સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોટીલા હાઈવે પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં કુલ 18,107 બોટલ વિદેશી દારૂ કે જેની કિંમત એક કરોડથી વધુ થાય છે, તે દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે.જાડેજા અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે પ્રથમ દરોડો ચોટીલાના નાની મોલડી ગામ નજીક પાડવામાં આવ્યો હતો. જ્યાં ટ્રકમાંથી 6,563 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. આ દરોડામાં રૂ.37.50 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી કુલ 47.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે બીજો દરોડો નાની મોલડીના રિલાયન્સ ચેક પોસ્ટ સામે નેશનલ હાઈવે પર પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 11,544 બોટલ વિદેશી દારૂ કે જેની કિંમત 66.10 લાખ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.76.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના બાડમેર જિલ્લાના લક્ષ્મણભારતી આનંદભારતી ગૌસ્વામીનો સમાવેશ થાય છે. પોલીસે આ કેસમાં માલ ભરી આપનાર ભજનલાલ બિશ્નોઇ, ટ્રક લઈ આવનાર કૃષ્ણારામ મારવાડી અને રાજકોટના અજાણ્યા વ્યક્તિ સહિત અન્ય આરોપીઓ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડના PSI જે.વાય.પઠાણ અને આર.એચ.ઝાલાની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજા દરોડામા નાની મોલડી પો.સ્ટે. વિસ્તાર રીલાયન્સ ચેક પોસ્ટ સામે નેશનલ હાઇવે રોડ પર ટ્રક ટેન્કરમાં લઈ જવાતી ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની બોટલ નંગ- 11544 કિંમત રૂ. 66,10,104 તથા અન્ય મુદામાલ મળી કૂલ કિંમત રૂ. 76,12,104ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમા એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી હકીકત મળેલ કે, ટ્રકનો ચાલક ગે.કા. ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ ભરી હાલ ચોટીલા તરફથી રાજકોટ તરફ જવા માટે અહી નાની મોલડી પો.સ્ટે.ના રીલાયન્સ ચેક પોસ્ટ સામે નેશનલ હાઇવે રોડ પરથી નીકળનાર છે. જે હકીકત આધારે સદરહુ જગ્યાએ પ્રોહી અંગે રેડ કરી આરોપીના કબજા ભોગવટાની ટ્રક ટેન્કરમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની કુલ બોટલ નંગ-11544 કુલ કિંમત રૂ. 66,10,104 તથા મોબાઈલ ફોન નં.1 કિ.રૂ. 2,000, તથા ટેન્કર કિ.રૂ. 10,00,000 એમ કુલ કિ.રૂ. 76,12,104ના મુદામાલ સાથે કમલેશકુમાર સદારામ બિશ્નોઈને પકડી પાડી ટેન્કર માલીક સુખદેવરામ ભીયારામ બિશ્નોઈ તેમજ હોન્ડા ગામે (ગોવા)થી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી આપનાર અને તપાસ દરમિયાન ખુલે તે તમામ આરોપીઓ વિરુધ્ધમાં નાની મોલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. સુરેન્દ્રનગર એલ.સી.બી.ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સપેકટર આર.એચ.ઝાલા તથા એલ.સી.બી.ના કુલદીપભાઇ શાંતુભાઇ તથા યુવરાજસિંહ દિલીપસિંહ તથા પેરોલ ફર્લો સ્કોડના દેવરાજભાઈ મગનભાઈ તથા એ.એચ.ટી.યુના જયપાલસિંહ દિલીપસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.