સપ્તાહના બીજા દિવસે પીએસયુ અને રિયાલ્ટી શેર્સમાં મોટાપાયે વેચવાલીના પગલે ભારતીય શેરબજારમાં મોટી અફડાતફડી સાથે ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ પદે કામગીરી સંભાળવાની સાથે રોકાણકારોમાં સકારાત્મક પગલાંઓનો આશાવાદ વધ્યો છે. જો કે, ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે જ કેનેડા અને મેક્સિકો પર 25% ટેરિફ લાદી દેતાં વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ટેરિફ વોર શરૂ થવાની ભીતિએ એશિયન બજારોમાં ઘટાડા સાથે ભારતીય શેરબજારમાં અંદાજીત 1200 પોઈન્ટથી વધુનો કડાકો નોંધાયો હતો. કરન્સી માર્કેટની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો વધુ તુટ્યો હતો, જયારે અમેરિકામાં ક્રૂડતેલના ઉત્પાદનમાં ડ્રીલીંગ એકટીવીટી તાજેતરમાં ઘટી ત્રણ વર્ષના તળીયે પહોંચ્યા પછી હવે ત્યાં નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ક્રૂડતેલ તથા ગેસનું ઉત્પાદન વધારવા સક્રિયતા બતાવશે એવી શક્યતાએ વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં બેતરફી વધઘટ જોવા મળી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.00% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.94% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રેશનરી, સર્વિસીસ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4088 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2788 અને વધનારની સંખ્યા 1187 રહી હતી, 113 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 6 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિ. 0.76% અને એચસીએલ ટેકનોલોજી 0.49% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. 10.92%, અદાણી પોર્ટ 3.74%, એનટીપીસી 3.74%, આઈસીઆઈસીઆઈ બેન્ક 2.98%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 2.57%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.46%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.17%, બજાજ ફાઈનાન્સ 2.03%, ટેક મહિન્દ્ર 2.00 %, એકસિસ બેન્ક 1.87%, ટાટા મોટર્સ 1.84% અને ટાટા સ્ટીલ 1.52% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23103 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23188 પોઈન્ટના પ્રથમ અને 23232 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23008 પોઈન્ટ થી 22880 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23008 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48763 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48880 પોઈન્ટ પ્રથમ અને 49008 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 48606 પોઈન્ટ થી 48474 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 49008 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2377 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2355 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2330 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2393 થી રૂ.2404 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2412 ઉપર તેજી તરફી ધ્યાન.
એચસીએલ ટેક્નોલોજીસ ( 1799 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1780 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1757 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1814 થી રૂ.1830 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
કોટક મહિન્દ્ર બેન્ક ( 1899 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.1923 આસપાસ વેચવાલી થકી રૂ.1874 થી રૂ.1860 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1930 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
બજાજ ફિનસર્વ ( 1716 ) :- રૂ.1747 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1755 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1696 થી રૂ.1688 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1760 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આ સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટ પણ ટ્રમ્પ 2.0 માટે તૈયાર થઈ રહ્યું છે. રોકાણકારો નવી વહીવટી નીતિઓ હેઠળ ટેરિફના વધારાના ઉપયોગની સંભાવના વિશે સાવચેત છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ ઊંચા ટેરિફના પક્ષમાં છે. જેના કારણે ચીન સાથે વેપાર યુદ્ધનો ભય ફરી વધી ગયો છે. તેની સાથે એચ1-બી વિઝા અને બિટકોઈન પણ તેમના એજન્ડામાં છે. ત્યારે સ્થાનિક સ્તરે જોઈએ તો માગમાં મજબૂતાઈ આવતા ભારતના આર્થિક વિકાસ દરમાં ફરી વધારો જોવા મળવાની રિઝર્વ બેન્કના બુલેટિનમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને રિટેલ ફુગાવો ઘટયો છે. ઘરેલુ માગમાં મજબૂતાઈ પકડાઈ રહી છે તેને જોતા આર્થિક વિકાસ દર ઊંચે જવાની શકયતા વધી ગઈ છે. ગ્રામ્ય માગમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ઉપભોગમાં સ્થિતિસ્થાપકતાના સંકેત આપે છે. કૃષિ ક્ષેત્રની સારી સ્થિતિ ગ્રામ્ય માંગને ટેકો આપી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્લ્ડ બેન્ક તથા ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને જાળવી રાખ્યા છે. નાણાં વર્ષ 2026માં ભારતના આર્થિક વિકાસ દરના 6.70%ના ટાર્ગેટને વર્લ્ડ બેન્કે જાળવી રાખ્યો છે અને આગામી બે વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાના અંદાજને પણ જાળવી રખાયો છે. આજ રીતે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના 7%ના પોતાના અંદાજને ઘટાડી 6.50% કર્યો છે પરંતુ નાણાં વર્ષ 2026 તથા 2027 માટેના 6.50%ના અંદાજને જાળવી રાખ્યા છે.