરી હતી. જે મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કમલજિત લખતરિયાની ધરપકડ કરવામાં આવી છે. સંબંધીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા
કમલજિત લખતરિયાની તપાસ દરમિયાન લખતરિયાએ કબુલાત કરી છે કે, તેણે 4.09 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. જેમાં તેણે પોતાના તથા સ્વજનોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. આ ઉપરાંત નોલેજ પાર્ટનર કંપનીઓને 70% રકમ આપવાની હતી, તે 70% રકમ આપ્યા ઉપરાંત તેમને ગુજરાત યુનિવર્સિટીના હિસ્સાની 30 ટકા રકમમાંથી પણ રકમ ચૂકવી છે. નોલેજ પાર્ટનર અલગ અલગ કોર્સનો અભ્યાસ કરાવતા હતા, જેથી તે મામલે હવે ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. 60 જેટલા નોલેજ પાર્ટનરની તપાસ કરાશે
એનિમેશન ડિપાર્ટમેન્ટમાં જ્યારે હાયર પેમેન્ટ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યા ત્યારે જ નોલેજ પાર્ટનરને 70% રકમ આપવાની હતી. નોલેજ પાર્ટનર દ્વારા સંપૂર્ણ કોર્સનું સંચાલન કરવાનું રહેતું હતું, જે માટે તેને 70% રકમ મળતી હતી. જ્યારે યુનિવર્સિટીને 30% રકમ મળતી હતી, પરંતુ લખતરિયાએએ પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીની 30% રકમમાંથી નોલેજ પાર્ટનરને ફાયદો કરાવવા માટે વધુ રકમ ચૂકવી હતી. 60 જેટલા નોલેજ પાર્ટનરને રકમ ચૂકવી હોવાનું હાલ સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તમામ નોલેજ પાર્ટનરના નિવેદન લેવામાં આવશે અને તેની તપાસ કરવામાં આવશે. તપાસ દરમિયાન નોલેજ પાર્ટનરે ખરેખરમાં જરૂરિયાતથી વધુ રકમ મેળવી હશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments