back to top
Homeમનોરંજનસૈફ પર હુમલો કરનાર બાંગ્લાદેશનો કુસ્તીબાજ નીકળ્યો:નેશનલ લેવલ પ્લેયર હતો, પોલીસે કહ્યું-...

સૈફ પર હુમલો કરનાર બાંગ્લાદેશનો કુસ્તીબાજ નીકળ્યો:નેશનલ લેવલ પ્લેયર હતો, પોલીસે કહ્યું- હુમલા બાદ બસ સ્ટોપ પર સૂઈ ગયો, થાણે જતાં પહેલાં કપડાં બદલ્યાં

એક્ટર સૈફ અલી ખાન પરના હુમલાની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલો આરોપી બાંગ્લાદેશમાં કુસ્તી પ્લેયર હતો. પોલીસે રવિવારે આ કેસમાં શરીફુલ ઇસ્લામની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે શરીફુલ ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલની કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ ચૂક્યો છે. કુસ્તીનો ખેલાડી હોવાને કારણે શરીફુલ સૈફ પર ભારી પડ્યો. ઘટના પછી તે બસ સ્ટેન્ડ પર સૂઈ ગયો હતો. તેણે થાણે જતાં પહેલાં કપડાં બદલ્યાં. તે વરલીના એક પબમાં કામ કરતો હતો, જ્યાંથી તેને ચોરી કરવા બદલ કાઢી મૂકવામાં આવ્યો હતો. શરીફુલ સપ્ટેમ્બરમાં મુંબઈ આવ્યો હતો. શરીફુલ પાઇપનો ઉપયોગ કરી સૈફના એપાર્ટમેન્ટ પહોંચ્યો
મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના બાંદ્રા સ્થિત ઘરમાં ક્રાઈમ સીનને રિક્રિએટ કરી શકે છે. મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદ નામના આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તપાસના ભાગરૂપે આરોપીને આગામી પાંચ દિવસમાં સતગુરુ શરણ બિલ્ડિંગમાં સૈફના ઘરે લઈ જવામાં આવશે. પોલીસે જણાવ્યું કે શહેઝાદ 16 જાન્યુઆરીની સવારે ચોરીના ઈરાદે બોલિવૂડ સ્ટારના એપાર્ટમેન્ટમાં ઘૂસ્યો હતો. પ્રાથમિક તપાસમાં તે સીડી દ્વારા બિલ્ડિંગના આઠમા માળે પહોંચ્યો હોવાનું જણાય છે. આ પછી તે પાઇપનો ઉપયોગ કરીને 12મા માળે ચઢી ગયો અને બાથરૂમની બારીમાંથી સૈફના ફ્લેટમાં પ્રવેશ કર્યો. આરોપી હુમલાખોર છે કે નહીં, પોલીસે કહ્યું- તપાસ ચાલી રહી છે
પોલીસે રવિવારે સવારે એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આરોપીને શનિવારે રાત્રે 2 વાગ્યે થાણેના લેબર કેમ્પમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો હતો, પરંતુ આ જ આરોપીએ સૈફ પર હુમલો કર્યો હતો કે નહીં એનો સ્પષ્ટ જવાબ પોલીસે આપ્યો નથી. જ્યારે મીડિયાએ પૂછ્યું કે ઘટના સમયે તે એકલો હતો કે પછી કેટલાક અન્ય લોકો પણ તેમની સાથે હતા, તો પોલીસે કહ્યું- તપાસ ચાલી રહી છે. આ પહેલાં શનિવારે પોલીસે છત્તીસગઢના દુર્ગમાંથી એક શકમંદની અટકાયત કરી હતી, પરંતુ તે આ કેસમાં સંડોવાયેલો જણાયો નહોતો, ત્યાર બાદ તેને છોડી મૂકવામાં આવ્યો હતો. પોલીસે અત્યારસુધીમાં 50 જેટલા લોકોની પૂછપરછ કરી છે. પોલીસનો દાવો- આરોપીએ ભારત આવીને પોતાનું નામ બદલી નાખ્યું
પોલીસે એ પણ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીનું નામ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહજાદ છે. તેની ઉંમર 30 વર્ષની છે. ગેરકાયદે રીતે ભારત આવ્યા બાદ તેણે પોતાનું નામ બદલીને વિજય દાસ રાખ્યું. તે 5-6 મહિના પહેલાં મુંબઈ આવ્યો હતો. અહીં હાઉસકીપિંગ એજન્સીમાં કામ કરતો હતો. તે પહેલીવાર સૈફ અલી ખાનના એપાર્ટમેન્ટમાં પ્રવેશ્યો હતો. પોલીસના 3 દાવા સૈફને 6 ઘા માર્યા હતા, છરીનો અઢી ઈંચનો ટુકડો કરોડરજ્જુમાં ફસાઈ ગયો સૈફ અલી ખાન હુમલા કેસમાં અત્યારસુધી શું… 15 જાન્યુઆરી: સૈફ અલી ખાન પર ઘરમાં છરી વડે હુમલો થયો
15 જાન્યુઆરીની રાત્રે આરોપી બાંદ્રા સ્થિત સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસ્યો. આરોપીએ સૈફ પર છરી વડે હુમલો કર્યો હતો. તેને ગરદન, પીઠ, હાથ અને માથા સહિત છ જગ્યાએ ઘા મારવામાં આવ્યા હતા. રાત્રે જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરી: કરોડરજ્જુમાં અટવાયેલો છરીનો ટુકડો કાઢવામાં આવ્યો
લીલાવતી હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા અનુસાર, સૈફની કરોડરજ્જુમાં છરીનો ટુકડો ફસાઈ ગયો હતો અને પ્રવાહી પણ નીકળી રહ્યું હતું. તેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યો છે. ડૉક્ટરે કહ્યું કે જો અભિનેતાની કરોડરજ્જુમાં છરી 2 મિમી. વધુ ઘૂસી ગઈ હોત તો કરોડરજ્જુને નોંધપાત્ર નુકસાન થઈ શક્યું હોત. 17 જાન્યુઆરી: સૈફને ઓપરેશન બાદ ICUમાંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરાયો
મુંબઈની લીલાવતી હોસ્પિટલના મુખ્ય ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે અને સીઓઓ ડૉ. નીરજ ઉત્તમાણીએ શુક્રવારે જણાવ્યું હતું કે સૈફને ICUમાંથી હૉસ્પિટલના વિશેષ રૂમમાં ખસેડવામાં આવ્યો છે. તે ખતરાની બહાર છે. 18 જાન્યુઆરી: પોલીસે છત્તીસગઢમાંથી એક શકમંદની ધરપકડ કરી
પોલીસે શનિવારે છત્તીસગઢના દુર્ગમાંથી એક શકમંદની અટકાયત કરી હતી. આરપીએફના પ્રભારી સંજીવ સિન્હાના જણાવ્યા અનુસાર, શકમંદને શાલિમાર જ્ઞાનેશ્વરી એક્સપ્રેસમાંથી પકડવામાં આવ્યો હતો. આ વ્યક્તિ જનરલ ડબ્બામાં બેઠો હતો. મુંબઈથી મોકલવામાં આવેલા ફોટોગ્રાફ્સના આધારે તેની ઓળખ થઈ હતી. જાન્યુઆરી 19: પોલીસે એક આરોપીની ધરપકડ કરી
મુંબઈ પોલીસે થાણેથી એક આરોપીની ધરપકડ વિશે જણાવ્યું હતું. તેણે દાવો કર્યો હતો કે તે સૈફ અલી ખાનના ઘરમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે આરોપી પાસે ભારતનો કોઈ માન્ય દસ્તાવેજ નથી. તે બાંગ્લાદેશી હોવાની શંકા છે. ભારત આવ્યા બાદ તેણે પોતાનું નામ પણ બદલી નાખ્યું. ઘટનાના દિવસની 2 તસવીર, જેમાં આરોપી દેખાતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે હવે વાંચો આ ઘટના સંબંધિત 4 નિવેદન… કરીના કપૂર (સૈફની પત્ની): સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે તેણે દરમિયાનગીરી કરી ત્યારે હુમલાખોર જહાંગીર (કરીના-સૈફના નાના પુત્ર) સુધી પહોંચી શક્યો નહોતો. તેણે ઘરમાંથી કોઈ ચોરી કરી નથી. હુમલાખોર ખૂબ જ આક્રમક હતો. તેણે સૈફ પર ઘણી વખત હુમલો કર્યો. હુમલા બાદ હું ડરી ગઈ હતી, તેથી કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ. અરિયામા ફિલિપ (ઘરની નોકરાણી): બાથરૂમ પાસે એક પડછાયો દેખાયો. એવું લાગતું હતું કે કરીના તેના નાના પુત્રને મળવા આવી હશે, પરંતુ પછી એક વ્યક્તિ દેખાઈ. તેણે મોં પર આંગળી મૂકીને ચૂપ રહેવા માટે ઈશારો કર્યો અને એક કરોડ રૂપિયાની માગણી કરી. અવાજ સાંભળીને સૈફ અલી ખાન બાળકોના રૂમમાં પહોંચી ગયો. સૈફને જોતાં જ આરોપીએ તેના પર હુમલો કર્યો. ભજન સિંહ (ઓટો-ડ્રાઇવર): હું રાત્રે ડ્રાઇવિંગ કરતો હતો. સતગુરુ ભવન સામેથી કોઈએ બૂમ પાડી. હું ઓટો ગેટ પાસે રોકાઈ ગયો. ગેટમાંથી લોહીથી લથપથ એક માણસ બહાર આવ્યો. શરીરના ઉપરના ભાગે અને પીઠના ભાગે ઊંડો ઘા હતો. ગરદન પર પણ ઈજા હતી. હું તરત જ તેને રિક્ષામાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો. નીતિન ડાંગે (હોસ્પિટલના ડૉક્ટર): સૈફ તેના પુત્ર ઇબ્રાહિમ સાથે પગપાળા હોસ્પિટલની અંદર આવ્યો હતો. તેના હાથ પર બે ઘા હતા. ગરદન પર પણ ઘા હતો, જેની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. હુમલા સંબંધિત 2 થિયરી, કારણ સ્પષ્ટ નથી હુમલાની થિયરી સંબંધિત 3 પ્રશ્ન હુમલાની આખી કહાની 6 ગ્રાફિક્સથી સમજો હુમલા સમયે સૈફના ઘરમાં 3 મહિલા અને 3 પુરુષ નોકર હાજર હતાં રાત્રે હુમલો થયો ત્યારે સૈફ અલી ખાનના ઘરમાં 3 મહિલા અને 3 પુરુષ નોકર હતાં. ઇબ્રાહિમ અને સારા અલી ખાન પણ આ જ બિલ્ડિંગના આઠમા માળે રહે છે. હુમલા બાદ તે આવ્યા અને સૈફ અલી ખાનને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયા. ઘરે કોઈ ડ્રાઈવર હાજર નહોતો. ઓટોમેટિક ઇલેક્ટ્રિક વાહન કેવી રીતે ચલાવવું એ કોઈને ખબર ન હતી, તેથી તેઓ ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા. સૈફ અને કરીનાનું નવું ઘર, જ્યાં હુમલો થયો હતો સૈફ અને કરીના તેમના બે પુત્રો સાથે મુંબઈના બાંદ્રા સ્થિત સતગુરુ શરણ એપાર્ટમેન્ટમાં રહે છે. સૈફની ફ્રેન્ડ અને ફેમસ ઈન્ટીરિયર-ડિઝાઈનર દર્શિની શાહે તેને ડિઝાઈન કરી છે. જૂના ઘરની જેમ સૈફના નવા ઘરમાં પણ લાઇબ્રેરી, આર્ટવર્ક, સુંદર ટેરેસ અને સ્વિમિંગ પૂલ છે. રોયલ લુક આપવા માટે આ એપાર્ટમેન્ટને વ્હાઇટ અને બ્રાઉન કલરમાં સજાવવામાં આવ્યું છે. બાળકો માટે નર્સરી અને થિયેટર સ્પેસ પણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments