back to top
Homeગુજરાતવિદ્યાર્થીઓ ભરેલી બસ પર ક્રેન પડી, CCTV:આઇસર ટેમ્પોમાં મુકેલી ક્રેન ઝાડે સાથે...

વિદ્યાર્થીઓ ભરેલી બસ પર ક્રેન પડી, CCTV:આઇસર ટેમ્પોમાં મુકેલી ક્રેન ઝાડે સાથે અથડાતા અકસ્માત; બસમાં સવાર 25 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોનો આબાદ બચાવ

વહેલી સવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. ક્રેન એકાએક જ બસ ઉપર પડતા બસમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. શાળાએ સ્કૂલ પંહોચે તે પહેલા જ પાર્લે પણ વિસ્તારમાં ઘટના બની હતી. ધડાકાભેર ક્રેન કોઈ બસ પર પડી
પાર્લે પોઇન્ટ વિસ્તારમાં વહેલી સવારે અંદાજે 7:00 વાગ્યાના આસપાસ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલની બસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને શાળાએ જઈ રહી હતી. સ્કૂલ બસમાં અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકો હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી બસમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને શિક્ષકો પણ ઉતરી આવ્યા હતા. બીજી બસ બોલાવીને બાળકોને તાત્કાલિક શાળાએ મોકલી દેવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાની સાથે જ પીસીઆર વાન ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. જોકે હજી સુધી કોઈ પણ પ્રકારની ફરિયાદ થઈ નથી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલ બસ જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે તેની બરોબર બાજુમાંથી આઇસર ટેમ્પો પસાર થતો હતો જેમાં ક્રેન મુકવામાં આવી હતી. તે દરમિયાન જ્યારે રસ્તામાં ઝાડ સાથે ટ્રેન ટકરાઈ હતી. જેને કારણે ક્રેન આઇસર ટેમ્પોની પાછળથી ડાભી તરફ બસ ઉપર જ ધડાકાભેર પડી હતી. સીસીટીવીમાં સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે દેખાય છે કે, ક્રેન બસ ઉપર ધડાકાભર પડી હતી. ડ્રાઇવર કઈ સમજે તે પહેલાં જ બ્રેક મારીને બસચાલકે બસને થોભી દીધી હતી. જો કે, ઘટનામાં બસનો આગળનો કાચ તૂટી ગયો હતો, સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments