એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી ટીવી સિરિયલો અને મરાઠી ફિલ્મોમાં કામ કરતા ફેમસ એક્ટર યોગેશ મહાજનનું ગઈકાલે અવસાન થયું છે. એક્ટરનુ મૃત્યુનું હાર્ટએટેકના કારણ થયું છે. એક્ટરનું મૃત્યુ કેવી રીતે થયું?
માહિતી અનુસાર, એક્ટરનું મૃત્યુ તેમના ફ્લેટમાં થયું હતું, જે સેટ પરિસરની અંદર હતો. જ્યારે તે શૂટિંગ માટે ન આવ્યો, ત્યારે ક્રૂ મેમ્બર્સ તેના ફ્લેટની અંદર ગયા અને જોયું. જ્યારે દરવાજો ન ખુલ્યો, ત્યારે દરવાજો તોડીને અંદર પ્રવેશ્યા. ફ્લેટમાં પ્રવેશતા જ એક્ટરની મૃત હાલત જોઈ ક્રૂના પગ નીચેથી જમીન સરકી ગઈ. એક્ટરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો અને કહ્યું કે તેમના મૃત્યુનું કારણ હાર્ટએટેક હતું. એક્ટરના મૃત્યુની પુષ્ટિ તેમની કો-એક્ટ્રેસ આકાંક્ષા રાવતે ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કરી હતી. એક્ટ્રેસે યોગેશ વિશે કહ્યું- તે ખૂબ જ રમૂજી વ્યક્તિ હતો. અમે એક વર્ષથી વધુ સમય માટે સાથે શૂટિંગ કરી રહ્યા હતા. અમારા બધા માટે આ આઘાતજનક ક્ષણ છે. યોગેશને સાત વર્ષનો પુત્ર છે
યોગેશને સાત વર્ષનો પુત્ર પણ છે. એક્ટરના મૃત્યુથી તેમની પત્ની ખૂબ જ શોકમાં છે અને તેમના નાના દીકરાએ પણ તેના પિતા ગુમાવ્યા છે. આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
યોગેશના અંતિમ સંસ્કાર આજે 20 જાન્યુઆરી 2025 ના રોજ સવારે 11 વાગ્યે મુંબઈના બોરીવલી પશ્ચિમમાં પ્રગતિ હાઇ સ્કૂલ પાસે ગોરારી-2 સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા. ખેડૂત પરિવારમાં જન્મ દીકરો ટીવી એક્ટર બન્યો
યોગેશનો જન્મ સપ્ટેમ્બર 1976 માં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે કોઈ ગોડફાધર વિના ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી. તેમના મૃત્યુ સમયે, તેઓ હિન્દી ટીવી સિરિયલ ‘શિવ શક્તિ – તપ, ત્યાગ, તાંડવ’ માં કામ કરી રહ્યા હતા. આ શોમાં તે શુક્રાચાર્યની ભૂમિકા ભજવી રહ્યો હતો. મરાઠી ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. તેમણે ‘મુંબઈશે શહાણે’, ‘સંસારચી માયા’ જેવી ઘણી મરાઠી ફિલ્મોથી દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. તેમના અચાનક અવસાનથી ચાહકો આઘાતમાં છે.