મકરસંક્રાંતિના દિવસે ગોંડલમાં બે યુવકે જાહેર સ્થળો પર છરી સાથે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જયદીપ ભાયાભાઈ ભાલારા અને ભાવેશ ગોરધનભાઇ ગોહેલ નામના બંને યુવકે માંડવીચોક પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલ નજીક છરી સાથે વીડિયો બનાવ્યા હતા. પોલીસે બંને આરોપીની તપાસ કરતા તેમની પાસેથી લોખંડની ધારવાળી 12 ઈંચની બે છરી કબજે કરી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને પોલીસે બંને યુવક સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-35(3)(6) હેઠળ કાર્યવાહી કરી છે અને જરૂર પડે ત્યારે હાજર રહેવા માટે નોટિસ આપી છે. આ કેસમાં PI એ.સી.ડામોર, હેડ કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ સોરિયા અને ભાવેશભાઈ સાસિયાની ટીમે સફળ કામગીરી કરી છે. આ ઘટના સોશિયલ મીડિયાના દુરુપયોગ અને જાહેર સ્થળો પર હથિયાર સાથે વીડિયો બનાવવાના ગંભીર પરિણામો અંગે ચેતવણીરૂપ છે.