વડોદરા શહેરમાં ફતેગંજ વિસ્તારમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે 11 શખ્સો બે યુવકો પર લાકડી તથા લોખંડની પાઇપથી હુમલો કર્યો હતો. આ દરમિયાન છોડાવવા વચ્ચે પડેલા અન્ય યુવક પર વસીમ ગેંગસ્ટરે ચાકુથી હિંસક હુમલો કર્યો હતો. જેથી ઘવાયેલા યુવક્ને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. 11 શખ્સોએ ત્રણેય યુવકોને દોડાવી દોડાવીને માર્યા હતા. જેના વીડિયો સામે આવ્યા છે. ફતેગંજ પોલીસે 11 સામે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો
18 જાન્યુઆરીના રોજ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ વડોદરા શહેરના ફતેગંજ સર્કલ પાસે ચા કોફી કાફેની અઝહરખાન અયુબ ખાન પઠાણ બેઠો હતો. આ સમયે સમીરખાન પઠાણ અને તેના મિત્ર અનુરાગ મિશ્ર સાથે સામાન્ય બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. 20 જાન્યુઆરીના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ શાનખાન અયુબ ખાન પઠાણ અને મોહમદ સમીરઉલે હુસેન પઠાણ રાત્રિ બજાર ખાતે જમતા હતા. આ દરમિયાન ફતેગંજ સર્કલ પાસે અચાનક એક લાલ કલરની કારમાંથી અનુરાગ મિશ્રણ અને સમીર પઠાણ ઉતર્યા હતા અને પાછળની સીટમાંથી નદીમ પઠાણ અને અન્ય બે ઈસમ ઉતર્યા હતા. ગાડીને લાતો મારી ગાળાગાળી કરવા લાગ્યા
ફરિયાદી અને તેના મિત્ર મહમદ સમીરઉલે હુસેન પઠાણ જ્યાં બેઠા હતા તે મોપેડને તેઓએ લાતો મારી હતી. તેઓની પાસે લાકડાના દંડા અને લોખંડની પાઇપો હતી. તેઓ આરોપી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી તેઓ ત્યાંથી ભાગી છુટ્યા હતા અને ફરિયાદીએ તેના મોટાભાઈ અઝહરખાન અને તેના મિત્ર સમીર ઉર્ફે બાબુ મશીર ખાન પઠાણને ફોન કર્યો હતો. જેથી તેઓ તાત્કાલિક બચાવવા માટે આવ્યા હતા. વસીમ ગેંગસ્ટર હાથમાં ચપ્પુ લઈ નીચે ઉતર્યો
આ સમયે સામેવાળા આરોપીઓ પણ આવી ગયા હતા. કાળા કલરની સ્કોર્પિયો કારમાંથી વસીમ ગેંગસ્ટર અને અજાઝ શેખ, સરતાઝ પઠાણ, હુસેન પઠાણ અને આવેશખાન પઠાણ ઉતર્યા હતા. આ સમયે વસીમ ગેંગસ્ટર પાસે હાથમાં ચપ્પુ હતું અને તેઓએ અપશબ્દો બોલીને છૂટા હાથની મારામારી કરવા લાગ્યા હતા. આ સમયે શાનખાન પઠાણ અને તેનો ભાઈ અઝહર પઠાણ બજાર તરફ ભાગવા લાગ્યા હતા. પેટની બાજુના ભાગે ચપ્પુ મારી દીધું
અઝહરખાન ચા-કોફી કાફે તરફ ભાગવા લાગ્યો હતો, જેથી વસંત ગેંગસ્ટર અને બે લોકો ચપ્પુ લઈને તેની પાછળ ભાગ્યા હતા અને વસીમે અઝહરખાન પઠાણ પેટની બાજુના ભાગે ચપ્પુ માર્યું હતું, આ ઉપરાંત દાઢીના ભાગે પણ માર્યું હતું. આ ઘટનામાં શાનખાન પઠાણ, અઝહર પઠાણ અને મહમદ સમીર હુસેન પઠાણને ઈજાઓ થઈ હતી. જેથી ચપ્પુથી ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આરોપીઓ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
આ મામલે સમીર પઠાણ, નદીમ પઠાણ, અનુરાગ મિશ્રા, વસીમ પઠાણ, એઝાજ શેખ, સરતાઝ ખાન પઠાણ, આફતાબ ખાન પઠાણ, હુસેન ખાન પઠાણ, ઔવેશ ખાન પઠાણ અને અને 2 અજાણ્યા શખ્સો સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જ્યારે ફતેગંજ પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે.