હાલમાં જ રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘સત્યા’ ફરી રીલિઝ થઈ છે. આ પ્રસંગે અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે રામુ સાથે લડાઈના સમાચારને માત્ર અફવા ગણાવી હતી. અભિનેત્રીએ કહ્યું કે તેની કારકિર્દી રામ ગોપાલ વર્માના કારણે નહીં, પણ ભત્રીજાવાદને કારણે બરબાદ થઈ છે. તેને હંમેશા આઈટમ ગર્લ કે સેક્સ સાયરન તરીકે જોવામાં આવતી હતી. ઉર્મિલાએ રામ ગોપાલ વર્મા સાથે ‘સત્યા’, ‘જંગલ’, ‘રંગીલા’ અને ‘ભૂત’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘રંગીલા’ બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી અને આ ફિલ્મે ઉર્મિલા માતોંડકરને બોલિવૂડમાં ‘રંગીલા ગર્લ’ તરીકે સ્થાપિત કરી હતી. ઈન્ડસ્ટ્રીમાં એવી અફવા હતી કે અભિનેત્રીનું રામુ સાથે અફેર છે, જેના કારણે તે તેની દરેક ફિલ્મમાં છે. જોકે એક તબક્કે બંને વચ્ચે ઝઘડાના સમાચાર આવવા લાગ્યા હતા. ઉર્મિલા માતોંડકરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ઘણી શાનદાર ફિલ્મો કરવા છતાં 90ના દાયકામાં મીડિયા ફક્ત તેના લુક અને તેના અંગત જીવન વિશે જ વાત કરતું હતું. લોકો તેના અભિનય કરતાં તેના જીવનના બીજાં પાસામાં રસ લેતા હતા. ‘પિંજર’, ‘કૌન’, ‘એક હસીના થી’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કરવા છતાં ઉર્મિલા માતોંડકર બોલિવૂડમાં માત્ર એક આઈટમ ગર્લ ગણાતી હતી. ઉર્મિલા કહે છે- ઈન્ડસ્ટ્રીમાં તે માત્ર એક આઈટમ ગર્લ અને સેક્સ સાયરન તરીકે જ જોવામાં આવતી હતી. હું ઇન્ડસ્ટ્રીના કોઈની સગી ન હતી, જેના માટે મારે ઘણું સહન કરવું પડ્યું હતું’ ‘સત્યા’ની રી-રીલિઝ પ્રસંગે ઉર્મિલા માતોંડકરે ફરી એકવાર નિર્દેશક રામ ગોપાલ વર્મા અને અભિનેતા મનોજ બાજપેયી સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.